ટીવીની સંસ્કારી હિરોઈન બિકીની પહેરી ખુબ જલસા કરતી દેખાઈ...ડિસેમ્બરની ઠંડીમાં હનીમૂન પર ખુબ મસ્તી કરી રહી છે 'કુંડળી ભાગ્ય'ની પ્રીતા' - Chel Chabilo Gujrati

ટીવીની સંસ્કારી હિરોઈન બિકીની પહેરી ખુબ જલસા કરતી દેખાઈ…ડિસેમ્બરની ઠંડીમાં હનીમૂન પર ખુબ મસ્તી કરી રહી છે ‘કુંડળી ભાગ્ય’ની પ્રીતા’

‘કુંડળી ભાગ્ય’ની પ્રીતા હનીમૂનમાં પતિ સાથે ઉઘાડી થઇ ગઈ, એવું હોટ ફિગર દેખાડ્યું કે જોતા જ શરમ અનુભવશો

લગ્ન બાદ અભિનેત્રી શ્રદ્ધા આર્યા આ દિવસોમાં પતિ રાહુલ નાગલ સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહી છે. શ્રદ્ધા આર્યા હનીમૂન ટ્રીપની સુંદર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરી રહી છે. જાણીતી ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા આ દિવસોમાં ચર્ચામાં છે. શ્રદ્ધા આર્યાએ તેના બોયફ્રેન્ડ રાહુલ નાગલ સાથે 16 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.

જોકે વ્યસ્તતાના કારણે કપલ હનીમૂન પર જઈ શક્યું ન હતું. હવે સમય આવતાની સાથે જ શ્રદ્ધા આર્યા તેના પતિ સાથે હનીમૂન એન્જોય કરવા માલદીવ ગઈ હતી. શ્રદ્ધા આર્યાને માલદીવથી તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં અભિનેત્રી ખૂબ જ મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહી છે.

હનીમૂન માટે માલદીવ જેવી સુંદર લોકેશન પર ગઈ ત્યારથી તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને તેની સુંદર તસવીરો શેર કરી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં હનીમૂનની ઘણી ઝલક જોવા મળી રહી છે. ક્યારેક તેના પતિ સાથે સ્વિમિંગ પૂલમાં રમતી દેખાય છે તો ક્યારેક તે તેલ મસાજ કરતી જોવા દેખાઈ રહી છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, “શું આપણે સારા સમયમાં પાછા જઈ શકીએ?

વિડિયોમાં શ્રદ્ધા અને રાહુલ માલદીવમાં ક્રિસમસની મજા માણવા માટે ફ્લાઈટમાં સવાર થયાની સુંદર ઝલક છે. આ ટૂંકી ક્લિપ્સમાં શ્રદ્ધા ક્યારેક રાહુલ સાથે દરિયામાં વોટર સ્કૂટર ચલાવી રહી છે તો ક્યારેક સુંદર મેદાનોમાં સાઇકલ ચલાવી રહી છે. શ્રદ્ધાએ તેના પતિને તેલથી માલિશ પણ કરી અને પછી તેની સાથે ઝૂલા પણ ઝુલી હતી. આ દરમ્યાન બંનેએ વૃક્ષારોપણનું કાર્ય પણ કર્યું છે.

શ્રદ્ધા આર્યાની સુંદરતામાં લાલ બંગડીઓએ ચાર ચાંદ લગાવીધા હતા. અભિનેત્રીના ચહેરા પર લગ્નની ચમક સ્પષ્ટ દેખાઈ રહી છે. શ્રદ્ધા આર્યાએ થોડા સમય પહેલા પોતાની તસવીરો શેર કરી હતી. આટલા ઓછા સમયમાં એક લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે. ક્રિસમસથી લઈને નવા વર્ષની ઉજવણી બાદ શ્રદ્ધા આર્યા પાછી ઘરે આવી ગઈ છે.

અભિનેત્રીએ હનીમૂનની કેટલીક ઝલક શેર કરી હતી જેમાં તે બ્લેક બિકીમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. શ્રદ્ધાએ બિકી ઉપર રેડ કલરનો સારૌગ પહેર્યો હતો અને તેના પતિ રાહુલ સફેદ ટી-શર્ટ અને લાલ શોર્ટ્સમાં ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે. આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ હાર્ટ શેપ અને સમુદ્રનું ઈમોટિકોન બનાવ્યું હતું.

આ પહેલા પણ અભિનેત્રીએ હનીમૂનની કેટલી તસવીરો શેર કરી હતી જેમાં બ્લેક ફ્લોરલ ડ્રેસમાં માલદીવમાં હનીમૂન મનાવતી શ્રદ્ધા આર્યાની શાનદાર તસવીરો સામે આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે શ્રદ્ધાએ બ્લેક શોર્ટ ડિપ નેક ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. શ્રદ્ધાએ લાઇટ મેકઅપ, ઈયરરિંગ્સ, હાથમાં લાલ ચૂડા અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રીનો અભિનય લોકોને દિવાના બનાવવા માટે પૂરતો હતો.

શ્રદ્ધાએ એકસાથે ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે બીચ પર બોલ્ડ પોઝ આપી રહી છે. શ્રદ્ધા આર્યાએ બ્લેક શોર્ટ આઉટફિટ પહેર્યું છે જેમાં તે એકદમ સિઝલિંગ લાગી રહી છે. તસવીરોમાં શ્રદ્ધા આર્યાની સ્ટાઈલ જોઈને ચાહકોને નજર હટાવી મુશ્કેલ બની ગઈ છે. શ્રદ્ધાએ તેના પતિ સાથે ડ્રિંક એન્જોય કરતી એક ઝલક પણ આપી હતી.

શ્રદ્ધા આર્યાના લગ્ન 16 નવેમ્બર 2021ના રોજ તેના બોયફ્રેન્ડ સાથે થયા હતા. લગ્નના 1 મહિના 10 દિવસ બાદ બંને હનીમૂન માટે માલદીવ જવા રવાના થયા હતા. શ્રદ્ધાએ ટીવી સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે વર્ષ 2006માં એક તમિલ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. શ્રદ્ધાએ 2004માં ‘ઈન્ડિયા બેસ્ટ સિનેસ્ટાર કી ખોજ’થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

અભિનેત્રી ‘મૈં લક્ષ્મી તેરે આંગન કી’, ‘તુમ્હારી પાખી’ અને ‘ડ્રીમ ગર્લ’ જેવા ટીવી શો માટે જાણીતી છે પરંતુ ધારાવાહિક ‘કુંડલી ભાગ્ય’માં ‘પ્રીતા’ની ભૂમિકાએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી. આ સિવાય તે રિયાલિટી શો ‘નચ બલિયે 9’માં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

Live 247 Media

disabled