પુષ્પા ફિલ્મમાં "મેં ઝુકેગા નહિ" કહેનારો અલ્લુ અર્જુન પણ ઘરમાં આ સ્ત્રી સામે ઝૂકી જાય છે, ખુબ જ ગ્લેમરસ છે તેની પત્ની, તસવીરો જોઈને હક્કાબક્કા રહી જશો - Chel Chabilo Gujrati

પુષ્પા ફિલ્મમાં “મેં ઝુકેગા નહિ” કહેનારો અલ્લુ અર્જુન પણ ઘરમાં આ સ્ત્રી સામે ઝૂકી જાય છે, ખુબ જ ગ્લેમરસ છે તેની પત્ની, તસવીરો જોઈને હક્કાબક્કા રહી જશો

આખા બોલીવુડની હીરોઇનો પુષ્પની અસલી પત્ની સામે ફેલ છે, જુઓ બ્યુટીફૂલ ફોટો

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાઉથ સિનેમાનો ટોપ એક્ટર છે. અલ્લુ આ દિવસોમાં તેની ફિલ્મ ‘પુષ્પા’ને લઈને સતત ચર્ચામાં છે. પુષ્પામાં અભિનેતાના શાનદાર અભિનયએ સૌના દિલ જીતી લીધા છે. તમે અલ્લુ અર્જુનને પડદા પર ઘણી અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરતા જોયા હશે, પરંતુ આજે અમે તમને અલ્લુ અર્જુનના રિયલ લાઈફ પાર્ટનર એટલે કે તેની પત્ની સ્નેહા રેડ્ડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતે લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે.

અલ્લુ અર્જુને 6 માર્ચ 2016ના રોજ હૈદરાબાદ શહેરમાં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. આજે અલ્લુ અને સ્નેહા બે સુંદર બાળકોના માતા-પિતા છે. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા જોવામાં ખૂબ જ સુંદર છે. સ્નેહા ગ્લેમરસની બાબતમાં બોલિવૂડ અભિનેત્રીથી  જરા પણ કમ નથી.

પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા સુંદર હોવાની સાથે બુદ્ધિશાળી પણ છે, તેણે અમેરિકામાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. સ્નેહાએ કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી છે અને તેના પિતા હૈદરાબાદના જાણીતા બિઝનેસમેન છે.

એક રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી એક મિત્રના લગ્ન દરમિયાન મળ્યા હતા. જ્યાં અલ્લુ અર્જુનને સ્નેહાને જોઈને પહેલી નજરમાં જ તેના પ્રેમ થઈ ગયો હતો. અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા સુંદરતાના મામલામાં બોલિવૂડ અભિનેત્રી કે મોડલથી ઓછી નથી. સ્નેહા એક સફળ બિઝનેસ વુમન પણ છે.

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પણ ‘પુષ્પા’ કમાણીના મામલામાં ઘણી આગળ નીકળી ગઈ છે. દરેક જગ્યાએ આ ફિલ્મની ચર્ચાઓ થઈ રહી છે. અલ્લુ અર્જુનની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું.  “વિજેતા” ફિલ્મથી બાળ કલાકાર તરીકે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર અલ્લુ અર્જુન પોતાની અંગત જિંદગીને લાઈમલાઈટથી દૂર રાખે છે.

Uma Thakor

disabled