17 વર્ષ નાના બોયફ્રેન્ડે સુસ્મિતા સેનને તરછોડી દીધી? સુષ્મિતા સેનનું ફરી એક વાર થયું બ્રેકઅપ - Chel Chabilo Gujrati

17 વર્ષ નાના બોયફ્રેન્ડે સુસ્મિતા સેનને તરછોડી દીધી? સુષ્મિતા સેનનું ફરી એક વાર થયું બ્રેકઅપ

ફેન્સ ડરી ગયા, કુંવારી સુસ્મિતાનું ફરી થયું બ્રેકઅપ, જુઓ કોની કોની જોડે ચાલ્યું હતું લફરું

આ વર્ષે જ્યાં ટીવીથી લઈને બોલિવૂડ સુધીના સેલેબ્સ તેમના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરી રહ્યા છે ત્યારે વર્ષના અંતે સુષ્મિતા સેને તેના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથેના બ્રેકઅપના સમાચાર પોસ્ટ કર્યા છે. અભિનેત્રી સુષ્મિતા સેન અને તેનો બોયફ્રેન્ડ રોહમન શૉલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

અભિનેત્રી સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ તમામ સવાલોના જવાબ આપ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને પુષ્ટિ કરી છે કે તે હવે રોહમન શૉલ સાથે સંબંધમાં નથી અને બંને હવે ફક્ત મિત્રો છે. અભિનેત્રીએ રોહમન સાથે પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને પોસ્ટના કેપ્શનમાં આ વાતની પુષ્ટિ કરી હતી.

અભિનેત્રીએ લખ્યું હતું કે, “અમારા સંબંધની શરૂઆત મિત્રતાથી થઈ હતી અને અમે હંમેશા મિત્રો રહ્યા છીએ. સંબંધ બહુ જૂનો હતો. પ્રેમ તો રહેશે જ. તેમજ સુષ્મિતા પછી રોહમને પણ તેની આ પોસ્ટ ફરીથી શેર કરીને તેમના અલગ થવાની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે સુષ્મિતા સેન રોહમન સાથે છેલ્લા અઢી વર્ષથી રિલેશનશિપમાં હતી. રોહમન અને સુષ્મિતા વચ્ચે ઉંમરનો 16 વર્ષનો તફાવત છે.

બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા પરંતુ હવે બ્રેકઅપ બાદ રોહમન તેના મિત્રના ઘરે રહેવા જતો રહ્યો છે. 1996માં દસ્તકના શૂટિંગ દરમ્યાન સુષ્મિતા સેન અને વિક્રમ ભટ્ટ વચ્ચે પ્રેમ ખીલ્યો હતો. તે સમયે સુષ્મિતા ઘણી નાની હતી.

તેમજ વિક્રમ ભટ્ટ પહેલેથી જ પરિણીત હતા. બંનેનો સબંધ જેટલો જલ્દી શરૂ થયો તેટલો જ વહેલો તૂટી ગયો હતો. બંને સિમી ગરેવાલના લોકપ્રિય શો રેન્ડેઝવસ વિથ સિમી ગરેવાલમાં પણ સાથે જોવા મળ્યા હતા.  વિક્રમ ભટ્ટે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેને અફસોસ છે કે તેણે સુષ્મિતા સાથે તેની પત્નીને પણ છેતરપિંડી કરી.

એક સમય એવો હતો જ્યારે સુષ્મિતા સેન અને એક્ટર રણદીપ હુડ્ડા એકબીજાના પ્રેમમાં પડતા જોવા મળ્યા હતા. બંનેની મુલાકાત ફિલ્મના સેટ પર થઈ હતી. આ પછી બંને મિત્રો બન્યા અને પછી ધીમે ધીમે પ્રેમમાં પડ્યા. રણદીપ હુડ્ડા અને સુષ્મિતા સેન લગભગ ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા. પરંતુ વાત બની નહિ અને બંને અલગ થઈ ગયા.

સદીઓથી બોલિવૂડ અને ક્રિકેટનો ગાઢ સંબંધ છે. 2013ની આસપાસ સુષ્મિતા સેન પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથે પણ રિલેશનશિપમાં હતી. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે બંને જલ્દી લગ્ન કરી શકે છે. પરંતુ ત્યારબાદ સુષ્મિતા સેને તમામ સમાચારોને અફવા ગણાવીને અમાન્ય ગણાવ્યા હતા.

સુષ્મિતા સેન અને રિતિક ભસીન વચ્ચેના સંબંધો પણ લાઇમલાઇટમાં રહ્યા હતા. તેમના સંબંધો 2015માં શરૂ થયા હતા ત્યારબાદ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને વાત બને તે પહેલા જ તેનો અંત આવી ગયો.

થોડા સમય પહેલા સુષ્મિતા સેન અને મુદસ્સર અઝીઝના બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. એક ઈન્ટરવ્યુ દરમ્યાન મુદસ્સર અઝીઝે તેમના અને સુષ્મિતા સેનના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. મુદસ્સર અઝીઝનું કહેવું છે કે તેમના પરિવારને સંબંધોમાં સમસ્યા હતી. આથી બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

આ બધા સિવાય સુષ્મિતા સેનનું નામ ઇમ્તિયાઝ ખત્રી, સંજય નારંગ અને માનવ મેનન સાથે પણ જોડવામાં આવ્યું છે પરંતુ આ અહેવાલોમાં કેટલું સત્ય છે આ વાત ફક્ત સુષ્મિતા સેન જ કહી શકે છે.

મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી સુષ્મિતાએ 1994માં મિસ યુનિવર્સનો તાજ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. મિસ યુનિવર્સ બન્યા પછી તેણે બોલિવૂડ ફિલ્મોમાં પગ મૂક્યો અને હવે લાંબા બ્રેક પછી આર્યા સાથે તેણે OTT પ્લેટફોર્મ પર જોરદાર વાપસી કરી છે.

સુષ્મિતા સેન અને રોહમન બોલિવૂડના લોકપ્રિય કપલમાંથી એક હતા. બંનેની જોડી અને કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. એટલું જ નહીં સુષ્મિતા અને રોહમન અવારનવાર એકબીજા સાથેના તેમના રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.

સુષ્મિતા સેનના જન્મદિવસ પર રોહમને એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આવી સ્થિતિમાં આ બંનેના અચાનક બ્રેકઅપથી તેમના ચાહકોને મોટો ઝાટકો લાગ્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુષ્મિતા સેન તાજેતરમાં ‘આર્ય 2’માં જોવા મળી હતી. અભિનેત્રીના જોરદાર અભિનયે ચાહકોના દિલ જીતી લીધા હતા.

Live 247 Media

disabled