નાગાર્જુનથી લઈને પવન કુમાર સુધી આ 7 અભિનેતાઓ વારંવાર ખાધા પ્રેમના સોગંધ, કરી ચુક્યા છે કેટલાય લગ્નો - Chel Chabilo Gujrati

નાગાર્જુનથી લઈને પવન કુમાર સુધી આ 7 અભિનેતાઓ વારંવાર ખાધા પ્રેમના સોગંધ, કરી ચુક્યા છે કેટલાય લગ્નો

ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી જગ્યા છે જ્યાં પ્રેમ થવો, લગ્ન થવો અને ડિવોર્સ થવા સૌ સામાન્ય બાબત ગણવામાં આવે છે, સમાચારમાં અવારનવાર કલાકારોના અફેર અને બ્રેકઅપની ખબરો આવતી જ રહેતી હોય છે, ઘણા કલાકારોના લગ્ન બાદ ડિવોર્સ અને પાછા લગ્ન અને અફેર થવાની પણ ઘણી જ ખબરો સાંભળવા માટે છે. માત્ર બોલીવુડમાં જ આવું નથી, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ આવું છે. આજે અમે તમને સાઉથના કેટલાક સુપરસ્ટારના જીવન વિશે જણાવીશું જેમને પ્રેમમાં સોગંધ પણ લીધા, લગ્ન પણ કર્યા અને પછી ડિવોર્સ કરી અને લગ્ન કર્યા, કેટલાક અભિનેતાઓએ તો એક બેથી પણ વધારે લગ્નો કર્યા છે.

નાગાર્જુન:

સાઉથમાં સુપરસ્ટાર માનવામાં આવતા અભિનેતા નાગાર્જુને પણ બે વાર લગ્ન કર્યા છે, તેની પહેલી પત્ની લક્ષ્મી દુગ્ગુબાતી હતી તો બીજીવાર નાગાર્જુને અભિનેત્રી આમલા સાથે લગ્ન કર્યા છે.

કમલ હસન:


સાઉથની સાથે હિન્દી ફિલ્મોમાં પણ નામ કમાઈ ચૂકેલા અભિનેતા કમલ હસનના જીવનમાં પણ ત્રણ મહિલાઓ આવી ગઈ છે. કમલે પહેલા લગ્ન 24 વર્ષની ઉંમરે વાણી ગણપતિ સાથે કર્યા હતા ત્યારબાદ બીજા લગ્ન અભિનેત્રી સારિકા સાથે કર્યા હતા. સારિકા સાથે ડિવોર્સ બાદ કમલ ગૌતમી સાથે રહેવા લાગ્યો પરંતુ બંનેએ લગ્ન કર્યા નહોતો, પરંતુ બંને 13 વર્ષ સુધી સાથે રહ્યા બાદ અલગ થઇ ગયા.

પવન કલ્યાણ:

અભિનેતા પવન કલ્યાણે પણ ત્રણ લગ્નો કર્યા છે. તેને પહેલા લગ્ન નંદની સાથે કર્યા હતા, ત્યારબાદ બીજા લગ્ન રેણુ દેસાઈ સાથે કર્યા અને ત્રીજા લગ્ન રશિયન મોડેલ અને અભિનેત્રી લેન્જવા સાથે કર્યા.

પ્રકાશ રાજ:


અભિનેતા પ્રકાશ સાઉથ ઉપરાંત આજે બોલીવુડનું પણ એક મોટું નામ બની ગયું છે. તેને પહેલા લગ્ન અભિનેત્રી લીલીટ કુમારી સાથે કર્યા હતા, ત્યારબાદ તેને પોતાનાથી પણ નાની ઉંમરની કોરિયોગ્રાફર પોની વર્મા સાથે લગ્ન કરી લીધા.

જેમિની ગણેશન:


તામિલ અભિનેતા જેમિની ગણેશને પણ 4 લગ્ન કર્યા છે. તેને પહેલા લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરે પહેલા લગ્ન આલમેલુ સાથે કર્યા હતા, બીજા લગ્ન સાવિત્રી સાથે, ત્રીજા લગ્ન તેલુગુ અદાકારી પુષ્પાવેલ્લી સાથે કર્યા, અને ચોથા લગ્ન જુલિયાના સાથે કર્યા.

યુવન રાજા શંકર:


યુવન રજા શંકરે પણ ત્રણ લગ્નો કર્યા છે. તેને પહેલા લગ્ન સુજાય ચંદ્રન સાથે, બીજા લગ્ન શિલ્પા મોહન અને ત્રીજા લગ્ન ઝફરુની નિશા સાથે કર્યા.

એમ કરુણાનિધિ:


તમિલ ફિલ્મો ઉપરાંત રાજકારણ ક્ષેત્રે પણ એમ કરુણાનિધિનું નામ ખુબ જ મોટું રહ્યું છે.તેમને પણ તેમના જીવનકાળ દરમિયાન 3 લગ્નો કર્યા છે. જેમાં પહેલી પત્ની પદ્માવતી અમ્માલા, બીજી પત્ની દયાલુ અમ્માલા અને ત્રીજી પત્ની રજાતિ અમ્માલા હતી. વર્ષ 2018માં એમ કરુણાનિધિનું અવસાન થઇ ગયું.

admins

disabled