રાજ કુંદ્રાના ઘરે આવ્યા બાદ શિલ્પા શેટ્ટીએ શા કારણે કરાવી નાખ્યું અડધા માથામાં મુંડન ? વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ - Chel Chabilo Gujrati

રાજ કુંદ્રાના ઘરે આવ્યા બાદ શિલ્પા શેટ્ટીએ શા કારણે કરાવી નાખ્યું અડધા માથામાં મુંડન ? વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

શિલ્પા શેટ્ટીના નવા હેરસ્ટાઇલ ઉડાવ્યા ચાહકોના હોશ, એક ઝટકામાં ઉડાવી નાખ્યા પાછળના બધા જ વાળ.. જુઓ વીડિયો

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કોઈને કોઈ કારણોના લીધે ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા જ તેનો પતિ રાજ કુન્દ્રા જેલમાંથી ઘરે આવ્યો છે, રાજ કુન્દ્રા ઉપર ગાંધી ફિલ્મો બનાવવાનો અને તેને પ્રસારિત કરવાનો આરોપ હતો. જેના બાદ તેના હાલ જામીન ઉપર છોડવામાં આવ્યો છે, ત્યારે આ બધા વચ્ચે જ શિલ્પાની નવી હર સ્ટાઇલ ચર્ચામાં આવી છે.

શિલ્પા તેના પતિના ઘરે આવ્યા બાદ સોશિયલ મીડિયોયમાં ઘણી જ પોસ્ટ કરી ચુકી છે, તેની પોસ્ટ પણ લોકોને હેરાન કરી દેનારી હોય છે, પરંતુ આ વખતે શિલ્પાએ એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોયા બાદ લોકો કઈ સમજી નથી શકતા. આ વખતે તેનો એક્સ્પીરિમેન્ટ લોકોને પસંદ પણ નથી આવી રહ્યો.

શિલ્પાએ હાલમાં એક નવી સ્ટાઇલની અંદર હેર કટ કરાવ્યા છે. જેનો એક વીડિયો તેને તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. અભિનેત્રીના આ અંદર કટની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. આ બધા વચ્ચે જ તેનો એક બીજો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એ બતાવતી જોવા મળી રહી છે કે તેના આ નવું હેરકટ કેવી રીતે કરાવ્યું.

શિલ્પા શેટ્ટીના ચાહકો એ વાત જાણવા માટે આતુર છે કે આખરેશિલ્પાએ આવું શું કામ કર્યું ? તેના ચાહકો તેના આમ કરવાથી ખુશ નથી. તેના વીડિયો પોસ્ટની કોમેન્ટમાં ચાહકો પૂછી રહ્યા છે કે તેને આમ શું કરવા કર્યું ? એક વ્યક્તિએ તો પૂછી લીધું કે શું માનતા માની હતી ?


આ વીડિયો શેર કરવાની સાથે શિલ્પાએ કેપશનમાં લખ્યું છે કે “આ કેમ થયું ? વાહીદ  મારા કરતા પણ વધારે ડરેલો હતો.” શિલ્પા શેટ્ટીએ આના પહેલા પણ એક વીડિયો શેર કર્યો હતો, જેની સાથે તેને લખ્યું હતું કે, “તમે જોખમ ઉઠાવ્યા વગર અને પોતાને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢ્યા વગર દિવસ નથી જીવી શકતા. ભલે એ અંડરકટ બજ કટ માટે જવાનું હોય. કે પછી મારી એરોબિક કસરત કરવી. ‘Tribal Squats’ આ લોઅર બોડીના મસલ્સ, ખભા, હાથ પગ, ગતિ અને ચપળતા ઉપર કામ કરે છે અને આપણા દિમાગ ઉપર પણ કામ કરે છે.”


વીડિયોની અંદર શિલ્પા શેટ્ટીની બેકસાઇડ જોવા મળી રહી છે. શિલ્પા ખુરશીમાં બેઠી છે અને તેનો હેરડ્રેસર માથાના પાછળના ભાગને ક્લીન કરતો જોવા મળી રહ્યો છે. જોત જોતામાં જ હેરડ્રેસર શિલ્પાના માથાના પાછળના ભાગને બોડીયું કરી નાખે છે. માથું મુંડાવ્યા બાદ શિલ્પા કેમેરા સામે જોઈને થમ્સ અપ કરતા જોવા મળી રહી છે.

Uma Thakor

disabled