બેકલેસ બ્લાઉઝમાં આ બાહુબલીની સંસ્કારી અભિનેત્રીએ દેખાડ્યો પોતાના હુસ્નનો જલવો, પછી પલક જપકતા જ બની ગઈ પુરુષ - Chel Chabilo Gujrati

બેકલેસ બ્લાઉઝમાં આ બાહુબલીની સંસ્કારી અભિનેત્રીએ દેખાડ્યો પોતાના હુસ્નનો જલવો, પછી પલક જપકતા જ બની ગઈ પુરુષ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લગભગ દરેક સિતારાઓ પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે દરેક રોજ ઇન્સ્ટાગ્રામ પર નવી નવી અપડેટ્સ આપતા રહે છે. તેમાંની જ એક અભિનેત્રી છે તમન્ના ભાટિયા.સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા બોલીવુડમાં પણ સક્રિય છે. તે અત્યાર સુધીમાં બોલીવુડના ઘણા નામી કલાકારો સાથે કામ કરી ચુકી છે.તમન્ના હંમેશા પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયા પર પોતાની નવી નવી તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.એવામાં તાજેતરમાં જ તમન્નાએ એકદમ મજેદાર વિડીયો શેર કર્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.શરૂઆતમાં તમન્નાએ પોતાની પાતળી કમર દેખાડીને લોકોને ઉકસાવ્યા અને ક્ષણવારમાં જ તે પુરુષ બની જાય છે. આખરે શું છે આ મામલો?

વીડિયોમાં તમન્ના એકદમ અલગ અંદાજમાં દેખાઈ રહી છે.વીડિયોમાં તમન્ના પોતાની વેનિટી વેનના દરવાજા પાસે ઉભેલી છે અને હુસ્નનો જલવો વિખેરી રહી છે. ગ્રીન સાડી પહેરીને તમન્ના પાતળી કમર ફ્લોન્ટ કરી રહી છે. આ આઉટફિટ સાથે તમન્નાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેકઅપ પણ કર્યો છે.શરૂઆતમાં તે કેમેરા સામે આવે છે અને બેકસાઈડ ફ્લોન્ટ કરતી દરવાજો બંધ કરી છે.

આ સમયે તેના બેકલેસ બ્લાઉઝ અને પાતળી કમર પર લોકો દીવાના બની જાય છે. બેકગ્રાઉન્ડમાં બડી મુશ્કિલ બાબા બડી મુશ્કિલ ગીત પણ વાગી રહ્યું છે. દરવાજો બંધ કરીને તમન્ના જ્યારે ફરીથી દરવાજો ખોલે તો તે પુરુષના ગેટઅપમાં જોવા મળે છે.તમન્નાએ પુરુષ જેવા કપડા,મૂછ, અને માથામાં વિગ પણ લગાવી છે. તમન્નાનો આ અવતાર જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા છે.વિડીયો શેર કરીને તમન્નાએ કેપ્શનમા લખ્યું કે,”મિસ બી એન્ડ હર બ્રો”.

અચાનક તમન્નાનું પુરુષ બનવાનું કારણ એ છે કે તમન્નાની તેલુગુ ફિલ્મ F3  હાલમાં જ રિલીઝ થઇ છે અને તે પોતાની આ જ ફિલ્મનો લુક દેખાડી રહી છે. F3 ફિલ્મ 27 મેં ના રોજ રિલીઝ થઇ છે અને તે એક કોમેડી ફિલ્મ છે. ફિલ્મે અત્યાર સુધીમાં 70 કરોડ જેટલો બિઝનેસ કર્યો છે.આ સિવાય તમન્ના પાસે બોલે ચુડીયા અને ચોર નિકલ કે ભાગા જેવી ફિલ્મના પ્રોજેક્ટ પણ છે.

જણાવી દઈએ કે તમન્ના પોતાની પહેલી બુક બેક ટુ દ રૂટ્સ લોન્ચ કરી ચુકી છે, આ બુક તેણે સેલિબ્રિટી લાઈફસ્ટાઇલ કોચ લ્યુક કોંટીહોની સાથે લખી હતી. જેની જાણ તમન્નાએ સોશિયલ મીડિયા મારફતે આપી હતી. તમન્નાને અપેક્ષા હતી કે  વાચક તે પુસ્તકનો આનંદ લેશે જે ઊંડી શોધ પર આધારિત છે અને ભારતના સ્વાસ્થ્ય અને કલ્યાણના પ્રાચીન રહસ્યોને ઉજાગર કરે છે.

આ બુક વિષે તમન્નાએ આઇએએનએસને જણાવ્યું, ભારત સ્વસ્થ જીવન પરસદીઓ પહેલાના જ્ઞાનથી ભરેલું પુસ્તકાલય છે. હવે સમય આવી ગયો છે કે આપણે સ્વસ્થ રહેવા માટે પારંપારિક ઉપાયો પર ફરીથી નજર કરવી જોઈએ અને આ જ્ઞાનનો ઉપીયોગ કરવો જોઈએ. બેક ટુ દ રૂટ્સના દરેક અધ્યાય અનુભવાયેલા રહસ્યોથી પરિપૂર્ણ છે, જેણે આ દેશની પેઢીઓની સેવા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

તમન્નાએ આગળ કહ્યું હતું કે મેં લ્યુક કોંટીહોની સાથે પ્રાચીન ભારતીય જ્ઞાનમાઊંડાણ સુધી જવાની યાત્રાનો આનંદ લીધો હતો. મને આશા છે કે અમારા વાચક પુસ્તકનો એટલો જ આનંદ લેશે, જેટલો અમે તેના માટે એક સાથે રાખવાની પ્રક્રિયાનો આનંદ લીધો.

Uma Thakor

disabled