આલિયા-રણબીરના લગ્નની પાર્ટીમાં આ સંસ્કારી હિરોઈને એવો ડ્રેસ પહેર્યો કે તમારી અંદર મચી જશે ખલબલી, બધાને ન દેખાવાનું દેખાડી દીધું - Chel Chabilo Gujrati

આલિયા-રણબીરના લગ્નની પાર્ટીમાં આ સંસ્કારી હિરોઈને એવો ડ્રેસ પહેર્યો કે તમારી અંદર મચી જશે ખલબલી, બધાને ન દેખાવાનું દેખાડી દીધું

લગ્ન પછી 16 એપ્રિલના રોજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમના ઘર ‘વાસ્તુ’માં ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બધાની નજર આલિયા ભટ્ટની ભાવિ દેવરાણી પર ટકેલી હતી. અભિનેત્રી તારા સુતારિયાની આલિયા અને રણબીરની પાર્ટીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. તારા સુતારિયા ટૂંક સમયમાં આલિયા ભટ્ટની દેવરાની બની શકે છે. તારા સુતારિયા રણબીર કપૂરની ફોઇ રીમા જૈનના નાના પુત્ર આધાર જૈનને ડેટ કરી રહી છે. એવા અહેવાલો છે કે ટૂંક સમયમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

આલિયા રણબીરની રિસેપ્શન પાર્ટીમાં તારા સુતરિયા ખૂબ જ હોટ અને ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. આ દરમિયાન તારાની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તારા સુતારિયા અને આધાર જૈન બોલિવૂડના એવા કપલમાંથી એક છે જેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ચાહકો હંમેશા આ જોડીને પસંદ કરે છે. બંને સ્ટાર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની પાર્ટીમાં પણ સાથે જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@bollywood.vlogs)

લગ્નની પાર્ટીમાં તારા સુતરિયા અને આધાર જૈન એક જ કારમાં સાથે પહોંચ્યા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. રણબીર કપૂર વાસ્તુના ઘરે પહોંચતા જ તમામ પેપરાજીના કેમેરા તારા સુતરિયા અને આધાર જૈન તરફ વળી ગયા હતા. આ કપલની ઘણી સુંદર તસવીરો સામે આવી છે. લગ્નની પાર્ટીમાં તારા સુતારિયા સફેદ ચમકદાર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે તેણે નાની ઇયરિંગ્સ કેરી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

કારમાં તારા સુતરિયા સાથે બેઠેલા આધાર જૈન ફોર્મલ સૂટમાં દેખાયા હતા. આ દરમિયાન તેણે સફેદ કલરનો શર્ટ પહેર્યો હતો. આધાર જૈન અને તારા સુતારિયા ઘણા પ્રસંગોએ સાથે જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલે નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા.આલિયા રણબીરે લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.જે પછી બંને લગ્નના બંધનમાં બંધાયા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આલિયા-રણબીરે 16 એપ્રિલે વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું જેમાં તમામ બોલિવૂડ સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આલિયા-રણબીરની રિસેપ્શન પાર્ટીમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, કરિશ્મા કપૂર, આદિત્ય રોય કપૂર, અર્જુન કપૂર, મલાઈકા અરોરા અને કરણ જોહર સહિત તમામ સેલેબ્સ પહોંચ્યા હતા. હાલમાં આલિયા ભટ્ટે આ પાર્ટીની અંદરની તસવીરો શેર કરી નથી. જેના કારણે વેડિંગ રિસેપ્શનનો લુક પણ જાહેર થયો નથી.

Live 247 Media

disabled