ખુશખબરી: આ હસીનાએ બિકીનીમાં દેખાડ્યો બેબી બમ્પ, બચ્ચું આવવાનું છે જલ્દી જ

દેસી ગર્લ પ્રિયંકા ચોપરાની જેઠાણી અને હૉલીવુડ અભિનેત્રી સોફી ટર્નર તાજેતરના દિવસોમાં પોતાના ગર્ભાવસ્થાના દિવસોને એન્જોય કરી રહી છે. સોફી 18 મહિનામાં બીજી વખત માં બનવા જઈ રહી છે.  જો કે હજી સુધી સોફી અને તેના પતિ જો  જોનસ દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી નથી.

પણ તાજેતરમાં જ સોફીની પતિ સાથેની અમુક તસવીરો સામે આવી છે અને તેમાં સોફીનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે. સામે આવેલી તસવીરો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સોફી બીજી વાર માં બનવા જઈ રહી છે.

સામે આવેલી તસવીરોમાં સોફી પતિ સાથે સમુદ્રના કિનારે મસ્તી કરતી જોવા મળી છે. જેમાં સોફીએ ટ્રેન્ડી ટુ-પીસ બિકી સ્વિમસૂટ પહેરી રાખ્યું છે અને સનગ્લાસ પણ પહેર્યા છે. આ સ્વિમસૂટમાં સોફીનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જો સાથેની બોન્ડિંગ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. બંને સમુદ્રની લહેરો વચ્ચે મનભરીને રજાઓ માણતા દેખાઈ રહ્યા છે.

બીજી વાર ગર્ભવતી હોવાની ખબર ત્યારે સામે આવી જ્યારે સોફી ગ્રીન ડ્રેસ પહેરીને પતિ અને દીકરી સાથે લંચ ડેટ પર પહોંચી હતી. આ ડ્રેસમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, જેના પછી લોકોએ અનુમાન લગાવ્યું કે સોફી જલ્દી જ બીજા બાળકને જન્મ આપશે.જો કે પહેલી ગર્ભાવસ્થાની  જાણકારી પણ સોફીએ દર્શકોને આપી ન હતી. સોફીની દીકરી વિલાનો જન્મ 12 જુલાઈ 2020 ના રોજ થયો હતો.

પ્રિયંકા અને સોફી વચ્ચે ખુબ સારી એવી બોન્ડિંગ છે.સોફી પ્રિયંકા કરતા ઉંમરમાં 14 વર્ષ નાની છે. 26 વર્ષની સોફી એક અભિનેત્રી છે.સોફી ગેમ ઓફ થ્રોન્સ, Another Me, Barely Lethal, X-Men: Apocalypse, Josie જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને ઘણા એવોર્ડ્સ પોતાના નામે કરી ચુકી છે. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પણ અમુક સમય પહેલા સેરોગેસી દ્વારા માતા પિતા બન્યા છે. હાલ તેઓ પોતાના બાળક સાથે સમય વિતાવી રહ્યા છે.

disabled