મેકઅપ કર્યા વગર સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી સુહાના ખાન, ચાહકો બોલ્યા- મોસમ ભી સુહાના - Chel Chabilo Gujrati

મેકઅપ કર્યા વગર સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી સુહાના ખાન, ચાહકો બોલ્યા- મોસમ ભી સુહાના

સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલ તેમની ફિલ્મ પઠાણને લઇને ઘણા ચર્ચામાં છે. પઠાણ તેના ઓપનિંગ ડે પર બોલિવુડ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ દાખલ કરાવી ચૂકી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના મામલે સુનામી લાવી દીધી છે. પઠાણનો ખુમાર લોકોના માથા પર ચઢી બોલી રહ્યો છે. આ વચ્ચે શાહરૂખ ખાનની લાડલી પણ ઘણી ચર્ચામાં છે. કિંગ ખાનની જેમ તેની દીકરી સુહાના ખાન પણ આજકાલ ઘણી હેડલાઈન્સમાં રહેવા લાગી છે.

જ્યારે તેનો પાર્ટી લુક ચાહકોના દિમાગ પર હજી પણ છવાયેલો છે, ત્યાં તેનો નો મેકઅપ લુક ચર્ચાનો વિષય બન્યો છે. સુહાના ખાનનો એરપોર્ટ લુક હાલમાં ચર્ચામાં આવ્યો છે. સુહાના થોડા સમય પહેલા પેપરાજીના કેમેરામાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન તે પેપરાજી માટે પોઝ આપતી પણ જોવા મળી હતી. સુહાના ખાન ગ્રે ક્રોપ ટોપ અને ટ્રાઉઝરમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. આ આઉટફિટ સાથે તેનો લાઇટ મેકઅપ લુક ખૂબ જ લોકપ્રિય બની ગયો.

આ દિવસોમાં ઈન્ડસ્ટ્રીમાં મેકઅપ અને નો મેકઅપ લુકની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ લિસ્ટમાં સુહાના ખાનનો લુક પણ હેડલાઇન્સમાં આવ્યો. એરપોર્ટ પર સુહાના ખાનના લુક સિવાય તેની સ્માઈલની પણ ચર્ચા થઈ હતી. એક ચાહકે વીડિયો પર લખ્યું, મૌસમ ભી સુહાના કર દિયા. જ્યારે બીજાએ લખ્યું, તે મીડિયાને જોઈને હંમેશા હસતી રહે છે. આ સિવાય ચાહકોએ હાર્ટ અને ફાયર ઇમોજી શેર કર્યા છે, જે દર્શાવે છે કે ચાહકો તેમને કેટલો પ્રેમ કરે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સુહાના ખાન અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અને બોની કપૂરની પુત્રી તેમજ જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર સાથે નેટફ્લિક્સ ફિલ્મ ધ આર્ચીઝ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આ સિવાય વેદાંગ રૈના પણ ઝોયા અખ્તરની ફિલ્મમાં જોવા મળશે. જણાવી દઇએ કે, શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાને ફિલ્મ પઠાણની સફળતાને લઈને એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.

સુહાના ખાને પૂજા દદલાનીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી, જેમાં ‘પઠાણ’ના કલેક્શન વિશે માહિતી છે. ફિલ્મના પોસ્ટરની સાથે લખવામાં આવ્યું છે કે, ‘હિન્દી સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ. પઠાણ ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન પ્રથમ દિવસે 106 કરોડ રૂપિયા. આ પોસ્ટને શેર કરતા સુહાનાએ કેપ્શનમાં ઇમોશનલ ઈમોજી બનાવ્યું.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

આ રીતે સુહાનાએ સંકેત આપ્યો કે પિતા શાહરૂખની આ સફળતાથી તે ખૂબ જ ભાવુક થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાને ચાર વર્ષના લાંબા અંતરાલ પછી ફિલ્મ પઠાણથી સિલ્વર સ્ક્રીન પર જોરદાર કમબેક કર્યું છે. આ સ્પાય થ્રિલર ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ, આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયા પણ છે. રસપ્રદ વાત એ છે કે સલમાન ખાને ‘પઠાણ’માં કેમિયો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Live 247 Media

disabled