20 વર્ષની સુંદર છોકરીને તેના પપ્પાની ઉંમરના 52 વર્ષના શિક્ષક સાથે થઇ ગયો પ્રેમ, થોડા દિવસમાં જ કરી લીધા લગ્ન, હવે થઇ રહી છે ચર્ચાઓ, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

20 વર્ષની સુંદર છોકરીને તેના પપ્પાની ઉંમરના 52 વર્ષના શિક્ષક સાથે થઇ ગયો પ્રેમ, થોડા દિવસમાં જ કરી લીધા લગ્ન, હવે થઇ રહી છે ચર્ચાઓ, જુઓ વીડિયો

20 વર્ષની ફૂલ જેવી સુંદર છોકરી પડી ગઈ 52 વર્ષના તેના જ શિક્ષકના પ્રેમમાં, સંબંધીઓન ના કહેવા છતાં પણ બંધાયા લગ્નના બંધનમાં, જુઓ તસવીરો

લોકો પ્રેમમાં પાગલ થઈ જાય છે. પ્રેમમાં કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય છે, ત્યારે તે સામેની વ્યક્તિની ઉંમર, જાતિ અને ધર્મ પણ જોતો નથી. જોકે પ્રેમમાં પડતાં પહેલાં કે લગ્ન કરતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, ખાસ કરીને જ્યારે સંબંધ ગુરુ અને શિષ્ય વચ્ચેનો હોય. અહીં અમે એક પાકિસ્તાની કપલ વિશે વાત કરીએ છીએ જેણે તાજેતરમાં જ લગ્ન કર્યા છે.

સાજિદ અને ઝોયાની આ લવસ્ટોરી ખાસ છે કારણ કે અહીં સાજીદ અલી નામના 52 વર્ષના શિક્ષકની સાદગી અને 20 વર્ષની ખુબ જ સુંદર ઝોયાના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઝોયા કોઈ સેલિબ્રિટી નથી અને ન તો ત્યાં કોઈ ફેમસ પર્સનાલિટી છે, પરંતુ આજે તેની લવ સ્ટોરીની ચર્ચા માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા થઈ રહી છે. ઝોયા નૂરે તાજેતરમાં જ તેના શિક્ષક સાથે લગ્ન કર્યા છે. તેણે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની લવ સ્ટોરી જણાવી છે.

જોયા બી.કોમ.ની વિદ્યાર્થીની હતી  અને સાજીદ એ જ કોલેજનો શિક્ષક હતો. ઝોયાને સાજિદનું વ્યક્તિત્વ એટલું જબરદસ્ત લાગ્યું કે તે તેના શિક્ષકની સામે તેનું દિલ આપી બેઠી. એક ઈન્ટરવ્યુમાં પોતાની લવ સ્ટોરીનું વર્ણન કરતા ઝોયાએ કહ્યું “શરૂઆતમાં સાજિદે હંમેશા મારી અવગણના કરી હતી. પરંતુ એક દિવસ મેં સાજીદને મારો પ્રેમ વ્યક્ત કર્યો. મેં તેને કહ્યું, ‘હું તમને પસંદ કરું છું  અને હું તમારી સાથે લગ્ન કરવા માગું છું. ત્યારે સાજીદે પણ હા પાડી.”

તમને જણાવી દઈએ કે ઉંમરમાં 32 વર્ષનો તફાવત હોવાને કારણે સંબંધીઓએ પણ આ લગ્ન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ તેમ છતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સંબંધને લઈને સંબંધીઓની નારાજગીને વર્ણવતા સાજિદે કહ્યું કે, અમારા બંનેના ઘણા સંબંધીઓ ગુસ્સે હતા. આમ છતાં ઝોયા પાછળ હટી નહીં અને અમે એકબીજાના બની ગયા.

Uma Thakor

disabled