"દિલ બેચારા"ના સેટ ઉપર કોની પાસે બંધાવી હતી સુશાંતે રાખડી? 7 તસ્વીરો ધૂમ વાઇરલ - Chel Chabilo Gujrati

“દિલ બેચારા”ના સેટ ઉપર કોની પાસે બંધાવી હતી સુશાંતે રાખડી? 7 તસ્વીરો ધૂમ વાઇરલ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત  ભલે  આ દુનિયાને હંમેશા માટે છોડીને ચાલ્યો ગયો હોય, પરંતુ તેની ઘણી જ યાદો આજે પણ આપણી સાથે જોડાયેલી છે. સુશાંત એક એવો અભિનેતા હતો જે લોકોના દિલમાં રાજ કરતો હતો, અને સાથે જ તે સામાન્ય માણસની પણ કદર કરતો હતો.

હાલમાં સોશિયલ મીડિયા ઉપર તેની ઘણી તસવીરો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે તેમાં સુશાંતનો સ્વભાવ અને તે કેવો માણસ હતો તે ચોખ્ખું દેખાઈ આવે છે. અને તેના કારણે જ આજે આખો દેશ સુશાંત માટે ન્યાય માંગવા ઉભો છે.

હાલમાં જ સુશાંતની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં સુશાંત પોતાના કાંડા ઉપર કોઈ પાસે રાખડી બંધાવતો જોવા મળે છે. ઘણા લોકો એમ વિચારતા હતા કે આ સુશાંતની કોઈ સગી બહેન હશે, પરંતુ ના. સુશાંતની ચારેય બહેનોમાંથી કોઈ બહેન નહોતી, તો પછી કોણ હતું જેને સુશાંતને “દિલ બેચારા”ના સેટ ઉપર રાખડી બાંધી હતી.

સુશાંતને “દિલ બેચારા”ના સેટ ઉપ્પર રાખડી બાંધવા વાળી મુકેશ છાબડાંની બહેન મમતા છે. મુકેશ છાબડાંની બહેને એકવાર ફરી રાખડીની એ સુંદર પળોને યાદ કરી છે અને એ તસ્વીર ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. તેને સુશાંતની કેટલીક સુંદર યાદો વાળી બીજી તસવીરો પણ શેર કરી છે.

સુશાંતની આ તસવીરો જોઈએં ચાહકો ખુબ જ ખુશ છે.  જો કે આના પહેલા પણ સુશાંતની સાથે તેમને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેના કેપશનમાં તેમને લખ્યું છે : “મેં મારા રાખડી ભાઈને હવે ખોઈ દીધો. જે મારા માટે ભાઈથી વધારે હતો. હજુ સુધી એ વિશ્વાસ નથી આવી રહ્યો કે તું નથી રહ્યો અને જ્યાં કઈ પણ હોઈશ સારો હોઈશ.

Uma Thakor

disabled