દુઃખદ સમાચાર: 47 વર્ષીય સુસ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો, ફેન્સ દુવા માંગવા લાગ્યા, હાલ છે હોસ્પિટલમાં - Chel Chabilo Gujrati

દુઃખદ સમાચાર: 47 વર્ષીય સુસ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો, ફેન્સ દુવા માંગવા લાગ્યા, હાલ છે હોસ્પિટલમાં

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો આવતી રહે છે. જેમાં છેલ્લા થોડા જ સમયમાં કેટલાક અભિનેતાઓ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે.  ત્યારે હાલ એક ખબરે ચાહકોના હોશ ઉડાવી દીધા છે. બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો છે.  જેને લઈને ચાહકો પણ પરેશાન થઇ ગયા છે. સુષ્મિતા સેનને હાર્ટ એટેક હાલમાં નથી આવ્યો પરંતુ થોડા દિવસ  પહેલા આવ્યો હતો, પરંતુ તેની જાણકારી હાલમાં સામે આવી છે.

હાર્ટ એટેક આવવાની ખબર સુષ્મિતાએ જ તેના સોશિયલ મીડિયા દ્વારા આપી છે.  સુષ્મિતાએ લખ્યું છે કે તેણે એન્જીયોપ્લાસ્ટી કરાવી છે. તેણે તેના પ્રિયજનોને સ્વાસ્થ્ય અપડેટ આપ્યું છે અને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે તે એકદમ સ્વસ્થ છે અને ફરીથી જીવન જીવવા માટે તૈયાર છે. ઘણા લોકો તેમની પોસ્ટ જોઈને ચોંકી ગયા છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

તેણે પોસ્ટમાં લખ્યું, “તમારા હૃદયને ખુશ અને હિંમતથી ભરપૂર રાખો અને જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર પડશે ત્યારે તે તમારી સાથે રહેશે શોના, આ શાણપણના શબ્દો મારા પિતાએ કહ્યા હતા. થોડા દિવસો પહેલા મને હાર્ટ એટેક આવ્યો હતો. એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે અને સૌથી અગત્યનું, મારા કાર્ડિયોલોજિસ્ટે મને કહ્યું છે કે મારું દિલ મોટું છે.”

ઘણા લોકોનો આભાર કે જેમણે સમયસર મદદ કરી અને યોગ્ય પગલાં લીધા, હું આ બીજી પોસ્ટમાં કહીશ. આ પોસ્ટ ફક્ત મારા શુભેચ્છકો અને પ્રિયજનોને સારા સમાચાર આપવા માટે છે કે બધું સારું છે અને હું ફરીથી થોડું જીવન જીવવા માટે તૈયાર છું. ગૌહર ખાને સુષ્મિતાની પોસ્ટ પર લખ્યું, તમે કિંમતી છો, પહેલા કરતા વધુ સારી અને મજબૂત અનુભવો છો.

Uma Thakor

disabled