કિંગ ખાનની દીકરીને શેની હવા છે? એરપોર્ટ પર કરી બેઠી એવી હરકત કે લોકો બોલ્યા- એટિટ્યુડ તો જો - Chel Chabilo Gujrati

કિંગ ખાનની દીકરીને શેની હવા છે? એરપોર્ટ પર કરી બેઠી એવી હરકત કે લોકો બોલ્યા- એટિટ્યુડ તો જો

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બોલિવુડના ફેમસ અને સ્ટાઇલિશ સ્ટાર કિડ્સમાંની એક છે. સુહાના જલ્દી જ ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી ડેબ્યુ કરવાની છે. આ વાતમાં કોઇ શક નથી કે તેની પહેલી ફિલ્મને લઇને તે ઘણી એક્સાઇટેડ છે.આ ફિલ્મથી અમિતાભ બચ્ચનનો નાતી અગસ્ત્ય નંદા અને શ્રીદેવી-બોની કપૂરની દીકરી ખુશી કપૂર પણ ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 2023માં નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે.

જો કે, આ બધા વચ્ચે સુહાના ખાનનો એક વીડિયો આ દિવસોમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને તેને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. સુહાના ખાન હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે ટી-શર્ટ, હૂડી અને પેન્ટ પહેર્યું હતું અને માસ્ક પણ કેરી કર્યુ હતું. ફોટોગ્રાફર્સ ‘સુહાનાજી…સુહાનાજી’ કરતાં હતા, પણ તેણે એકવાર પણ કેમેરા સામે જોયું નહિ. આને જોઇ લોકો કહી રહ્યા છે કે સુહાનામાં ઘણો એટિટ્યૂડ છે. સુહાનાના આ દરમિયાનના ઘણા ફોટો પણ સામે આવ્યા છે.

જો કે, વીડિયોમાં સુહાનાના એટિટયૂડ સિવાય બીજુ કંઇ પણ જોવા મળ્યુ હતુ. શાહરૂખની દીકરીને જોઈને સુહાનાના પાછળના કેટલાક છોકરાઓ હસવા લાગે છે અને મજાક કરવા લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સુહાના ખાન આગળ ચાલી રહી છે જ્યારે કેટલાક છોકરાઓ પાછળ છે. જ્યારે સુહાના પાછળ જુએ છે અને જુએ છે કે તે શરમાઈ જાય છે. સુહાના ખાનના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે,

જો કે સ્ટારકિડને જોયા બાદ કેટલાક લોકોને છોકરાઓનું વર્તન પસંદ નથી આવી રહ્યું. સુહાના ખાનના આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર ઘણા લોકોએ કમેન્ટ કરી પૂછ્યું- છોકરાઓ કેમ મોઢું છુપાવે છે. એક યુઝરે લખ્યું, ‘પાછળનો છોકરો કેમ શરમાઈ ગયો ? અન્ય યુઝરે લખ્યું, ‘પાછળ જુઓ.’

એ જ રીતે અન્ય એક યુઝરે લખ્યું, ‘જ્યારે તેણે પાછળ જોયું તો છોકરાઓ શરમાતા હતા.’ જો કે, આ દરમિયાન એક યુઝરે લખ્યું, ‘તે છોકરાઓ કેવા પ્રકારનું વર્તન કરે છે? એરપોર્ટ પર સેલેબની દીકરીને આટલી સુરક્ષા હોવા છતાં આવું થઈ રહ્યું છે. અમે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે મહિલાઓ અને છોકરીઓ રસ્તા પર સુરક્ષિત રહેશે?’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled