કરીના સેફનું પાંચમું બચ્ચું પેદા કરશે ? તૈમુર અને જેહની નવી તસવીરો આવી સામે, લોકોએકહ્યું-જેહ બેબોની કોપી

બોલીવુડના નવાબ એવા સૈફ અલી ખાન અને કરીના કપૂર જેટલી લોકપ્રિયતા ધરાવે છે તેટલી જ તેના બંને બાળકો તૈમુર અને જેહ પણ ધરાવે છે. જ્યારથી કરિનાનો પહેલો દીકરો તૈમુર જનમ્યો છે ત્યારથી તે લાઈમલાઈટમાં રહ્યો છે અને તે જ્યાં પણ જાય છે  મીડિયાના કેમેરા તેને કૈપ્ચર કરી જ લે છે. તૈમુરની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે અને ચાહકો પણ તૈમુરની ક્યુટનેસ અને તેના નખરા ખુબ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Saba (@sabapataudi)

એવામાં હવે તૈમુરનો નાનો ભાઈ જેહ પણ લાઇમલાઇટમાં આવી ગયો છે. અમુક સમય પહેલા જ શર્મિલા ટૈગોરની દીકરી અને સૈફની બહેન સબા અલી ખાને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર તૈમુર અને જેહની ક્યૂટ તસવીરો શેર કરી હતી. જે ચાહકોએ ખુબ પસંદ કરી હતી.

સામે આવેલી તસવીરોમાં તૈમુર અને જેહ સોફા પર બેઠેલા છે અને બંને એકબીજા સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. જ્યા તૈમુર સફેદ અને પીળા રંગના કુર્તા-પાયજામા પહેરેલો દેખાઈ રહ્યો છે જયારે જેહે બ્લુ રંગનું ટીશર્ટ પહેર્યું છે. તસવીર શેર કરીને સબાએ લખ્યું કે,’મંચકિન્સ’. બંને ભાઈઓની તસવીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે જેહ કરિનાની કોપી લાગી રહ્યો છે જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે મીની સૈફીના.

disabled