આયુષ્માન ખુરાનાની પત્નીએ બાળકો માટે બોટલમાં ભરીને રાખ્યું હતું બ્રેસ્ટ મિલ્ક, પ્રોટીન શેક ભેળવીને આયુષ્માન પી ગયો, પત્નીએ જણાવ્યો મજેદાર કિસ્સો - Chel Chabilo Gujrati

આયુષ્માન ખુરાનાની પત્નીએ બાળકો માટે બોટલમાં ભરીને રાખ્યું હતું બ્રેસ્ટ મિલ્ક, પ્રોટીન શેક ભેળવીને આયુષ્માન પી ગયો, પત્નીએ જણાવ્યો મજેદાર કિસ્સો

અરરર..આ હીરો પોતાના બૈરાનું દૂધ પી ગયો અને પછી જે થયું

બૉલીવુડના ખુબ જ ખ્યાતનામ આભિનેતા આયુષ્માન ખુરાનાએ ખુબ જ ઓછા સમયમાં બોલીવુડમાં મોટું નામ મેળવી લીધું છે. તેને તેની મહેનતથી આ મુકામ હાંસલ કર્યું છે. તેની પત્ની તાહિરા કશ્યપ ફક્ત સ્ટાર વાઈફ નહિ પ્રાનુત બે બાળકોની મા છે. આ ઉપરાંત તે કેન્સર સર્વાઇવર અને એક લેખિકા પણ છે.

તેને હાલમાં જ પોતાનું પુસ્તક “ધ 7 સીન્સ ઓફ બિંગ એ મધર” રિલીઝ કર્યું. આ પુસ્તકની અંદર તેને ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા.  આ પુસ્તકની અંદર તાહિરાએ પતિ આયુષ્માન સાથે બેન્કોક ઉપર હનીમૂન સાથે જોડાયેલો એક કિસ્સો પણ શેર કર્યો છે. જેમાં આયુષ્માન કહુરં બ્રેસ્ટ મિલ્ક પી ગયો હતો.

તાહિરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના પુસ્તકમાં વ્યક્ત કરેલા એક કિસ્સા વિશે જણાવતા કહયું છે કે તે પોતાના સાત મહિનાના દીકરાને માતા-પિતા પાસે છોડીને પતિ સાથે હનીમૂન ઉપર બેન્કોક ગઈ હતી. બાળકને માતાનું દૂધ આપવાનું હોવાથી મેં બ્રેસ્ટ મિલ્કની કેટલીક બોટલ સ્ટોર કરીને રાખી હતી. પરંતુ એરપોર્ટ પહોંચતાં મમ્મીનો ફોન આવ્યો કે બ્રેસ્ટ મિલ્કની બોટલ પૂરી થઈ ગઈ છે.

આ સમયે મેં હોટેલમાં પહોંચીને બ્રેસ્ટ મિલ્ક કાઢીને બોટલમાં સ્ટોર કર્યું. અને બાળકની હાલત પૂછવા માટે ઘરે માતાને ફોન કર્યો, અને જયારે ફોન કરીને પરત આવીને જોયું તો તે બોટલ ગાયબ હતી. પછી મેં જ્યારે બોટલ ગુમ થયાં અંગે આયુષ્યમાન સાથે ચર્ચા કરી ત્યારે ખબર પડી કે મારા બ્રેસ્ટ મિલ્કને આયુષ્યમાન પોતાના પ્રોટીન શેક સાથે પી ગયો હતો. આ ઘટના બાદથી તે આયુષ્યમાનથી બ્રેસ્ટ મિલ્કની બોટલ છુપાવીને રાખતી હતી.


તેને પુસ્તકમાં લખ્યું છે કે, “માય બોય (આયુષ્માન) પ્રોટીન શેક લઈને બેડરૂમમાં રિલેક્સ કરી રહ્યો હતો. મેં બ્રેસ્ટ મિલ્ક ગાયબ થવાના વિચિત્ર કેસને લઈને તેમને સવાલ કર્યો, તેમને હસતા હસતા મૂંછો ઉપર લાગેલું દૂધ સાફ કર્યું. તેમને ફક્ત એટલું જ કહ્યું, “આ પરફેક્ટ તાપમાન ઉપર હતું. ઘણું જ વધારે પૌષ્ટિક અને પ્રોટીન શૅકની સાથે બહુ જ સારી રીતે મિક્સ થઇ જનારું હતું.”

Uma Thakor

disabled