"તારક મહેતા"ની જૂની સોનુ સાથે જોવા મળતો આ મિસ્ટ્રી બોય આખરે છે કોણ, પોતે અભિનેત્રીએ આ વાત પર તોડી ચુપ્પી - Chel Chabilo Gujrati

“તારક મહેતા”ની જૂની સોનુ સાથે જોવા મળતો આ મિસ્ટ્રી બોય આખરે છે કોણ, પોતે અભિનેત્રીએ આ વાત પર તોડી ચુપ્પી

સોનુનું આની જોડે ચક્કર ચાલી રહ્યું છે? આખરે ખબર પડી જ ગઈ કે સોનુની બિકીની વાળી તસવીરો અને વીડિયો કોણ ખેંચી રહ્યું હતું

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દર્શકોએ તો શોની ટપુ સેનાને મોટી થતી જોઇ છે. આ શોના દરેક કલાકારો ફેમસ છે. શોના દર્શકોએ દરેક કલાકારોને ઘણા પ્રેમ આપ્યો છે. આ ઉપરાંત દર્શકોની ફેવરેટ ટપુ સેના છે અને ટપુ સેના વિશે તેઓ ઘણુ જાણવા પણ માંગતા હોય છે. ત્યારે ટપુ સેનામાં ટપુ અને સોનુનુ પાત્ર નિભાવતા કલાકારો બદલાઇ પણ ચૂક્યા છે.

ટપુ સેનામાં હાલ સોનુનું પાત્ર પલક સિધવાની નિભાવી રહી છે, આ પહેલા સોનુનું પાત્ર નિધિ ભાનુશાળીએ નિભાવ્યુ હતુ, જેને પણ દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. સોનુ ઉર્ફે નિધિ ભાનુશાલી તેના હોટ અવતારથી સોશિયલ મીડિયા પર ફેન્સને દીવાના બનાવે છે.

નિધિ ભાનુશાળી તેની સ્ટાઈલ અને બોલ્ડ તસવીરો માટે ફેમસ છે. સોનુ ઉર્ફે નિધિ પણ ખૂબ જ સુંદર છે, પરંતુ આ દિવસોમાં લોકોનું ધ્યાન તેની સુંદરતા કરતાં તેની તસવીરમાં દેખાતા છોકરા પર વધારે છે. નિધિ ભાનુશાળી અવારનવાર ઈન્ટરનેટ પર મિસ્ટ્રી બોય સાથેના ફોટા શેર કરે છે. આ ફોટા જોયા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ નિધિનો બોયફ્રેન્ડ છે.

અભિનેત્રીએ થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં આ અંગે મૌન તોડ્યું હતુ. નિધિ ભાનુશાળી સાથે જે મિસ્ટ્રી બોય જોવા મળે છે તેનું નામ ઋષિ અરોરા છે. નિધિ ભાનુશાળીએ ઇટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઋષિને ડેટ નથી કરી રહી પરંતુ તે તેનો વર્ક પાર્ટનર છે. નિધિ ભાનુશાળીએ કહ્યું કે ડેટિંગ જ બધું નથી. હું ઋષિ સાથે ખૂબ જ સુસંગત છું. હું મારું આખું જીવન તેની સાથે શેર કરી શકું છું.

નિધિ ભાનુશાળીએ તેના બોયફ્રેન્ડ વિશે કહ્યું કે તે મારો મિત્ર છે અને મારી પાસે ઘણું છે. આ માટે મારે કોઈને બોયફ્રેન્ડ તરીકે રાખવાની જરૂર નથી. નિધિ ભાનુશાળી ટીવીની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ રહી ચૂકી છે. નિધિ ભાનુશાળીના બોલ્ડ ફોટા જોયા બાદ ફેન્સ કોમેન્ટમાં તેના ઘણા વખાણ કરે છે.

નિધિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના ચાહકો સાથે તેની ટ્રિપની તસવીરો અને બીજી બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો શેર કરતી રહે છે. નિધિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 8 લાખથી વધારે ફોલોઅર્સ છે અને તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી.

Live 247 Media

disabled