'બાહુબલી'માં બાણ ચલાવનાર અવંતિકાએ દેખાડી અદા, પલળીને એવા મૂવ્ઝ કર્યા કે ફેન્સની આંખો ડૂલ થઇ ગઈ - Chel Chabilo Gujrati

‘બાહુબલી’માં બાણ ચલાવનાર અવંતિકાએ દેખાડી અદા, પલળીને એવા મૂવ્ઝ કર્યા કે ફેન્સની આંખો ડૂલ થઇ ગઈ

સાઉથ અને બોલિવૂડની ફેમસ અભિનેત્રી તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી ચાહકોને તેની અપડેટ શેર કરતી હોય છે. તમન્ના ભાટિયા જેટલી જબરદસ્ત અદાકારા છે તેટલી જ ક્લાસી તેની ફેશન સ્ટાઇલ પણ છે.

તેના દરેક લુકમાં ગ્રેસ અને એલિગન્સની સાથે કમાલનો કોન્ફિડન્સ નજર આવતો હોય છે. આજ કારણ છે કે હસીના ભલે સિમ્પલ સિલહુટસ પહેરેલું હોય કે પછી ડિઝાઈનર ડ્રેસ પહેરેલો હોય અભિનેત્રી દરેક આઉટફિટમાં કહેર વરસાવતી હોય છે.

અભિનેત્રી તમન્ના ભાટિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી ખુલ્લા આકાશ નીચે મોસમની મજા લેતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે તમન્ના ભાટિયાનો આ લેટેસ્ટ વિડિયો નથી પરંતુ આ તેનો થ્રોબેક વેકેશન વીડિયો છે જેને ચાહકો હવે ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યાં છે. તેવામાં આ વીડિયો વાયરલ થઇ ગયો છે.

સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તમન્ના ભાટિયા હોલ્ટર નેક સૈટિન ડ્રેસમાં વરસાદના ટીપાંનો આનંદ માણતી જોવા મળી રહી છે. ધ્યાનથી જોશો તો તમન્નાના આ ડ્રેસમાં વાદળોની પ્રિન્ટ પણ દેખાય છે. આ દરમ્યાન તમન્ના ભાટિયા લહેરાતી બલખાતી ઘણી અદાઓ દેખાડતી નજર આવી રહી છે.

‘પ્રભાસ’ સ્ટારર એસએસ રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’માં યોદ્ધા ‘અવંતિકા’ તરીકે જોવા મળેલી અભિનેત્રી તમન્ના ભાટિયા તેના હોટ અને બોલ્ડ સ્ટાઈલ માટે ઘણી પસંદ કરવામાં આવી છે. અભિનેત્રીની વેકેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લગતા અપડેટ્સ તસવીરો અને વીડિયો દ્વારા શેર કરતી રહે છે. અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેવામાં અભિનેત્રીએ પોતાની શાનદાર તસવીરો દ્વારા ચાહકોને ખુશ કરવાનું પણ ભૂલતી નથી. તમન્ના ભાટિયા ટૂંક સમયમાં ‘બબલી બાઉન્સર’માં લીડ અભિનેત્રીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય અભિનેતા સૌરભ શુક્લા, અભિષેક બજાજ અને સાહિલ વૈદ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Live 247 Media

disabled