ઇમરાન હાશ્મીની આ બોલ્ડ અભિનેત્રીએ બોલીવુડની કાળી કરતૂત ખુલ્લી કરી, સુશાંત સિંહ રાજપૂતનો પણ કર્યો ઉલ્લેખ - Chel Chabilo Gujrati

ઇમરાન હાશ્મીની આ બોલ્ડ અભિનેત્રીએ બોલીવુડની કાળી કરતૂત ખુલ્લી કરી, સુશાંત સિંહ રાજપૂતનો પણ કર્યો ઉલ્લેખ

ફિલ્મ આશિક બનાયા આપનેમાં પોતાના બોલ્ડ અંદાજ અને ઇમરાન હાશ્મી સાથે રોમેન્ટિક થનારી તનુશ્રીએ દર્શકોને ચોંકાવી દીધા હતા. જો કે તનુશ્રીએ પોતાની કારકિર્દીમાં અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે, ત્યાર બાદ તેણે ઈન્ડસ્ટ્રીથી દુરી બનાવી લીધી હતી. જો કે આજે પણ તનુશ્રી ચર્ચાનો વિષય બનેલી છે અને આગળના ઘણા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહી છે.

વર્ષ 2018માં તનુશ્રીએ હૈશટેંગ મીટુની શરૂઆત કરીને લોકોને ચોંકાવી દીધા હતા. જણાવી દઈએ કે તનુશ્રીએ 2018માં #મીટુ ની શરૂઆત કરી હતી જેમાં તેણે નાના પાટેકર પર આરોપ લગાવતા કહ્યું હતુ કે વર્ષ 2009માં ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝ ન એક ગીતના શુટિંગના સમયે નાના પાટેકતે તેની ખુબ નજીક જવાની કોશિશ કરી હતી. નાના પર લાગેલા આ આરોપને લીધે બોલીવુડમાં હંગામો મચી ગયો હતો. લાંબા સમયથી ફિલ્મોથી દૂર તનુશ્રી છેલ્લીવાર ફિલ્મ એપાર્ટમેન્ટમાં જોવા મળી હતી.

જેમાં તનુશ્રી એ નાના પાટકરના વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જેના બાદ તનુશ્રી લગાતાર પોતાની પોસ્ટ અને ઇન્ટરવ્યૂ દ્વારા બૉલીવુડ માફિયાઓ પર વાત કરતી આવી છે. એવામાં તનુશ્રીએ લેટેસ્ટ પોસ્ટ શેર કરીને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હલ્લો મચાવી દીધો છે.પોતાની પોસ્ટમાં તનુશ્રી કહ્યું કે ઘણા લોકો તેને ટાર્ગેટ કરી રહ્યા છે.

તનુશ્રીએ પોતાની એક તસ્વીર શેર કરીને લાંબી પોસ્ટ લખી છે જેમાં તેણે નાના પાટેકર અને સુશાંત સિંહ રાજપૂતનો પણ ઉલ્લેખ કર્યો છે. તનુશ્રીએ લખ્યું કે,”જો મને કંઈપણ થાય તો #મીટું આરોપી નાના પાટેકર, તેના વકીલ, સહિયોગી અને તેના બૉલીવુડ માફિયા મિત્રો જવાબદર છે! કોણ છે બોલિવુડ માફિયા? તે જ લોકો જેના નામ સુશાંત સિંહ રાજપુતના મામલામાં વારંવાર  સામે આવ્યા!

તનુશ્રીએ આગળ લખ્યું કે,”તેની ફિલ્મો ન જુઓ. તેનો પુરી રીતે બહિષ્કાર કરો. તે દરેક ઇન્ડસ્ટ્રીના ચેહરાઓ અને પત્રકારોની પાછળ જુઓ,  જેણે મારા અને પરિવાર વિશે ખોટી ખબરો ફેલાવી. તે પણ તે લોકોની સાથે અભિયાનમાં જોડાયેલા છે. બધાની પાછળ પડી જાઓ. તેમના જીવનને નર્ક બનાવી દો કેમ કે તેમણે મને પરેશાન કરી છે. કાનૂન અને ન્યાયે ભલે મને ફેલ કરી હોય પણ મને આ મહાન રાષ્ટ્રના લોકો પર વિશ્વાસ છે”.

yc.naresh

disabled