આવી ગંદી બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરતી હતી સંજય દત્તની પત્ની માન્યતા, આ કારણે થયા સંજય સાથે લગ્ન - Chel Chabilo Gujrati

આવી ગંદી બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરતી હતી સંજય દત્તની પત્ની માન્યતા, આ કારણે થયા સંજય સાથે લગ્ન

માન્યતા દત્તએ ફ્લોપ અભિનેતાની ઉપર ચડી ચડીને કિસિંગ સીન આપ્યા હતા,  જુઓ ક્લિક કરીને

અભિનેતા સંજય દત્ત વિષે આપણે સૌ ઘણું બધું જાણીએ છીએ, વળી સંજુ ફિલ્મ દ્વારા તો આપણે જે બાબતો નહોતા જાણતા એ પણ જાણી શક્યા, પરંતુ સંજયની ત્રીજી પત્ની માન્યતા વિશે હજુ આપણે ઘણું ઓછું જાણીએ છીએ.

22 જુલાઈ 1979માં જન્મેલી દિલનવાજ શેખ ઉર્ફે માન્યતાનો જન્મ મુંબઈના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. પરંતુ તેનો ઉછેર દુબઈમાં થયો હતો. દુબઇથી મુંબઈ આવેલી માન્યતા એક સફળ અભિનેત્રી બનવા માંગતી હતી, પરંતુ તેને કોઈ મોટો રોલ મળ્યો નહીં અને તે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવા લાગી.

દીલનવાજ જયારે મુંબઈ આવી ત્યારે તેને પોતાનું નામ સારા રાખ્યું હતું, જો કે કેઆરકેની ફિલ્મ “દેશદ્રોહી” માં સ્ક્રીન ઉપર તેનું નામ માન્યતા કરી દેવામાં આવ્યું.માન્યતાના અંગત જીવન વિષે વાત કરીએ તો તેના લગ્ન મેરાજ ઉર્રરહમાન સાથે થયા હતા. ત્યારબાદ તેના ડિવોર્સ થઇ ગયા. માન્યતા અને સંજય દત્તની મુલાકાત એક કોમેન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. ત્યારબાદ તે બંને એકબીજાને ડેટ કરવા લાગી ગયા હતા અને માન્યતાએ ફિલ્મો છોડવાનું મન બનાવી લીધું હતું,

સંજય દત્ત જાણતો હતો કે માન્યતા 2005માં બી ગ્રેડ ફિલ્મ “લવર્સ લાઈફ અસ”માં કામ કર્યું હતું અને તે તેનાથી ખુશ નહોતી. સંજય પોતે પણ નહોતો ઈચ્છતો કે તે આ પ્રકારની ફિલ્મમોમાં કામ કરે. ત્યારબાદ સંજય દત્તે માન્યતાની આ ફિલ્મના રાઇટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદી લીધા. તે માન્યતાના પ્રેમમાં એટલે સુધી આગળ વધી ગયો હતો કે

તેને માર્કેટમાંથી આ ફિલ્મની સિદી અને ડીવીડી હટાવવા બધી જ તાકાત લગાવી દીધી. એટલું જ નહિ, માન્યતાએ પણ એ સમયે સંજય દત્તનો બહુ જ સારી રીતે સાથ આપ્યો, જ્યારે સંજયને કોઈના સાથની ખરેખર જરૂર હતી. માન્યતા સંજય દત્તના જીવનના સૌથી ખરાબ સમયમાં તેની સાથે ઉભી રહી. જયારે સંજય જેલમાં હતો ત્યારે પણ તે તેને રોજ મળવા જતી હતી.

સંજય દત્તની પત્ની માન્યતાની ઉંમર 41 વર્ષ છે જયારે સંજય દત્તની 61 વર્ષ, બંનેની ઉંમરમાં 20 વર્ષનું અંતર છે. લગ્ન પહેલા માન્યતા ઘણીવાર સંજય દત્તના ઘરે પણ જતી હતી અને ત્યાં પોતાના હાથે જમવાનું બનાવી સંજયને જમાડતી હતી. સંજયે માન્યતા સાથે વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. આ બનેંના લગ્ન ગોવામાં થયા હતા. બંનેએ ગોવામાં 7 ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરી લીધા હતા. 11 ફેબ્રુઆરીના રોજ હિન્દૂ રીતિ રિવાજો પ્રમાણે ફેરા લીધા. બંનેના જોડિયા બાળકો પણ છે. દીકરી ઈકરા અને દીકરો શાહરાન.

સંજય દત્તે માન્યતા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. આ પહેલા સંજયે 1987માં રુચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. તેની એક દીકરી ત્રિશાલા છે જે માન્યતાથી માત્ર 10 વર્ષ નાની છે. રુચાનું બ્રેઈન ટ્યુમરના કારણે મૃત્યુ થઇ ગયું હતું. ત્યારબાદ સંજયે 1998માં રિયા પિલ્લાઈ સાથે લગ્ન કર્યા હતા, જો કે આ બંનેનો સંબંધ લાબું ચાલ્યો નહિ અને વર્ષ 2005માં બનેંના ડિવોર્સ થઇ ગયા હતા.

રિયા સાથેના ડિવોર્સ બાદ સંજય એકલો પડી ગયો હતો. ત્યારબાદ તેનું નામ માધુરી દીક્ષિત સાથે પણ જોડાયું, પરંતુ સંજય જયારે જેલમાં ગયો ત્તયારે માન્યતાએ તેનો ખુબ જ સપોર્ટ કર્યો, માન્યતા સંજયના સુખ દુઃખમાં હંમેશા સાથે રહી છે.

Live 247 Media

disabled