પતિને છોડીને બંન્ને બાળકો સાથે આ આલીશાન ઘરમાં રહે છે 39 વર્ષની શ્વેતા તિવારી, અંદરથી દેખાય છે કંઈક આવું - Chel Chabilo Gujrati

પતિને છોડીને બંન્ને બાળકો સાથે આ આલીશાન ઘરમાં રહે છે 39 વર્ષની શ્વેતા તિવારી, અંદરથી દેખાય છે કંઈક આવું

વાહ જિંદગી હોય તો આવી, મહેલ જેવું ઘર છે- જુઓ અંદરનો નઝારો

અનલોક થતા જ ટીવી અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીનું કામકાજ ધીમે ધીમે રાબેતામુજબ શરૂ થઇ રહ્યું છે. જો કે લોકડાઉનમાં કલાકારો પોત પોતાના ઘરોમાં હતા અને અવનવા વિડીયો અને તસ્વીરો શેર કરીને ચાહકો સાથે જોડાયેલા રહેતા હતા. આ વચ્ચે ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીના ઘરની પણ તસ્વીરો સામે હતી.

શ્વેતા પોતાના બંન્ને બાળકો સાથે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં પોતાના આલીશાન ઘરમાં રહે છે. અનલોક થતા શ્વેતાએ પોતાની સીરિયટલ ‘મેરે ડેડ કી દુલ્હન’ની શૂટિંગ શરૂ કરી દીધી છે. આજે અમે તમને શ્વેતાના આલીશાન ઘર સાથે રૂબરૂ કરાવશું.

શ્વેતાએ પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે કર્યા હતા, બંન્નેની એક દીકરી પલક ચૌધરી પણ છે જે સુંદરતાની બાબતમાં અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. રાજા સાથેથી છૂટાછેડા લીધા પછી શ્વેતાએ અભીવન કોહલી સાથે બીજી વાર લગ્ન કર્યા હતા અને બંન્નેનો દીકરો રેયાંશ છે.

શ્વેતાએ અભિનવ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો જેના પછી તેન ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી શ્વેતા પોતાના બંન્ને બાળકો સાથે આ આલીશાન ઘરમાં રહે છે અને એકલી જ બાળકોને સંભાળી રહી છે.

શ્વેતાએ પોતાના ઘરને ખુબ સારી રીતે સજાવ્યું છે, તેણે પોતાના ઘરમાં લાકડાની ઘણી કલાકૃતિ કરાવી રાખી છે.

હરિયાળીને ધ્યાનમાં રાખતા શ્વેતાએ પોતાના ઘરમાં ઘણા લીલા છોડ પણ રાખેલા છે. તેના ઘરમાં ઘણા હાથથી બનેલા લેમ્પ્સ છે અને દીવાલોને અનેક પેંટિંગથી સુશોભિત કરેલી છે.

શ્વેતાના ઘરમાં ખુબ મોટો હોલ છે જેમાં ગોલ્ડન કલરનું શાનદાર પાર્ટીશન લગાવેલું છે. આ સિવાય હોલમા એક મોટી કાચની અલમારી પણ છે જેમાં તેણે પોતાની કાર્કિર્દીના દરેક એવોર્ડ્સને સંભાળીને રાખ્યા છે.

તેણે પોતાના બેડરૂમનું ફર્નિચર ખુબ સામાન્ય રાખ્યું છે અને બેડની બાજુમાં જ લેમ્પ લગાવી રાખ્યો છે.

શ્વેતા જ્યારે માત્ર 21 વર્ષની હતી ત્યારે પહેલી વાર માં બની હતી, અને પલક ચૌધરીનો જન્મ થયો હતો. વર્ષ 2009 માં લગ્નના 9  વર્ષ પછી શ્વેતાએ રાજા સાથે છૂટાછેડા લીધા હતા, અને તેના છ વર્ષ પછી અભિનવ કોહલી સાથે વર્ષ 2013 માં બીજીવાર લગ્ન કર્યા હતા.

શ્વેતા તિવારીને એકતા કપૂરનો લોકપ્રિય શો ‘કસૌટી ઝીંદગી કી’ માટે યાદ કરવામાં આવે છે. શ્વેતાએ નાગિન, સજન રે જૂઠ મત બોલો, પરવરીશ, બાલવીર જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

હાલ શ્વેતા મેરે ડેડ કી દુલ્હનની શૂટિંગમાં વ્યસ્ત છે, આ શો માં અભિનેતા વરુન બડોલા પણ મુખ્ય કિરદારમાં છે.  આ સિરિયલ અંગેના ઇન્ટરવ્યૂમાં શ્વેતાએ કહ્યું હતું કે બંન્ને બાળકોની જરૂરિયાતો માટે ફરીથી કામ પર આવવું ખુબ જરૂરી હતું.

yc.naresh

disabled