સામંથા રૂથ પ્રભુને થઇ મોટી ખતરનાક બીમારી, હોસ્પિટલથી સામે આવી અભિનેત્રીની તસવીર, ફેન્સ રડવા લાગ્યા - Chel Chabilo Gujrati

સામંથા રૂથ પ્રભુને થઇ મોટી ખતરનાક બીમારી, હોસ્પિટલથી સામે આવી અભિનેત્રીની તસવીર, ફેન્સ રડવા લાગ્યા

સાઉથની સૌથી સંસ્કારી હિરોઈન તડપી રહી છે આ મોટી ખતરનાક બીમારીથી, ફેન્સ રડવા લાગ્યા

ઘણીવાર એક સેલિબ્રિટીને પોતાની હેલ્થથી આગળ પોતાના કામને રાખવું પડે છે. આજની ડિજીટલ દુનિયામાં બધા પોતાના અચીવમેન્ટ વિશે વાત કરે છે. પરંતુ પોતાની ખામીઓને છુપાવીને રાખે છે. એવામાં કેટલાક સેલેબ્સ છે જે પરેશાનીઓ કે મુશકેલીઓનો સામનો કરે છે અને ચાહકોને પણ આ વિશે જણાવે છે. આવી જ એક અભિનેત્રી છે સામંથા રૂથ પ્રભુ. સામંથા છેલ્લા કેટલાક સમયથી પોતાની હેલ્થને લઇને સ્ટ્રગલ કરી રહી છે.

હવે તેણે એક તસવીર શેર કરી જણાવ્યુ કે તે માયોસિટિસ નામની એક ઓટોઇમ્યૂન કંડીશનથી ઝઝૂમી રહી છે. સોશિયલ મીડિયા પર પોતાની બ્રેવ પોસ્ટ શેર કરી સામંથાએ પોતાની કમજોર સાઇડને ચાહકો સામે રાખી છે. તસવીરમાં તેને સોફા પર બેઠેલી જોઇ શકાય છે. તેના હાથમાં આઇવી ડ્રિપ લાગેલી છે. તેની સામે એક માઇક અને સામે ટીવી પર યશોદાનું ટ્રેલર ચાલી રહ્યુ છે. સામંથા પોતાના હાથથી હાર્ટ શેપ બનાવી રહી છે. તેણે તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યુ છે- યશોદા ટ્રેલર માટે તમારી પ્રતિક્રિયા જબરદસ્ત હતી.આ પ્રેમ અને કનેક્શન છે.

જે હું તમારા બધા સાથે શેર કરુ છુ. આ જ મને જીવનમાં આવનાર અંતહીન પરેશાનીઓ સામે નિપટવાની તાકાત આપે છે. કેટલાક મહિના પહેલા મને માયોસિટિસ નામની એક ઓટોઇમ્યુન કંડીશન ડાયગ્નોસ કરવામાં આવી હતી, હું આમાં સુધાર આવ્યા બાદ આને શેર કરવાની ઉમ્મીદ કરી રહી છું, પરંતુ મને લાગે છે કે આમાં થોડો વધારે સમય લાગશે, હું ધીરે ધીરે મહેસૂસ કરી રહી છું કે આપણે હંમેશા આપણી મજબૂત સાઇડ રાખવાની જરૂરત નથી. આ કમજોરીને સ્વીકાર કરવી કંઇક એવી છે કે જેમાં અત્યારે પણ સંઘર્ષ કરી રહી છું.

સામંથા જણાવે છે કે ડોક્ટરોને વિશ્વાસ છે કે હું જલ્દી પૂરી રીતે ઠીક થઇ જઇશ. ફિઝિકલી અને ઇમોશનલી મારા કેટલાક દિવસ સારા અને ખરાબ રહ્યા છે. મને લાગે છે કે હું વધુ એક દિવસ સંભલી નથી શકતી પરંતુ કોઇ રીતે તે પળ વીતી જાય છે. મને લાગે છે કે આનો મતલબ માત્ર એ જ છે કે હું ઠીક થવાની વધુ એક દિવસ નજીક આવી છું. આઇ લવ યુ…આ પણ વીતી જશે. સામંથાની આ પોસ્ટ પર સેલેબ્સ અને ચાહકો તેને હિંમત આપી રહ્યા છે.

કિયારા અડવાણી, જાહ્નવી કપૂર સહિત સામંથાના એક્સ પતિના ભાઇ અખિલ અક્કિનેકીએ પણ સામંથાને ઘણો પ્રેમ આપ્યો છે. પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ યશોદામાં નજર આવવાની છે. આ ફિલ્મ સાથે અભિનેત્રી ફરી દર્શકોને લુભાવવા માટે પૂરી તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર કેટલાક દિવસ પહેલા જ આવ્યુ છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ અને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિંદીમાં 11 નવેમ્બરે રીલિઝ થશે.

Live 247 Media

disabled