ખુબ જ સસ્તું છે કરીનાના લાડલા તૈમુરનું આ સ્વેટશર્ટ, કિંમત જાણીને હસી પડશો - Chel Chabilo Gujrati

ખુબ જ સસ્તું છે કરીનાના લાડલા તૈમુરનું આ સ્વેટશર્ટ, કિંમત જાણીને હસી પડશો

હાહાહા આટલું સસ્તું ટી શર્ટ???? ભાવ સાંભળીને જોર જોરથી હસી પડશો

બોલીવુડના સિતારાઓની જેમ તેમના બાળકો પણ હંમેશા લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે અને તેમાં પણ તૈમુરની તો વાત જ શું કરવી ? તૈમુરની નાનામાં નાની હરકતો પણ ફોટોગ્રાફરો પોતાના કેમેરામાં કેદ કરવા માટે તૈયાર રહેતા હોય છે.

તૈમૂરના પિતા સૈફ અલી ખાન નવાબ પરિવારથી આવે છે, સાથે ફિલ્મોમાં પણ તેમની સારી કમાણી છે. તો તૈમુરની માતા કરીના કપૂર પણ બોલીવુડની ખુબ જ ખ્યાતનામ અભિનેત્રી છે જેના કારણે કોઈપણ વ્યક્તિને લાગે કે તૈમુર પણ ખુબ જ  શાહી જીવન જીવતો હશે, મોંઘા કપડાં પહેરતો હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે 400 રૂપિયાથી પણ ઓછી કિંમતના કપડાં પહેરે છે.

હાલમાં જ ક્રિસમસ ઉપર તૈમુર એક લાલ રંગની સ્વેટશર્ટમાં જોવા મળ્યો હતો. જેના ઉપર ક્રિસમસ અને ડાયનાસોર હોલી-ડે ક્લ્બ લખ્યું હતું. તેની સાથે તૈમુરે બ્લેક રંગનું ડેનિમ પહેરી રાખ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by taimur Ali Khan (@taimur_cutiepie)

વાત જો આ સ્વેટશર્ટની કિંમતની કરવામાં આવે તો કોઈને પણ  માનવામાં નહીં આવે. આ સ્વેટશર્ટની કિંમત જાણીને તમે પણ હેરાન રહી જશો. આ સ્વેટશર્ટની કિંમત 400 રૂપિયાથી પણ ઓછી છે. તેની કિંમત માત્ર 389 રૂપિયા છે.

Live 247 Media

disabled