ઇમરાન હાશમીની આ અભિનેત્રીએ નવા વર્ષના પહેલા જ દિવસે સોશિયલ મીડિયા લીધુ માથે, શેર કરી બિકિનીમાં હસીન તસવીર

કાળી રંગની બિકીનીમાં લોકોએ એવી ધારી ધારીને જોઈ કે તસવીરો કાગળ પર હોત તો ફાટી જાત..

બોલિવુડમાં ફિલ્મ “જન્નત”થી પોતાની આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી સોનલ ચૌહાણે નવા વર્ષના પહેલા દિવસે વર્ષ 2022ની પહેલી તસવીર શેર કરી છે. બોલિવૂડ ફિલ્મોથી લઈને સાઉથની ફિલ્મોમાં પોતાનો જુસ્સો દેખાડનાર સોનલ ચૌહાણે આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. અભિનેત્રીનો ખૂબસૂરત લુક જોયા બાદ તેના ચાહકોનો દિવસ બની ગયો છે. તસવીરમાં સોનલ ચૌહાણ બીચ પર બેઠેલી જોવા મળી રહી છે. સોનલ ચૌહાણ બિકીમાં બેસી સૂર્યપ્રકાશની મજા લેતી જોવા મળી રહી છે. અભિનેત્રીને બ્લેક બિકીમાં જોઈને તેના પર જ નજર અટકી જશે. તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું છે કે નવી શરૂઆતના જાદુને અપનાવી રહી છું.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ ચૌહાણ બોલિવૂડથી દૂર રહે છે અને તેના સોશિયલ મીડિયા દ્વારા હેડલાઇન્સમાં રહે છે. સોનલ ચૌહાણે પોતાના કરિયરની શરૂઆત હિમેશ રેશમિયાની ફિલ્મ આપ કા સુરૂરથી કરી હતી. આ પછી તેણે ફિલ્મ ‘જન્નત’માં ઈમરાન હાશ્મી સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મમાં સોનલ ચૌહાણ લીડ રોલમાં હતી. ‘જન્નત’માં ઈમરાન હાશ્મી અને સોનલ ચૌહાણની કેમેસ્ટ્રી લોકોને ગમી.આ ફિલ્મ સુપરહિટ થઈ અને સોનલ ચૌહાણને ઓળખ મળી.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

‘જન્નત’ની સફળતા બાદ એવું માનવામાં આવતું હતું કે તે બોલિવૂડમાં લાંબી ઇનિંગ્સ રમશે, પરંતુ એવું થયું નહીં. સોનલ ચૌહાણને બોલિવૂડમાં વધુ ફિલ્મો ન મળી, ત્યાર બાદ તે સાઉથની ફિલ્મો તરફ વળ્યો. નવાઈની વાત એ છે કે ઘણી ફિલ્મો ન કરવા છતાં સોનલ ચૌહાણની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. તે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકો સાથે જોડાણ જાળવી રાખે છે. બોલિવૂડ અને સાઉથની ફિલ્મો સિવાય સોનલ ચૌહાણ વેબસીરીઝમાં પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

થોડા સમય પહેલા ભાગ્ય શ્રીના દીકરા અભિમન્યુ દાસાની સાથે તેના અફેરની ખબર આવી હતી. સોનલ ફિલ્મોથી વધારે મેગેઝીનમાં નજરે આવી ચુકી છે. સોનલ પહેલી વાર હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરુર’ માં નજરે આવી હતી. જાણવી દઈએ કે, સોનલ પહેલી ભારતીય છે જે મિસ વર્લ્ડ ટુરિઝમ 2005માં એવોર્ડથી નવાજવામાં આવી છે. 2008માં તેને જન્નત માટે ફિલ્મ ફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. આ બાદતે રેનબો, બુઢા હોગા તેરા બાપ, પહેલા સિતારા અને થ્રિડી સહીત અન્ય ફિલ્મોમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

ઇમરાન હાશ્મીની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી સોનલ ચૌહાણની પહેલી ફિલ્મ ‘ જન્નત’ હિટ તો ગઈ હતી. સોનલની પહેલી હિટ ફિલ્મ જોઈને લાગી રહ્યું હતું કે, સોનલ બી ટાઉનની સારી એક્ટ્રેસ બનશે પરંતુ એવું કંઈ થયું ના હતું. સોનલ ચૌહાણએ અમિતાભ બચ્ચન સાથે કામ કરવા છતાં પણ તે ફ્લોપ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

‘જન્નત’ની જાણીતી એક્ટ્રેસ સોનલ ચૌહાણનો જન્મ 16 મે, 1987ના રોજ આગ્રામાં થયો હતો. સોનલ ઉત્તરપ્રદેશના રાજપૂત શાહી પરિવારમાંથી આવે છે. સોનલની પરવરિશ દિલ્હીમાં થઇ, તથા તેણે નોયડા ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ દિલ્હીના ગાર્ગી કોલેજથી ફિલોસ્પીમાં ગ્રેજ્યુએશન કર્યું. સોનલને પત્રકાર બનવું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ ચૌહાણ ઇન્સ્ટાગ્રામ પર આજે કોઇ સેંસેશની કમ નથી. સોનલ તેની ખૂબસુરત અને દિલકશ અદાઓથી ઘણીવાર ચાહકોના હોંશ ઉડાવતી રહે છે. એકવાર ફરી સોનલે તેના બોલ્ડ અવતારથી તહેલકો મચાવી દીધો છે. સોનલ ચૌહાણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. વર્ષ 2008માં રીલિઝ થયેલી ફિલ્મ “જન્નત”થી હિટ થયેલ સોનલ ચૌહાણનો લુક લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. સોનલના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે.

disabled