આ દિગ્ગજ સાઉથ એક્ટરની પત્નીનું થયુ 43 વર્ષની ઉંમરે નિધન, ખાવામાં અચાનક એવું થયું કે મોત આંબી ગયું - Chel Chabilo Gujrati

આ દિગ્ગજ સાઉથ એક્ટરની પત્નીનું થયુ 43 વર્ષની ઉંમરે નિધન, ખાવામાં અચાનક એવું થયું કે મોત આંબી ગયું

બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે પછી સાઉથ ઇન્ડસ્ટ્રી છેલ્લા ઘણા સમયથી ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીને લાગે છે કે કોઇની નજર લાગી ગઇ છે. એક બાદ એક મોતના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ સાઉથ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ ખરાબ સમાચાર સામે આવ્યા. ખબર છે કે અભિનેતા ભરત કલ્યાણની પત્ની પ્રિયદર્શિનીનું નિધન થયું છે.

43 વર્ષીય પ્રિયદર્શિનીએ સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા.તે થોડા અઠવાડિયાથી કોમામાં હતી. એવું કહેવાય છે કે થોડા મહિના પહેલા તેણે પેલિયો ડાયટની કોશિશ કરી હતી અને ખાવાની આદતોમાં અચાનક ફેરફારને કારણે બ્લડ સુગરમાં ભારે વધારો થયો હતો જે તેના મોતનું કારણ કહેવાય છે.તેઓ તેમની પાછળ પતિ, એક પુત્ર અને એક પુત્રીને છોડી ગયા છે.

ત્રણ મહિના પહેલા જ્યારે પ્રિયદર્શીનીને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે તેની હાલત નાજુક હતી.પાછળથી તે કોમામાં જતી રહી અને ક્યારેય ભાનમાં આવી નહીં. દક્ષિણ અભિનેતા ભરત કલ્યાણ સ્વર્ગસ્થ કન્નડ, તેલુગુ, તમિલ અભિનેતા કલ્યાણ કુમારનો પુત્ર છે. જો કે તેણે સિનેમામાં અભિનયની શરૂઆત કરી હતી,

તેમ છતાં તે ટેલિવિઝન અભિનેતા તરીકે ખ્યાતિ મેળવ્યો હતો. તેની સિરિયલોમાં અપૂર્વ રાગંગલ, વંશમ અને જમીલાનો સમાવેશ થાય છે, જે હાલમાં કલર્સ ટીવી પર પ્રસારિત થાય છે.

Live 247 Media

disabled