હ્રતિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાન 12 વર્ષ નાનો બોયફ્રેન્ડને ચોંટી પડી, કિસ કરવા લાગ્યા, આ જોઈને હ્રતિકના હોંશ ઠેકાણે નહિ રહે
બોલિવુડ અભિનેતા હ્રતિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાન આ દિવસોમાં તેના અફેરને લઇને ચર્ચામાં બનેલી છે. સુઝૈન ખાન ટીવી અભિનેતા અલી ગોનીના ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. સુઝૈન અને અર્સલાન ઘણીવાર એકસાથે પાર્ટી કરતા અને ક્વોલિટી સમય વીતાવવા વેકેશન પર જતા સ્પોટ થાય છે. સુઝૈન અને અર્સલાનની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે.
સુઝૈન ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો તેમજ વીડિયો પણ શેર કરતી રહે છે. હાલમાં જ સુઝૈન ખાને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે રોમેન્ટિક થતી નજર આવી રહી છે. સુઝૈન અર્સલાન માટે પોતાનો પ્રેમ પણ જાહેર કરતી વીડિયોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તે વીડિયોમાં અર્સલાનને કિસ કરતી પણ જોવા મળી રહી છે.
સુઝૈન ખાને વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ- મને નથી ખબર કે તને શું બતાવવામાં આવ્યો, પણ સમય વીતતો રહ્યો છે. થેક્યુ સો મચ કેલિફોર્નિયા, અમને અમારુ બેસ્ટ સમર વેકેશન આપવા માટે. કમેન્ટ સેક્શનમાં કિસિંગ ફેસ ઇમોજી પર કમેન્ટ કરતા અર્સલાને લખ્યું, ‘બિયોન્ડ.’ પ્રીતિ ઝિન્ટાએ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી. અભિનેત્રીએ લખ્યું, ‘હું તમને પહેલાથી જ મિસ કરી રહી છું.’
એકતા કપૂર અને અર્સલાનના ભાઈ અલી ગોનીએ પોસ્ટ પર હાર્ટ ઈમોજી કમેન્ટ કરી હતી. પ્રીતિએ આ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની અને સુઝૈનની એક સેલ્ફી શેર કરી હતી. તેણે નાઇટ આઉટની તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે અને સુઝૈન અભય દેઓલ સાથે જોવા મળી હતી. આ પહેલા પ્રીતિએ એક અન્ય ફોટો પણ શેર કર્યો હતો જેમાં તે સુઝૈન, અર્સલાન, તેના પતિ અને સોનાલી સાથે હ્રતિક રોશન પણ જોવા મળ્યો હતો.
View this post on Instagram
જણાવી દઇએ કે, હ્રતિક રોશન અને સુઝૈન ખાનના છૂટાછેડા થઇ ચૂક્યા છે. પરંતુ તે બંને મિત્રો છે અને અવાર નવાર બાળકો સાથે જોવા મળે છે. ત્યાં હ્રતિક આ દિવસોમાં સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંનેને ઘણીવાર એકસાથે ડેટ પર કે પાર્ટીમાં સ્પોટ કરવામાં આવ્યા છે.