પતિથી અલગ બાળકો સાથે આ આલીશાન ઘરમાં રહે છે શ્વેતા તિવારી, જુઓ તસ્વીર - Chel Chabilo Gujrati

પતિથી અલગ બાળકો સાથે આ આલીશાન ઘરમાં રહે છે શ્વેતા તિવારી, જુઓ તસ્વીર

કસોટી જિંદગી કી સીરિયલમાં પ્રેરણાનો રોલ નિભાવીને ઘર-ઘરમાં જાણીતી થયેલી શ્વેતા તિવારી 40 વર્ષની છે. શ્વેતાનો જન્મ 4 ઓક્ટોબર 1980માં પ્રતાપગઢમાં થયો હતો. ઘણી સુપરહિટ સીરિયલમાં કામ કરનારી શ્વેતાએ ટીવી દુનિયામાં ઘણું નામ કમાયું હતું પરંતુ તેની પર્સનલ લાઈફ એટલી સારી ના રહી. શ્વેતાએ 2 લગ્ન કર્યા પરંતુ બંને પતિ તરફથી વિશ્વાસઘાત  જ થયો હતો. બંને પતિઓને છોડ્યા બાદ શ્વેતાનો ઠાઠ ઓછો નથી થયો.

શ્વેતા તેના પતિ અભિનવ કોહલીથી અલગ થઇ ચુકી છે. તે બાળકો સાથે અલગ રહે છે અને ઘણી ખુશ છે. મુંબઈના કાંદિવલીમાં શ્વેતાની આલીશાન ઘર છે. જેની તસ્વીર સામે આવતી રહે છે. શ્વેતા તેની દિકરી પલક અને દીકરા રિયાંશ સાથે આ શાનદાર એપાર્ટમેન્ટમાં રહે છે.

શ્વેતા તિવારી સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ તેને એક નવા પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કર્યું છે. ઇન્સ્ટાગ્રામમાં મેકઅપ રૂમની તસ્વીર શેર કરીને આ જાણકારી આપી હતી. કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉન દરમિયાન તે ઘર પર જ હતી અને બાળકો સાથે તસ્વીર શેર કરતી રહેતી હતી. આ તસ્વીરમાં ઘરની ઝલક જોવા મળી હતી. શ્વેતા તિવારીનું ઘર બેહદ શાનદાર છે. શ્વેતાએ તેને સજાવીને ખુબસુરત બનાવી રાખ્યું છે.

શ્વેતાના ઘરમાં ઘણા સારા હેન્ડમેડ લેમ્પ છે. આ ઘરની દીવાલ પેઈન્ટિંગ્સથી સજાવેલી છે. આ ઘરમાં મોટો હોલ છે. આ હોલમાં ગોલ્ડન કલરનું શાનદાર પાર્ટીશન લગાવી રાખ્યું છે.

હોલમાં એક કાચનો કબાટ છે. જેમાં તેને બધા એવોર્ડને રાખ્યા છે.

શ્વેતાએ તેના ફર્નિચરને બેહદ સીમ્પલ રાખ્યું છે. બેડની બાજુમાં એક મોટો લેમ્પ લગાડેલો છે.

21 વર્ષની ઉંમરે તે પહેલી વાર માતા બની હતી. જણાવી દઈએ કે, પહેલા પતિથી રાજા ચૌધરીને એક દીકરી છે જેનું નામ પલક છે.

2007માં શ્વેતાએ રાજા સાથે 9 વર્ષના સંબંધને પૂરો કરી દીધો હતો. છૂટાછેડાના 6 વર્ષ બાદ 2013માં અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા.
શ્વેતાએ ટીવી સિરિયલ ‘કસોટી જિંદગી કી’ પ્રેરણા ના રોલ માટે યાદ કરવામાં આવે છે. આ બાદ શ્વેતાએ ‘નાગિન, સજન રે ઝૂઠ મત બોલો, પરિવરીશ અને બાલવીર જેવી સિરિયલમાં કામ કર્યું છે.

નાના પડદાની લોકપ્રિય એક્ટ્રેસ શ્વેતા તિવારી આજકાલ સોની ચેનલ પર મેરે ડેડ કી દુલ્હનમાં નજરે આવી રહી હતી. આ સિરિયલના કોન્સેપટના કારણે તેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

શ્વેતાએ પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. શ્વેતાએ આરોપ લગાવ્યો હતો કે, અભિનવ તેની દિકરી પલક સાથે ખરાબ વર્તન કરતા હતા. આ મામલો કાનૂન સુધી પહોંચી ગયો હતો. પોલીસે કોહલીને જેલમાં મોકલી દીધો હતો. આ મામલો ઘણા દિવસ સુધી મીડિયામાં છવાઈ ગયો હતો. બાદમાં બંને અલગ થઇ ગયા હતા.

divyansh

disabled