રણબીર કપૂરથી પણ પહેલા લગ્ન કરશે આ સ્લેબ્સની જોડી, આલિયાની દેરાણીનું ફિગર તો આલિયાને પછાડી દે એવું હોટ છે

આલિયાની દેરાણી થવાની છે આ સ્વર્ગથી આવેલી સુંદર કન્યા, ફિગર જોઈને મન ડોલી જશે

લગ્નની સીઝન ચાલી રહી છે અને સામાન્ય લોકોથી લઈને મનોરંજન જગતના સિતારા પણ એક પછી એક લગ્ન કરી રહ્યા છે.  થોડા સમય પહેલા જ રાજકુમાર રાવ અને પત્રલેખાએ સાત ફેરા ફર્યા હતા અને હવે બંને હેપ્પી મેરિડ કપલની લિસ્ટમાં શામિલ થઇ ગયા છે.

તેમના  લગ્નની સુંદર વિધિઓ જોઈને દરેક લોકોનું દિલ ખુશીથી જુમી ઉઠ્યું હતું. ત્યારે હવે બધાની નજર કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન પર અટકેલી છે. તેમના લગ્નની ખબરોની આધિકારિક પુષ્ટિ થઇ નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કપલ 7-9 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનમાં સાત ફેરા ફરશે.

જોકે આ લિસ્ટમાં હવે ખાલી વિક્કી કૌશલ અને કેટરીના કૈફનું જ નામ શામેલ નથી જેના લગ્ન કરવાની ખબરો આવી રહી હોય પરંતુ બીજું એક કપલનું નામ પણ આમાં જોડાયેલું છે.  મીડિયા રિપોર્ટ અનુસાર રણબીર કપૂરથી પણ પહેલા તેના કઝીન આદર જૈન દુલ્હા બનવાની તૈયારીમાં છે અને જલ્દી તારા સુતરીયા જોડે લગ્ન કરવા જઈ રહ્યા છે.

આદર જૈન બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને કરીના કપૂરની નાની ફોઈ રીમા જૈન અને મનોજ જૈનનો પુત્ર છે. આ રીતે તે રણબીર અને કરીનાનો પિતરાઈ છે.  તેનું નામ ઘણા સમયથી અભિનેતા તારા સુતારીયા સાથે જોડાઈ રહ્યું છે. બંને ઘણી વાર સાથે સમય વિતાવતા પણજોવા મળે છે. ખબરોની માનીએ તો આદર તારા સાથે તેના સંબંધને લઈને ગંભીર છે અને હવે તે લગ્નનું નામ આપવા માંગે છે.

એક બાજુ ખબર છે કે રણબીર કપૂર પણ એપ્રિલ કે મેના મહિનામાં આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી શકે છે તો તેની પહેલા આદર જૈનને  ઘોડી પર ચઢવાની વાત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આદર અને તારા એકબીજાને ખુબ જ પસંદ કરે છે અને તેના સંબંધમાં એ જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં હવે પતિ પત્ની બનીને રહેવા માંગે છે.

એવી પણ ખબર સામે આવી છે કે તારા અને આદર થોડા દિવસ પહેલા જ રોમેન્ટિક વેકેશન પર ગયા હતા. સાથે જ નવા વર્ષની શરૂઆતમાં જ લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. જોકે આ ખબરને અત્યાર સુધી આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી અને ચાહકો જલ્દી બંનેના મોઢેથી  આ ખુશખબરી સાંભળવા માંગે છે.

જો  આવનારા સમયમાં રણબીર કપૂર આલિયા  ભટ્ટ સાથે લગ્ન કરી લે તો સંબંધમાં તારા સુતરિયા તેની દેરાણી બની જશે. જો કે આલિયા અને તારા ક્યારેય સાથે જોવા મળ્યા નથી. પરંતુ બંનેમાં એક વાત સામાન્ય છે કે બંનેએ કારકિર્દીની  શરૂઆત ‘સ્ટુડન્ટ ઓફ ધ યર -2’થી કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તારા ફિલ્મ ‘તડપ’માં અહાન શેટ્ટીની સાથે નજર આવવાની છે. અહાન સુનિલ શેટ્ટીના પુત્ર છે અને આ ફિલ્મથી તે કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે. તેની ફિલ્મનું ટીઝર પણ સામે આવી ગયું છે જે ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું છે. બીજી બાજુ આદર જૈન પણ ઓટીટી પ્લેટફોર્મ પર જવા માટે તૈયાર છે.  અભિનેતાએ  વર્ષ 2017માં તેણે ફિલ્મ ‘કેદી બેન્ડ’માં લીડ રોલ તરીકે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

disabled