“પ્યાર કા પંચનામા” ફેમ આ અભિનેત્રી એરપોર્ટ પર પેંટ પહેર્યા વગર જ નીકળી પડી, ફેન્સ બોલ્યા પેન્ટ ક્યાં ભૂલી ગઈ?

પેંટ પહેર્યા વગર મુંબઇ એરપોર્ટ પર પહોંચી સોનાલી સહગલ, તસવીરો જોઇ ચાહકો રહી ગયા હેરાન

બોલિવુડ સ્ટાર્સ ઘણીવાર તેમની ફેશન સેંસને કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યાં તેમના ચાહકો તેમની ફેશન સ્ટાઇલને ફોલો પણ કરે છે. પરંતુ ઘણીવાર એવું બની જાય કે અતરંગી ફેશન સેંસને કારણે તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાઇ જતા હોય છે. આવું જ કંઇક થયુ ફિલ્મ “પ્યાર કા પંચનામા”માં કામ કરી ચૂકેલી અભિનેચ્રી સોનાલી સહગલ સાથે. ફિલ્મ “પ્યાર કા પંચનામા” અભિનેત્રી સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેને હાલમાં જ પેપરાજી દ્વારા મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાનની તેની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં  તેનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે.  સોનાલીએ એક એવો ડ્રેસ પહેર્યો છે, જેનો લુક ઘણો બોલ્ડ લાગી રહ્યો છે. સોનાલી સહગલ મુંબઇ એરપોર્ટ પર શર્ટ પહેરીને પહોંચી હતી. આ દરમિયાન તેણે લોન્ગ બુટ કેરી કર્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગઇ હતી. જણાવી દઇએ કે, સોનાલી બોલિવુડની જાણિતી અભિનેત્રી છે.

એક પૂર્વ સેના અધિકારીના ઘરમાં જન્મ લેનારી સોનાલી સહગલે કોલકાતાના ભવાનીપુર કોલેજથી BA ઇંગ્લિશ ઓનર્સ કર્યુ છે. સોનાલીના કરિયરની વાત કરીએ તો, તેણે બોલિવુડ ફિલ્મ “પ્યાર કા પંચનામા”થી તેના કરિયરની શરૂઆત કરી હતી.આ ફિલ્મથી અભિનેતા કાર્તિક આર્યને પણ ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ 2011માં આવી હતી. તે બાદ તે  પ્યાર કા પંચનામા 2, સોનૂ કે ટીટુ કી સ્વીટી અને હાઇજેકમાં નજર આવી હતી. સોનાલીની છેલ્લી ફિલ્મ જય મમ્મી દી હતી, જેમાં તે સની સિંહના અપોઝિટ નજર આવી હતી.

સોનાલી સહગલે ફિલ્મોમાં તેના કરિયરની શરૂઆત કર્યા પહેા મોડલિગની દુનિયામાં નસીબ અજમાવ્યુ હતુ. તે ઘણીવાર તેની હોટ તસવીરો અને ફેશન સેંસને કારણે ચર્ચામાં રહેતી હોય છે. સોનાલીના કિલર અને હોટ લુકના ચાહકો દીવાના છે. તેની તસવીરોને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે. સોનાલી સની લિયોન સાથે વેબ સીરીઝ અનામિકમાં પણ જોવા મળી હતી. આ વેબ સીરીઝ સાથે જોડાવું સોનાલીનું ઘણુ દિલચસ્પ હતુ, કારણ કે સોનાલીનું પાત્ર ઘણુ ખાસ હતુ. 10 એપિસોડની આ સીરીઝની શુટિંગ મુંબઇમાં થઇ હતી. અનામિક એમએક્સ પ્લેયર પર રીલીઝ થઇ હતી.

સોનાલીએ એક સમયે મીડિયા સામે પોતાના સાથે થયેલ એક દર્દનાક કિસ્સો શેર કર્યો હતો, જેને સાંભળી એ વાત સામે આવી હતી કે મહિલાઓ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવુ અને કામ હાંસિલ કરવુ ઘણુ કઠિન કામ છે. બોલિવુડ લાઇફની ખબર અનુસાર સોનાલીએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યુ કે, તેને આજે પણ એ કિસ્સો યાદ કરી રડવું આવી જાય છે.

સોનાલીએ ઇન્ટરવ્યુમાં વાત કરતા જણાવ્યુ કે, કેટલાક સમય પહેલા જયારે તે એક ફિલ્મ માટે ઓડિશન આપવા પહોંચી ત્યારે ડાયરેક્ટરે તેના શરીરમાં કેટલાક આપત્તિજનક બદલાવ કરવાની ડિમાંદ કરી દીધી, જેને સાંભળ્યા બાદ તેને તરત જ રડવાનું આવી ગયુ હતુ. તેણે કહ્યુ, તે એક જાણિતા કાસ્ટિંગ ડાયરેક્ટર પાસે ફિલ્મની કાસ્ટિંગ માટે ગઇ હતી. તે આ ફિલ્મ મેળવવા ઘણી એક્સાઇટેડ હતી.

સોનાલીએ કહ્યુ, મેં એ ફિલ્મ માટે ઘણી તૈયારી કરી હતી, મને  પોતાના પર કોન્ફિડન્સ હતો કે હું આ રોલને  હાંસિલ કરી લઇશ. પરંતુ જયારે  હું આ ડાયરેક્ટરને મળી તો તેણે મારી બોડીમાં ઘણા અનનેચરલ ચેન્જની ડિમાન્ડ કરી. મેં આગળના દિવસે જ આ ફિલ્મ કરવાની ના કહી દીધી. જો કે, આ વાતથી હું ઘણી દુખી થઇ હતી.

disabled