હેન્ડસમ પૈસાદાર પુરુષ સાથે આ હિરોઈન પરણી ગઈ, યુઝર્સ બોલ્યા આ ભાઈ ભારે નસીબદર છે, રોજ રાત્રે ખુબ મજા કરશે - Chel Chabilo Gujrati

હેન્ડસમ પૈસાદાર પુરુષ સાથે આ હિરોઈન પરણી ગઈ, યુઝર્સ બોલ્યા આ ભાઈ ભારે નસીબદર છે, રોજ રાત્રે ખુબ મજા કરશે

ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખરે કેટલાક દિવસ પહેલા જ સાઉથની જાણીતી અભિનેત્રી મહાલક્ષ્મી સાથે લગ્ન કર્યા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દુલ્હનની સુંદરતા ચર્ચાનો વિષય બની ગઈ છે. રવિન્દ્ર ચંદ્રશેખર અને અભિનેત્રી મહાલક્ષ્મીના લગ્ન ઘણા જ ચર્ચામાં રહ્યા હતા. બંનેએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા ફર્યા હતા. અભિનેત્રીએ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે તેના પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. લગ્ન બાદ તેણે પોતાની પહેલી પોસ્ટ ફેન્સ સાથે શેર કરી હતી,

જેમાં તેણે લખ્યું હતું કે, પ્રેમ સંપૂર્ણ હોવો જરૂરી નથી, તે માત્ર સાચો હોવો જોઈએ. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે તમે મારા જીવનને તમારા પ્રેમથી ભરી દીધું છે. લવ યુ અમ્મુ.’ જણાવી દઈએ કે અભિનેત્રીના આ બીજા લગ્ન છે. મહાલક્ષ્મીએ પહેલા વર્ષ 2019માં અનિલ સાથે લગ્ન કર્યા હતા. તેને પહેલા લગ્નથી એક પુત્ર છે. બંનેને એકસાથે મન મેળ ન આવતા બંને અલગ થઈ ગયા અને એપ્રિલ 2021માં તેણે ઇન્સ્ટાગ્રામ પર રવિંદર ચંદ્રશેખર સાથેના રિલેશનની જાહેરાત કરી હતી.

જે બાદ હાલમાં જ કેટલાક દિવસો પહેલા તેણે ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી અને લોકોએ આ તસવીરો પર જોરદાર પ્રતિક્રિયા પણ આપી હતી. કેટલાક લોકોએ કપલને અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે ઘણા લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે અભિનેત્રીએ અચાનક લગ્ન કરી લીધા. બંનેની જોડીને લઈને ઘણા લોકો આશ્ચર્યમાં પણ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેની મુલાકાત ‘વિદિયુમ વરઈ કથિરુ’ દરમિયાન થઈ હતી. અહીંથી બંનેની નિકટતા વધી. તમને જણાવી દઈએ કે મહાલક્ષ્મી ‘વાણી રાની’, ‘ચેલ્લામય’, ‘ઓફિસ’, ‘અરસી’, ‘થિરુ મંગલમ’, ‘યામિરુક્કા બાયમેન’ અને કેલાડી કનમની જેવી સીરિયલ્સમાં જોવા મળી છે.

ત્યાં રવિન્દ્ર ચંદ્રશેખરે ‘નાલનમ નંદિનિયમ’, ‘સુટ્ટા કઢાઈ’, ‘નત્પુના એન્નાનુ થેરીયુમા’ અને ‘મુરુંગકાઈ ચિપ્સ’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. જણાવી દઇએ કે, મહાલક્ષ્મીએ વર્ષ 2022માં ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે તમિલ ફિલ્મ ‘મુન્નારીવન’માં કામ કર્યું હતું. આ ફિલ્મ રવિંદર ચંદ્રશેખરે જ પ્રોડ્યુસ કરી હતી.

Live 247 Media

disabled