હજુ તો ઘૂંટણિયા ભરતા શીખ્યું હતું ત્યાં મહિલાએ બાળકને તરવા માટે નાખી દીધું સ્વિમિંગ પુલમાં, વીડિયો જોઈને તમારા શ્વાસ પણ અધ્ધર થઇ જશે, જુઓ - Chel Chabilo Gujrati

હજુ તો ઘૂંટણિયા ભરતા શીખ્યું હતું ત્યાં મહિલાએ બાળકને તરવા માટે નાખી દીધું સ્વિમિંગ પુલમાં, વીડિયો જોઈને તમારા શ્વાસ પણ અધ્ધર થઇ જશે, જુઓ

માસુમ બાળકને આમ પાણીમાં ફેંકી દેતા મહિલાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે ? વીડિયો જોઈને જ રૂંવાડા ઉભા થઇ જશે

આજે જ્માનાઓ હરીફાઈનો છે અને દરેક વાલીઓ ઈચ્છે છે કે તેમનું સંતાન દરેક ક્ષેત્રમાં ખુબ જ આગળ વધી જાય. જેના માટે દરેક માતા પિતા ખુબ જ મહેનત પણ કરતા હોય છે અને આ માટે બાળકને પણ દિવસ રાત મહેનત કરવી પડે છે. ઇન્ટરનેટ પર પોતાના બાળકોમાં આવા ટેલેન્ટ ભરતા ઘણા વીડિયો પણ તમે જોયા હશે.

પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તેને સૌના હોશ ઉડાવીને રાખી દીધા છે. વીડિયોમાં એક મહિલા બહારથી એક નાનકડા સુંદર બાળકને સ્વિમિંગ શીખવવા માટે સીધા જ પાણીની અંદરના પૂલમાં ફેંકી દે છે. આ પછી, મહિલા પાણીની અંદર જાય છે અને હાથના ઈશારાથી બાળકને ઉપર બોલાવવાનું શરૂ કરે છે.

વીડિયોમાં તમે જોશો કે બાળક પણ ઉપર તરતા લાગે છે, ત્યારપછી મહિલાએ બાળકને પ્રેમથી તેની બાહોમાં ઉપાડી લીધું. શરૂઆતમાં વીડિયો જોતા એવું લાગે છે કે મહિલાની આ હરકતથી બાળક ડૂબી જશે, પરંતુ બીજી જ ક્ષણે બાળક ઉપરની તરફ તરતું જોવા મળે છે. વિડીયો જોયા પછી ચોક્કસ કોઈના પણ હોશ ઉડી જશે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @perspectivewow હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શન અનુસાર, મહિલા સ્વિમિંગ ઈન્સ્ટ્રક્ટર છે, જે બાળકને સ્વિમિંગ શીખવી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.9 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 19 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.

Uma Thakor

disabled