ખુબ જ સ્ટાઈલિશ દેખાય છે આ 8 બૉલીવુડ અભિનેત્રીઓની માં, અમુકના આજે પણ છે કરોડો ફેન્સ - Chel Chabilo Gujrati

ખુબ જ સ્ટાઈલિશ દેખાય છે આ 8 બૉલીવુડ અભિનેત્રીઓની માં, અમુકના આજે પણ છે કરોડો ફેન્સ

8 માં દીકરીની જોડી દેખાય છે ખુબ સુંદર….જુઓ તસ્વીરો

બોલીવુડના કલાકારોની લાઇફસ્ટાઇલ વિશે તો દરેક કોઈ જાણતું જ હશે, પણ તેઓના પરિવાર વિશેની લોકોને ખુબ ઓછી જાણ હશે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ પોતે તો સ્ટાઈલિશ છે જ પણ તેઓની માં પણ સ્ટાઇલ અને ફેશનની બાબતમાં  પોતાની દીકરીઓથી કમ નથી.

1. ટ્વીન્કલ ખન્ના-ડિમ્પલ કપાડિયા:
બોલીવુડના ખિલાડી એવા અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્ના તો સ્ટાઈલિશ છે જ પણ તેની માં ડિમ્પલ કપાડિયા આ ઉંમરે પણ સ્ટાઈલની બાબતમાં કમ નથી.

2. ઈશા દેઓલ-હેમા માલિની:
પોતાના જમાનાની સુંદર અભિનેત્રી હેમા માલિનીની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે. હેમા માલિની ની દીકરી ઈશા દેઓલ બંન્ને એકબિજાની કાર્બન કોપી જ લાગે છે.

3. કરિશ્મા,કરીના કપૂર- બબીતા:
બબીતા પોતાના જમાનાની ખુબ સફળ અભિનેત્રી રહી છે. આજે તેની બંન્ને દીકરીઓ કરિશ્મા-કરીના પણ સફળ અભિનેત્રી બની ચુકી છે. ત્રણે માં દીકરીઓ ખુબ જ સુંદર છે.

4. કોંકણા સેન-અપર્ણા સેન:
ખુબ જ સુંદર દેખાતી અભિનેત્રી કોંકણા સેનની માં ની વાત કરીએ તો તે પણ કઈ પોતાની દીકરીથી કમ નથી. અપર્ણા સેન ખુબ જ સ્ટાઈલિશ છે અને ફિલ્મ ડાયરેક્ટર છે.

5. આલયા ફર્નીચરવાલા-પૂજા બેદી:
પૂજા બેદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. તેને આમિર ખાન સાથેની ફિલ્મ જો જીતા વહી સિકંદર દ્વારા વધારે યાદ કરવામાં આવે છે. તેની દીકરી આલયા પણ બોલીવુડમાં નામ બનાવી રહી છે.

6. સોહા અલી ખાન શર્મિલા ટૈગોર:
ખુબ જ સુંદર  દેખાતી પટૌડી ખાનદાનની દીકરી સોહા અલી ખાન અને તેની માં શર્મિલા ટૈગોર એકદમ સ્ટાઈલિશ છે અને એકબીજાની કાર્બન કોપી છે.

7. સોનાક્ષી સિંહા-પૂનમ સિંહા:
સોનાક્ષી સિંહાના આજે કરોડો ચાહકો બની ગયા છે. સોનાક્ષી ની માં પૂનમ સિંહા પણ એભિનેત્રી રહી ચુકી છે.

8. ઉર્વશી રૌતેલા-મીરા સિંહ:
બોલીવુડની હોટ અભિનેત્રી ઉર્વશી રૈતેલા આજે જાણીતું નામ બની ચુકી છે. તેની માં મીરા સિંહ પણ દીકરીની જેમ ખુબ જ સ્ટાઈલિશ છે અને મોર્ડન વિચારો વાળી છે.

yc.naresh

disabled