શું સલમાન ખાનના ભાઇ સોહેલ ખાનના લગ્ન તૂટવાનું કારણ છે આ બોલિવુડની ખૂબસુરત હસીના ? બંને વચ્ચે ઇલુ ઇલુ….
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના પરિવારમાં વધુ એક છૂટાછેડા થવા જઈ રહ્યા છે. અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના છૂટાછેડા બાદ હવે સલમાનના બીજા ભાઈ સોહેલ ખાન પણ છૂટાછેડા લઇ રહ્યા છે. સોહેલ ખાન અને પત્ની સીમા ખાન લગ્નના 24 વર્ષ પછી એકબીજાથી અલગ થવા જઈ રહ્યા છે. 24 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે.
ગત દિવસે સોહેલ અને સીમા ફેમિલી કોર્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. ત્યારથી આ વાતે વેગ પકડ્યો છે કે બંનેએ છૂટાછેડા માટે અરજી કરી છે. આ કપલનું નામ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે એક અભિનેત્રીનું નામ સામે આવ્યું છે. તે અભિનેત્રી છે હુમા કુરેશી.
પરિણીત હોવા છતાં સોહેલ ખાનનું નામ બોલિવૂડ અભિનેત્રી સાથે જોડાયું હતું. આ બંને રોજ સ્પોટ થતા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, લગ્નના ઘણા વર્ષો પછી સોહેલ ખાનનું નામ અચાનક બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી સાથે જોડાવા લાગ્યું હતું. સોહેલ ખાન અને હુમા કુરેશીના અફેરના સમાચારે બોલિવૂડના કોરિડોરમાં ખળભળાટ મચાવી દીધો હતો.
View this post on Instagram
ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અફેરના સમાચારથી સીમા ખાન ખૂબ જ દુખી છે અને તેના કારણે બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. સીમા ખાન લાંબા સમયથી સોહેલ સાથે રહેતી ન હતી. સોહેલ અને સીમા વચ્ચેના સંબંધોનું સત્ય ત્યારે લોકો સામે આવ્યું જ્યારે નેટફ્લિક્સનો શો ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ રીલિઝ થયો.
View this post on Instagram
આ શોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સોહેલ અને સીમા અલગ રહે છે. હુમા કુરેશી સેલિબ્રિટી ક્રિકેટ લીગ દરમિયાન સોહલે ખાનને મળી હતી. હુમાને સોહેલની ક્રિકેટ ટીમ મુંબઈ હીરોઝની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. હુમા કુરેશી અને સોહેલ ખાનને જોતા જ દરેક જગ્યાએ ચર્ચાઓ થવા લાગી.
View this post on Instagram
જ્યારે હુમાને એક ઈન્ટરવ્યુમાં સોહેલ વિશે પૂછવામાં આવ્યું તો તેણે સોહેલ ખાનને પોતાનો ભાઈ ગણાવ્યો. જો કે, હુમા કુરેશીએ સોહેલ સાથેના અફેરના સમાચારને બકવાસ અને ખોટા ગણાવ્યા હતા. આ પહેલા વર્ષ 2017માં પણ એવા સમાચાર આવ્યા હતા કે કપલ છૂટાછેડા લેવા જઈ રહ્યું છે. સોહેલ ખાન પહેલી નજરમાં જ સીમાના પ્રેમમાં પડી ગયો હતો.
View this post on Instagram
બંનેએ લગ્ન કરવાનું વિચાર્યું પરંતુ બંનેના પરિવારજનો તેની વિરુદ્ધ હતા, પરંતુ કોઈની પણ પરવા કર્યા વગર સોહેલ અને સીમાએ વર્ષ 1998માં લગ્ન કરી લીધા હતા. સીમાનો પરિવાર આ લગ્નથી ખુશ નહોતો પરંતુ બાદમાં પરિવારે સોહેલ ખાન અને સીમા ખાન વચ્ચેના સંબંધોને મંજૂરી આપી દીધી હતી.
View this post on Instagram