શું તમે ઓળખો છો મુકેશ અંબાણીની વેવાણ ને? બહુ મોટી હસ્તી છે...જાણો તેમનો શું ઇતિહાસ છે - Chel Chabilo Gujrati

શું તમે ઓળખો છો મુકેશ અંબાણીની વેવાણ ને? બહુ મોટી હસ્તી છે…જાણો તેમનો શું ઇતિહાસ છે

પ્રધાનમંત્રી સાથે પણ કામ કરેલું છે ઈશા અંબાણીના સાસુમા એ, વાંચો આજની સ્પેશિયલ સ્ટોરી

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના પરિવારની ચર્ચાઓ વિશ્વભરમાં થતી હોય છે. તેમના પરિવાર સાથે જોડાયેલા લોકો પણ ચર્ચામાં આવતા હોય છે. આજે અમે તમને મુકેશ અંબાણીની વેવાણ એટલે કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના સાસુ સ્વાતિ પિરામલના જીવન વિશે જણાવીશું. જેમની ખ્યાતિ પણ ખુબ જ મોટી છે.

સ્વાતિ પિરામલ ખુબ જ સુંદર દેખાય છે અને તમને જાણીને એ વાતની પણ નવાઈ લાગશે કે તેઓ પદ્મશ્રી દ્વારા પણ સન્માનિત થઇ ચુક્યા છે.

સ્વાતિનો જન્મ 28 માર્ચ, 1956ના રોજ થયો હતો. તેમને મુંબઈ યુનિવર્સીટીમાં 1980માં એમબીએની ડિગ્રી લીધી. અને હાવર્ડ સ્કૂલથી પબ્લિક હેલ્થમાં પણ માસ્ટર ડિગ્રી લીધી છે. હાલમાં તે પિરામલ ગ્રુપના વાઇસ ચેરમને છે.

દેખાવના મામલામાં પણ સ્વાતિ પિરામલ નીતા અંબાણી કરતા જરા પણ કમ નથી. આ ઉંમરમાં પણ તે ખુબ જ સુંદર દેખાય છે. તે ખુબ જ ગ્લેમરસ છે.

સ્વાતિ પીરામલ પોતાની વહુ ઈશા સાથે પણ એક મિત્રના જેવો સંબંધ ધરાવે છે. તે ક્યારેય ઈશા અંબાણીના મામલામાં કોઈ દખલ નથી કરતી. તે પોતાની વહુ સાથે હેમેશા પ્રેમથી રહેતી જોવા મળે છે.

સ્વાતિ પિરામલ મુંબઈના ગોપાલ કૃષ્ણ પિરામલ હોસ્પિટલની ફાઉન્ડર છે. ગોપાલ કૃષ્ણ પિરામલ તેમના સસરા હતા. તેમને જ પિરામલ ફેમેલીનું આ બિઝનેસ એમ્પાયર ઉભું કર્યું હતું.

પિરામલ પરિવારે સોશિયલ વેલફેયર કામો માટે પિરામલ ફાઉન્ડેશન બનાવ્યું છે. સ્વાતિ આ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. આના દ્વારા તેને ઘણા પબ્લિક હેલ્થ કેમપેન ચલાવ્યા છે. આ ફાઉન્ડેશનના ડાયરેક્ટરના રૂપમાં તેમને રૂરલ હેલ્થને લઈને પણ ઘણા કામ કર્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સ્વાતિ પિરામલનું નામ દુનિયાની 25 શક્તિશાળી મહિલાના લિસ્ટમાં સામેલ થયું છે. ખાસ વાત તો એ છે કે તેમનું નામ આ લિસ્ટમાં 8 વખત નોંધાયું છે.

સ્વાતિ પિરામલને તેમના સમાજ સેવાના કામો અને પબ્લિક હેલ્થને લઈને ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતતા ફેલાવવા માટે વર્ષ 2012માં દેશનું પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મશ્રી દ્વારા પણ નવાજવામાં આવ્યા છે.

સ્વાતિ પિરામલે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે પણ કામ કર્યું છે. તે 2010થી 2014 સુધી પીએમના સાયન્ટિફિક કાઉન્સિલ અને કાઉંસિલ ઓફ ટ્રેડની મેમ્બર રહી ચુકી છે. પોતાના કામકાજમાં ઘણી જ વ્યસ્ત રહેવા છતાં પણ સ્વાતિ પિરામલ પોતાના દીકરા આનંદ પિરામલ અને ઈશા અંબાણીનું હંમેશા ધ્યાન રાખે છે.  સ્વાતિ પિરામલનું જીવન ખુબ જ વ્યસ્ત છે. તે છતાં તે પરિવારનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેમનો સ્ટાફ પણ તેમના આ કામ માટે તેમની પ્રસંશા કરે છે.

Uma Thakor

disabled