હીરો સુનિલ શેટ્ટીનું રાજકોટમાં ધમાકેદાર એન્ટ્રી, હીરોને જોવા માટે ફેન્સની પડાપડી - Chel Chabilo Gujrati

હીરો સુનિલ શેટ્ટીનું રાજકોટમાં ધમાકેદાર એન્ટ્રી, હીરોને જોવા માટે ફેન્સની પડાપડી

રાજકોટના એક રીચેસ્ટ બિઝનેસમેન ભરતભાઈ ખાચરની ભત્રીજીના મેરેજમાં બૉલીવુડ સુપરસ્ટાર અભિનેતા સુનીલ શેટ્ટી, એક્ટ્રેસ ઉર્મિલા માતોડકર અને ફિલ્મ ડાયરેક્ટર અનિસ બઝમી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સાસણના જગીરા રિસોર્ટ ખાતે યોજાનારા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ભરતભાઈ ખાચરના આમંત્રણને માન આપીને કલાકારો મુંબઈથી ફ્લાઈટમાં રાજકોટ આવ્યા હતાં. પછી તેઓ બાય રોડ સાસણ પહોંચ્યા હતા. જીલુભાઈ ખાચરની પુત્રી ના લગ્નમાં હાજરી આપી સિંહ દર્શન પણ કર્યા હતા.

બોલીવૂડના સુપર હિટ એકત્ર સુનિલ શેટ્ટી આજે બપોરના 12 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા પછી રાજકોટથી સાસણ સફારી પાર્ક જોવા માટે રવાના થયા હતા. આ સમયે સુનિલ શેટ્ટીએ ડગ બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે, મારે ડગ મુદ્દે કાઈ લેવાદેવા નથી, પરંતુ દરેક મા-બાપ, શિક્ષકો અને બાળકોને આવી વસ્તુઓથી દૂર રહેવા સલાહ આપવી જોઈએ.

સુનિલ શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે, હું મેરેજ માટે ગુજરાત આવ્યો છું. મારે હજી સાસણ સફારી પાર્ક પણ જવું છે, જેટલો જલ્દી જઇ શકીશ તેટલી મજા હું રાજકોટની લઇ શકું. આની પહેલા પણ હું રાજકોટ શહેરમાં ઘણીવાર આવી ચૂક્યો છું. જ્યારે પણ રાજકોટ આવું ત્યારે મને ખૂબ જ સારું લાગે છે.

‘હજી તો મારે ગુજરાતી થાળી ખાવી છે, ભૂખ બહુ લાગી છે. બોલિવૂડમાં ડ્રગ્સનું દૂષણ ઘૂસી ગયું છે તે મામલે મારે કંઇ લેવાદેવા નથી. સુનિલ શેટ્ટી રાજકોટ એરપોર્ટ પર આવવાનો હોય ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ સુનિલ શેટ્ટી સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. સુનિલ શેટ્ટી સાથે તેમના પરિવારજનો આવ્યા હતા.

અભિનેતા જુનાગઢ નજીક સાસણમાં ગીર સફારીની મુલાકાત દરમ્યાન સિંહ પરિવારને જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. સાસણના ડેડકીયાળી જંગલમાં 2 સિંહ અને 3 સિંહણોના દર્શન કર્યા બાદ તેઓ સાસણ નજીક આવેલ એક રિસોર્ટ ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા.

અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયા પર ગુજરાત દોરા પર પોતે કરેલા સિંહ દર્શનના વિડીયો શેર કર્યા હતા. જેમાં ગીરનું ઘરેણું એવા સિંહને જોઈ તેઓએ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. બોલીવુડના સુપર હિટ અભિનેતા સુનિલ શેટ્ટી અને ઉર્મિલા માતાેઁડકર આજે સવારે મુંબઈથી હવાઈ માર્ગે રાજકોટ આવ્યા હતા અને થોડીવારમાં જ સાસણ જવા રવાના થઇ ગયા હતા. સાસણમાં આવેલા એક ફેમસ રિસોર્ટ ખાતે રાજકોટના અગ્રણી ભરતભાઈ ખાચરની ભત્રીજીના લ પ્રસંગે હાજરી આપવા આ બંને સેલિબ્રિટી આવી છે. આજે રાત્રે સાસણ રોકાયા બાદ કાલે ફરી રાજકોટ આવશે અને બપોરની લાઈટમાં મુંબઈ જવા રવાના થશે.

 

admins

disabled