દુઃખદ સમાચાર : સિદ્ધાર્થ શુક્લા પછી આ સેલિબ્રિટીના અચાનક નિધનથી ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ, ચોંકાવનારો ખુલાસો - Chel Chabilo Gujrati

દુઃખદ સમાચાર : સિદ્ધાર્થ શુક્લા પછી આ સેલિબ્રિટીના અચાનક નિધનથી ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ, ચોંકાવનારો ખુલાસો

દુઃખદ સમાચાર : સિદ્ધાર્થ શુક્લા પછી આ સેલિબ્રિટીના અચાનક નિધનથી ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ, થોડા મહિનાઓ પહેલા થયું હતું મૃત્યુ

મનોરંજન ઇન્ડસ્ટ્રીથી ઘણા સમયથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા સમય પહેલા ટીવી ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા અને બિગબોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયુ હતુ. તેમના ચાહકો તો હજી પણ તેમના નિધનને ભૂલાવી શક્યા નથી ત્યાં વધુ એક જાણિતી અભિનેત્રીનું 40 વર્ષની ઉંમરે નિધન થયુ છે. સાઉથ અભિનેત્રી ઉમા મહેશ્વરીનું રવિવારના રોજ નિધન થઇ ગયુ હતુ.

મેટ્ટી ઓલી નામના એક સાઉથ શોથી અચાનક જ ફેમસ થનાર સુંદર અભિનેત્રી ઉમા મહેશ્વરીનું ગઈકાલે એકાએક નિધન થયું. આ અભિનેત્રી 40 વર્ષની હતી અને ગંભીર બીમારી સામે લડી રહી હતી. તેણીના પરિવારમા ફક્ત તેના પતિ મુરુગન છે, જે એક પશુ ચિકિત્સક છે. ઘણા સાઉથના કલાકારોએ સોશિયલ મીડિયા પર ઉમાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ ઉમા મહેશ્વરી ખૂબ જ લાંબા સમયથી અસ્વસ્થ હતી અને મૃત્યુના થોડા સમય પહેલા જ એકાએક જમીન પર પડી ગઈ હતી.ત્યારે હાલ ઉમાની માતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી શાંતિ વિલિયમ્સે ઉમાના નિધન બાદ આ ઘટના વિશે ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

શાંતિએ આ અભિનેત્રીના અવસાન પર કહ્યું છે કે, “અભિનેત્રી ઉમા માહેશ્વરી મારા માટે એક બેટીની જેમ જ હતી. તેણીના મૃત્યુ વિશે જાણીને હું પોતે જ શોક થઈ ગઈ હતી. મને નથી ખબર કે ગોડ આટલી ઓછી ઉંમરમાં લોકોને કેમ ઉપર લઈ જાય છે. જ્યારે આપણે આવી વસ્તુઓ થતા જોઈએ છીએ તો ઈશ્વરના અસ્તિત્વ પર શંકા થવા લાગે છે.

એક્ટ્રેસ ચિત્રા કહેલું છે કે મહિના પહેલા જ અમને છોડની જતી રહી અને અમે આ ઘટનાને ભૂલી પણ નથી શક્યા અને તે વચ્ચે અચાનક ઉમા પણ જતી રહી છે.” એવું પણ કહેવામાં આવ્યું છે કે હિરોઈન છેલ્લા ઘણા મહિનાઓથી રોગ કમળાથી પીડાતી હતી અને તેની સારવાર ચાલી રહી હતી, પણ તાજેતરમાં તે તેનાથી સંપૂર્ણપણે સાજી થઈ ગઈ હતી.

જોકે, તેને ફરી કમળો થયો હતો, જેની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. આ અભિનેત્રીના કેરિયરના પ્રોજેક્ટ્સ વિશે વાત કરતા, તે Manjal Magimai અને Oru Kadhaiyin Kadhai નામના શોમાં જોવા મળી હતી. આ હિરોઈન એ તમિલ અને મલયાલમ ફિલ્મો જેમ કે Vetri Kodi Kattu (2000), Ee Bhargavi Nilayam, Alli Arjuna (2002) અને Unnai Ninaithu'(2002) માં પણ અભિનય કર્યો હતો.

ઉમા મહેશ્વરી ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે ઘણી તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે. ઉમા મહેશ્વરી 40 વર્ષની હતી અને તેના લગ્ન પણ થઇ ચૂક્યા હતા. તેના પરિવારમાં માત્ર તેનો પતિ જ છે.

admins

disabled