પૈસાદાર બાપની લાડલીઓ અનન્યા પાંડેએ પોતાની બેસ્ટફ્રેન્ડ સુહાના ખાન અને શનાયા સાથે કરી મનભરીને મસ્તી, યુઝર્સ બોલ્યા, પૈસા હોય તો બધું જ થાય - Chel Chabilo Gujrati

પૈસાદાર બાપની લાડલીઓ અનન્યા પાંડેએ પોતાની બેસ્ટફ્રેન્ડ સુહાના ખાન અને શનાયા સાથે કરી મનભરીને મસ્તી, યુઝર્સ બોલ્યા, પૈસા હોય તો બધું જ થાય

બોલીવુડના કલાકારોની જેમ તેઓના બાળકો પણ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. બોલીવુડના સ્ટારકિડ્સ જેવા કે સુહાના ખાન, અનન્યા પાંડે, શનાયા કપૂર અને ખુશી કપૂર બાળપણથી જ એક બીજાના ખાસ મિત્રો છે. તેઓ અવાર નવાર સાથે વેકેશન પર જાય છે અને પાર્ટી કે ઇવેન્ટમાં પણ આ સ્ટાર કિડ્સની ટુકડી સાથે જોવા મળે છે.

એવામાં એકવાર ફરીથી આ સ્ટારકિડ્સ સાથે જોવા મળ્યા હતા અને તેઓએ કેમેરા સામે શાનદાર પોઝ પણ આપ્યા હતા અને પોતાની મિત્રતાની ઉજવણી કરી હતી.શનિવારની રાતે તેઓ બાંદ્રાના એક રેસ્ટોરેન્ટમાં ડિનર ડેટ માટે સ્પોટ થઇ હતી.

સોશિયલ મીડિયા પર પણ તેઓની આ તસવીરો વાયરલ થઇ રહી છે. વિરલ ભયાની દ્વારા તેનો વીડિયો પણ સેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સુહાના અને અનન્યા એકસાથે ગાડીમાંથી ઉતરે છે તો તેના અમુક સમય પછી શનાયા કપૂર પણ આવે છે. તસવીરમાં શનાયાએ વ્હાઇટ ડ્રેસ, સુહાના ખાને વ્હાઇટ ટોપ અને પેન્ટ પહેર્યું છે જ્યારે અનન્યાએ પર્પલ ડ્રેસ પહેરી રાખ્યો છે.અમુક સમય પછી ખુશી કપૂર પણ પાર્ટીમાં આવે છે. કારકિર્દીની વાત કરીએ તો અનન્યાની ફિલ્મ ગેહરાઈયા અમુક સમય પહેલા જ રિલીઝ થઇ છે અને શનાયા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી શકે તેમ છે.

જુઓ વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Uma Thakor

disabled