સની દેઓલની પત્ની રિયલ લાઇફમાં છે ઘણી જ ખૂબસુરત, ખૂબસુરતી મામલે આપે છે અભિનેત્રીઓને માત - Chel Chabilo Gujrati

સની દેઓલની પત્ની રિયલ લાઇફમાં છે ઘણી જ ખૂબસુરત, ખૂબસુરતી મામલે આપે છે અભિનેત્રીઓને માત

સની દેઓલની પત્ની ફિલ્મી પાર્ટીઓથી રહે છે દૂર, દેખાવમાં કોઇ હિરોઇનથી કમ નથી ધર્મેંન્દ્રની મોટી વહુ

બોલિવુડની દુનિયામાં પોતાના અભિનયથી આગવી ઓળખ બનાવનાર અભિનેતા સની દેઓલ 65 વર્ષના થઇ ગયા છે. 19 ઓક્ટોબર 1956ના રોજ જન્મેલા સની દેઓલે 1983માં આવેલી ફિલ્મ “બેતાબ”થી બોલિવુડ ડેબ્યુ કર્યુ હતુુ. પોતાના અવાજ અને પર્સનાલિટીથઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે એક ખાસ ઓળખ બનાવી છે. સની દેઓલની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ બંને ખૂબ જ ચર્ચામાં રહી છે. કહેવામાં આવે છે કે સની દેઓલે ફિલ્મોમાં આવ્યા પહેલા જ લગ્ન કરી લીધા હતા. જો કે, તેમના લગ્નની ખબર 1984માં સામે આવી હતી.

વર્ષો બાદ જયારે સનીના લગ્ન વિશે લોકોને જાણ થઇ તો બધા હેરાન રહી ગયા હતા. સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે. પૂજા ફિલ્મી પાર્ટીઓ અને લાઇમલાઇટથી દૂર રહે છે. તે ઘણા ખાસ અવસર પર જ નજર આવે છે. ધર્મેંન્દ્રની મોટી વહુ પૂજા દેઓલ ખૂબસુરતી મામલે કોઇ હિરોઇનોથી કમ નથી. જો કે,તે બોલિવુડ પાર્ટીમાં જવાનું પસંદ નથી કરતી. પૂજા કેટલાક વર્ષ પહેલા દીકરા કરણની ફિલ્મ “પલ પલ દિલ કે પાસ”ના પ્રીમિયરમાં સામેલ થઇ હતી. આ દરમિયાન તેમની ખૂબસુરત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

સની દેઓલ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તે ઘણીવાર પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પંરતુ તેઓ પૂજા સાથે કયારેય તસવીરો શેર નથી કરતા. તેઓ તેમની પર્સનલ લાઇફને પ્રાઇવેટ રાખવી જ પસંદ કરે છે. આ જ કારણ છે કે તેમના લગ્નની ખબર પણ ઘણા સમય બાદ સામે આવી હતી.

પૂજા દેઓલ મૂળરૂપે બ્રિટનની રહેવાસી છે. તેમના પિતા ઇન્ડિયન અને માતા બ્રિટિશ નાગરિક હતા. પૂજાની ખૂબસુરતીના લાખો લોકો દીવાના છે. તેમનુ હુસ્ન ફિલ્મી હસીનાઓને ટક્કર આપે એવું છે. તેઓ એક રાઇટર છે. તેમણે સની દેઓલની ફિલ્મ “યમલા પગલા દીવાના” માટે સ્ક્રીન પ્લે લખ્યો છે. એવું કહેવામાં આવે છે કે, પૂજા દેઓલનો અભ્યાસ લંડનમાં થયો છે. બંનેની પહેલી મુલાકાત લંડનમાં થઇ હતી. ફિલ્મની પરિવારનો ભાગ હોવા છત્તાં પૂજાએ પોતાને ચકાચૌંધથી દૂર રાખી છે.

પૂજા પરિવારને સમય આપે છે અને ઘર સંભાળે છે. બંનેના બે દીકરાઓ છે, કરણ અને રાજવીર. કરણ દેઓલ બોલિવુડમાં ડેબ્યુ કરી ચૂક્યો છે. કેમેરાથી હંમેશઆ દૂર રહેનારી પૂજા દેઓલ રિયલ લાઇફમાં ઘણી ખૂબસુરત છે. પૂજા ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી ઘણી દૂર છે. કહેવામાં આવે છે કે સની દેઓલના લગ્ન એક બિઝનેસ એગ્રીમેન્ટ અંતર્ગત થયા હતા. ધર્મેન્દ્ર ઇચ્છતા ન હતા કે સનીની ડેબ્યુ ફિલ્મ “બેતાબ”ની રીલિઝ પહેલા તેમના લગ્નની ખબર સામે આવે. કારણ કે સનીની રોમેન્ટિક ઇમેજ પર અસર પડી શકતી હતી.

ફિલ્મ બેતાબની રીલિઝ સુધી પૂજા લંડનમાં હતી. તે સમયે સની ઘણીવાર પૂજાને મળવા છૂપી રીતે લંડન જતા હતા. બાદમાં જયારે ન્યુઝ પેપર્સ અને મેગેઝીનમાં સનીના લગ્નની ખબર છપાઇ તો તે સમયે સની દેઓલે આ વાતથી ઇનકાર કરી દીધો. ઇન્ટરનેટ પર સની દેઓલ અને પૂજા દેઓલના લગ્નની એક તસવીર છે. જે યુકે મેગેઝીનના કવર પેજ પર છપાઇ હતી. મેગેઝીનના કવર પેજ પર પબ્લિશ થયેલ વર્ષ 1984 જુલાઇ લખેલુ છે. એટલે કે સની દેઓલના લગ્ન ઘણા પહેલા જ થઇ ગયા હતા.

વર્કફ્રંટની વાત કરીએ તો, સની દેઓલ જલ્દી જ ડાયરેક્ટર અનિલ શર્માની ફિલ્મ “ગદર 2″માં જોવા મળશે. હાલમાં જ સની દેઓલે આ ફિલ્મનું મોશન પોસ્ટર રીલિઝ કર્યુ હતુ. ફિલ્મમાં એકવાર ફરી તેમની હિરોઇન અમીષા પટેલ હશે, આ ઉપરાંત તેમના દીકરાનું પાત્ર અનિલ શર્માનો દીકરો ઉત્કર્ષ નિભાવી રહ્યો છે. આ ફિલ્મ આગળના વર્ષે 2022માં રીલિઝ થશે. આ ઉપરાંત સની દેઓલ 2007માં આવેલી ફિલ્મ “અપને”ની સિક્વલ બનાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મનું શુટિંગ મુંબઇમાં શરૂ થવાનું હતુ. પરંતુ કોરોનાને કારણે તેને રોકવુ પડ્યુ હતુુ. ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માએ જણાવ્યુ કે ધર્મેન્દ્રની ઉંમર જોતા શુટિંગ ન કરવાનો નિર્ણય લીધો હતો.

 

Live 247 Media

disabled