મોટી ખુશખબરી: બંને ન્યુ કપલ એરપોર્ટ પર થયા સ્પોટ, કેવી ક્યૂટ જોડી છે યાર.... - Chel Chabilo Gujrati

મોટી ખુશખબરી: બંને ન્યુ કપલ એરપોર્ટ પર થયા સ્પોટ, કેવી ક્યૂટ જોડી છે યાર….

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેર, રાજસ્થાનના સૂર્યગઢ પેલેસમાં તેમના લગ્ન થયા હતા. આ અવસર પર બંનેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો તેમજ સંબંધીઓ હાજર રહ્યા હતા. એક રીપોર્ટ અનુસાર, તેમના દિલ્લી પહોંચવાથી લઇને રિસેપ્શન સુધી બધી જ ખબર સામે આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ઉજવણી ટૂંક સમયમાં સમાપ્ત થવાની નથી. કહેવામાં આવી રહ્યું છે કે કપલ બે રિસેપ્શન કરશે. આમાંથી એક દિલ્હીમાં અને બીજું મુંબઈમાં હશે.

અહેવાલો અનુસાર, વરરાજા અને દુલ્હન જેસલમેરથી સીધા જ એક ખાનગી જેટમાં દિલ્હી જશે, જે સિદ્ધાર્થ મલ્હોત્રાનું પૈતૃક ઘર છે. અહીં 9 ફેબ્રુઆરીએ કપલનું રિસેપ્શન યોજાશે અને બંને 10 ફેબ્રુઆરીએ મુંબઈ પરત ફરશે. અગાઉ કેટલાક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં એક કપલનું રિસેપ્શન હશે, જેમાં બોલિવૂડ સેલેબ્સ અને મીડિયાના લોકો હાજરી આપશે. ફિલ્મ ‘શેરશાહ’માં અધૂરી રહી ગયેલી આ કપલની લવસ્ટોરી હવે નવા તબક્કામાં પહોંચી છે.

સિદ્ધાર્થ અને કિયારાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા અને હવે બંને પતિ-પત્ની બની ગયા છે. લગ્ન બાદ કપલના ફોટા જોવા માટે સૌ આતુર હતા અને આ રાહ પણ સ્ટાર્સે પૂરી કરી હતી. સિદ્ધાર્થ અને કિયારાએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને જબરદસ્ત હલચલ મચાવી દીધી. તસવીરોમાં વર-કન્યા ખૂબ જ સુંદર અને ખુશ દેખાઈ રહ્યાં છે. આ જોડીને જોઇને એવું કહેવાનું ચોક્કસથી મન થઇ જાય કે આ જોડીને કોઇની નજર ના લાગે!

કિયારા અડવાણીએ લગ્નના દિવસે ગુલાબી રંગનો લહેંગા પહેર્યો હતો. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગોલ્ડન રંગની શેરવાની પહેરી હતી. બંનેનો દેખાવ એકદમ કિલર લાગી રહ્યો હતો. એક રિપોર્ટમાં સૂર્યગઢ પેલેસના સ્ટાફને ટાંકીને લખવામાં આવ્યું છે કે, લગ્ન દરમિયાન મનીષ મલ્હોત્રા, કરણ જોહર અને શાહિદ કપૂર હાજર રહ્યા હતા. કરણ જોહરે જાનમાં જોરદાર ડાન્સ કર્યો હતો. લગ્નની જાનમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ દુલ્હન સાથે ખૂબ ડાન્સ કર્યો હતો.

આ વ્યક્તિએ એ પણ જણાવ્યું કે લગ્ન દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રાએ બે પાઘડી બદલી હતી. જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની વિધિ જેસલમેરમાં 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. 5મી ફેબ્રુઆરીએ તેમની મહેંદી થઈ, 6ઠ્ઠી ફેબ્રુઆરીએ મહેમાનોનું સ્વાગત લંચ અને રાત્રે સંગીત સેરેમની યોજાઇ. કિયારાની હલ્દી વિધિ 7 ફેબ્રુઆરીએ સવારે થઈ હતી અને કપલે બપોરે લગ્ન કર્યા હતા.

Live 247 Media

disabled