તસ્વીર લઇ રહેલા ફોટોગ્રાફર્સ પર ભડકેલા તૈમુર અલી ખાનનો વિડીયો વાયરલ, કહ્યું-નો ફોટો
તસ્વીરો ખેંચતા જોઈને મગજ ગયો તૈમુરનો, જુઓ કિક દેખાડી
આજના સમયમાં બોલીવુડના દિગ્ગજ કલાકારોની સાથે સાથે તેઓના બાળકો પણ ચર્ચાનો વિષય બનેલા જોવા મળે છે. તેમાનો જ એક સ્ટાર કિડ છે કરીના-સૈફનો લાડલો દીકરો તૈમુર અલી ખાન. આટલી નાની ઉંમરે પણ તૈમુરની લોકપ્રિયતા કોઈ સ્ટારથી કમ નથી.
તૈમુર જ્યારે પણ બહાર નીકળે છે મીડિયાના કેમેરા પણ તેને કેપ્ચર કરી જ લે છે. તૈમુર પણ મીડિયાને જોઈને એકદમ ઉત્સાહિત થઇ જાય છે અને કેમેરાની સામે અવનવા ફની પોઝ પણ આપે છે. પણ તાજેતરમાં જ એવું બન્યું જે ખુબ જ ચોંકાવનારું હતું. થયું એવું કે હંમેશા કેમેરાની સામે સ્માઈલ આપતો તૈમુર કેમેરા સામે ભડકી ઉઠ્યો હતો.
તાજેતરમાં જ તૈમુર માં કરીના સાથે પોતાની નાની બબીતા કપૂરના ઘરે પહોંચ્યો હતો. એવામાં મીડિયાની ભીડ પણ તેની તસ્વીરો લેવા માટે ઉમટી પડી હતી. આ દરમિયાન તૈમુરે મીડિયા પર ગુસ્સાથી ભડકતા કહ્યું કે-‘નો ફોટોઝ’. સાથે જ તૈમુરે મીડિયાને લાત મારતા હોય તેવી રીતે પગ પણ દેખાડ્યો હતો.
જો કે આ સમયે કરીના મીડિયા સામે સ્માઈલ કરતી જોવા મળી હતી અને તૈમુરને તરત જ અંદર લઇ ગઈ. તૈમુરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે અને ખુબ વાયરલ પણ થઇ રહ્યો છે.
આ સમયે તૈમુરે ગ્રે સ્વેટર્સ અને બ્લુ જીન્સ પહેર્યું હતું જ્યારે કરીનાએ બ્લુ ડ્રેસ અને પિન્ક સ્લીપર્સ પહેર્યા હતા, બેબી બમ્પ સાથ કરીના ખુબ જ સુંદર લાગી રહી હતી. જો કે પહેલા તો કરીના કપૂર અને સૈફને પણ તૈમુરની તસ્વીરો લેવાથી અણગમો હતો અને તે ઘણીવાર તેઓ આ બાબત વિશે વાત પણ કરી ચુક્યા છે.
જો કે આ પહેલી વાર નથી કે તૈમુરે મીડિયાને તસ્વીરો લેવા માટે ના કહી હોય, ઘણીવાર તે તસ્વીરો માટે ના કહેતો જોવા મળ્યો છે. પણ આ વખતે તૈમુરે ભડકેલા મિજાજમાં ના કહ્યું હતું. કરીના અને સૈફે પણ એકવાર કહ્યું હતું કે તૈમુરને તસ્વીરો લેવી બિલકુલ પણ પસંદ નથી.
કરીના કપૂર હાલ બીજી વાર ગર્ભવતી છે અને અમુક દિવસો પછી તે બીજા બાળકને જન્મ આપવાની છે. ફિલ્મોની વાત કરીએ તો કરીના કપૂર આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે.
જુઓ તૈમુરનો વિડીયો…
View this post on Instagram