શિલ્પા શેટ્ટીની 'પ્રિન્સેસ'નું થયુ નિધન, બોલી- મારુ પહેલુ બાળક...મારા દિલનો ટુકડો પોતાની સાથે લઇ ગઇ - Chel Chabilo Gujrati

શિલ્પા શેટ્ટીની ‘પ્રિન્સેસ’નું થયુ નિધન, બોલી- મારુ પહેલુ બાળક…મારા દિલનો ટુકડો પોતાની સાથે લઇ ગઇ

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના ચાહકો વચ્ચે અવાર નવાર ચર્ચામાં બનેલી રહેતી હોય છે. શિલ્પા સોશિયલ મીડિયા પર તેના મજેદાર વીડિયો અને સિઝલિંગ તસવીરો શેર કરતી રહેતી હોય છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

જો તે સોશિયલ મીડિયા પર કોઇ પોસ્ટ શેર ના કરે તો ક્યાંક મુંબઈના રસ્તા પર સ્પોટ થઇ જતી હોય છે. તેવામાં ફરી એક વાર તે મુંબઈમાં સ્પોટ થઇ હતી અને આ દરમ્યાન તે ફરી વખત ચર્ચામાં આવી ગઈ હતી. શિલ્પાનો એક નવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના કપડાને થોડીક હેરાન થતી નજર આવી રહી છે અને બધાની વચ્ચે તેનો બ્લાઉસ સરખો કરવા લાગે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે શિલ્પાએ લાલ કલરનું આઉટફિટ પહેરેલું છે. અભિનેત્રી ધોતી સ્કર્ટમાં નજર આવી રહી છે સાથે જ તેને બ્લાઉસ પહેરેલો હતો. અભિનેત્રીએ લુકને કમ્પ્લીટ કરવા માટે શ્રગનો સહારો લીધો હતો પરંતુ આ આઉટફિટમાં શિલ્પા અનકમ્ફર્ટેબલ દેખાઈ રહી હતી. ક્યારેક તે તેનો સ્કર્ટ સંભાળતી દેખાઈ તો ક્યારેક બ્લાઉસ ઠીક કરતી નજર આવી હતી.

શિલ્પા શેટ્ટી આ દિવસોમાં ચાહકો સાથે જોડાયેલ રહેવા માટે કોઈને કોઈ મોકો શોધી લેતી હોય છે. થોડા દિવસો પહેલા જ અભિનેત્રીએ ચાહકોને ઝટકો આપ્યો હતો કે તે સોશિયલ મીડિયા છોડી રહી છે પરંતુ પછી તે તેની ફિલ્મના ટ્રેલરને લઈને પાછી સોશિયલ મીડિયા પર આવી ગઈ હતી. આ ફિલ્મમાં તે કોઈ સુપરસ્ટાર લુકમાં જનર આવી રહી છે. તેનો ડ્રેસ વંડર વુમન જેવો દેખાઈ રહ્યો છે.

શિલ્પા શેટ્ટીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘નિકમ્મા’ જલ્દી રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં નજર આવશે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની તે પહેલી ફિમેલ કોપ બની છે. આ વેબ શિલ્પા શેટ્ટીની સાથે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય પણ નજર આવશે. આ શોથી રોહિત ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવા આવી રહ્યા છે.

નિકમ્મા ફિલ્મના ટ્રેલરની શરુઆત અભિમન્યુ દસાનીના જબરદસ્ત લુક સાથે થઈ રહી છે. ફિલ્મમાં તે એક મસ્તમૌલા એટલે કે કામ વગરના નક્કામા છોકરાની ભૂમિકામાં નજર આવશે. અભિમન્યુને પોતાની જીંદગીમાં ફક્ત ફન જોઈએ છે અને જવાબદારીઓથી દૂર રહીને પોતાનું જીવન માણે છે. ત્યાર બાદ તેની આ મસ્ત જીંદગીમાં શિલ્પા શેટ્ટીની એન્ટ્રી થાય છે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી એક સુપરવુમનના રોલમાં નજર આવશે. શિલ્પાની એન્ટ્રી બાદ અભિમન્યુની જીંદગીમાં જબરદસ્ત બદલાવ આવી જાય છે.

નિકમ્મા પિક્ચરની અંદર શિલ્પા શેટ્ટી, અભિમન્યુ દાસાની સાથે શર્લી સેતિયા, સુનીલ ગ્રોવર અને સમીર સોની જેવા કલાકારો પણ જોવા મળશે. પહેલી વાર ફિલ્મી પદડા ઉપર અભિમન્યુની સાથે શર્લીની રોમેન્ટીક જોડી જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2020ના મધ્યમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે ફિલ્મની રિલીઝ ટાળી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 2017માં રિલીઝ થયેલી તેલુગૂ ફિલ્મ ‘મિડિલ ક્લાસ અબ્બાઈ’ની હિન્દી રીમેક છે. નિકમ્મા 17 જૂન એટલે કે એક મહિના બાદ થિયેટરોમાં રિલીઝ થશે.

થોડા મહિનાઓ પહેલા શિલ્પા શેટ્ટીનોએ જૂનમહિનામાં 47મો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પર ચાહકો ઘરની બહાર ઉમટી પડ્યા હતા. એકટ્રેસે ચાહકોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ ફિલ્મ ‘નિકમ્મા’ની સ્ટાર-કાસ્ટ અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા આવ્યા હતા. શિલ્પાએ આ બંને કલાકારો તથા મમ્મી સુનંદા શેટ્ટી સાથે કેક કાપી હતી.

શિલ્પા શેટ્ટી જન્મદિવસ પર ટ્રોલ થઈ હતી. શિલ્પાને ‘નિકમ્મા’ની સ્ટાર-કાસ્ટ તથા ચાહકોએ બર્થડે પર સરપ્રાઇઝ આપી હતી. જોકે, શિલ્પા બાલકનીમાં ઊભી હોય છે ત્યારે તેની પાછળ એક કેમેરામેન હોય છે. આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે કહ્યું હતું કે આ પેઇડ એક્ટિવિટી છે. ચાહકોને પૈસા આપીને બોલાવવામાં આવ્યા છે. એક યુઝરે કહ્યું હતું કે બધાને એક એક વડાપાઉં મળશે. અન્ય એકે કહ્યું હતું કે આ તો એકદમ નકલી છે. નકલી પબ્લિક, નકલી એક્ટિંગ.

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ બોલીવુડ અભિનેત્રી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયો દ્વારા ફેન્સનું મનોરંજન કરે છે. જો તમે પણ શિલ્પાને સોશિયલ મીડિયા પર ફોલો કરો છો, તો સમાચાર તમારા કામના છે. શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે (શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયાથી બ્રેક). તેણે આવું કેમ કર્યું કારણ કે તેણે એક પોસ્ટ દ્વારા ફેન્સને આ અંગેની માહિતી પણ આપી છે.

બોલિવૂડની દિવાઓમાંની એક શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પોતાની પોસ્ટ દ્વારા લોકોને ફિટનેસ વગેરે માટે પ્રમોટ કરતી રહે છે. પરંતુ ગુરુવારે શિલ્પાએ ચાહકોને નિરાશ કર્યા અને કહ્યું કે તેણે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર બંનેમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) એક પોસ્ટ શેર કરીને આ પાછળનું કારણ જણાવ્યું છે. તેણે લખ્યું- ‘માત્ર એક જ વસ્તુથી કંટાળી, બધું સરખું જ દેખાય છે… જ્યાં સુધી મને નવો અવતાર ન મળે ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રહીશ.’

શિલ્પા શેટ્ટી માટે થોડાક દિવસો ખૂબ જ મુશ્કેલ છે. તેણે પોતાના એક નજીકનાને ગુમાવ્યા છે. શિલ્પા શેટ્ટીની ડોગ પ્રિન્સેસનું નિધન થયું છે. શિલ્પા શેટ્ટીએ પ્રિન્સેસની યાદમાં એક વીડિયો શેર કર્યો છે. તેની પ્રિંસેસના ફોટા અને વીડિયો દ્વારા બનાવેલો આ વીડિયો તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં શિલ્પા પ્રિંસેસ સાથે વાત કરતી જોવા મળે છે. શિલ્પાનો દીકરો વિયાન રાજ કુન્દ્રા પણ તેને ગળે લગાવતો જોઈ શકાય છે. વિયાન પ્રિન્સેસ આઈ લવ યુ કહેતો જોવા મળી રહ્યો છે. શિલ્પા શેટ્ટીએ ડોગની યાદમાં વિડિયો શેર કરતા ઈમોશનલ કેપ્શન લખ્યું છે.

તેણે લખ્યું, “મારું પ્રથમ બાળક… મારી પ્રિંસેસ શેટ્ટી કુન્દ્રાએ રેઇનબો બ્રિજ પાર કરી લીધો. છેલ્લા 12 વર્ષમાં અમારા જીવનમાં આવવા અને શ્રેષ્ઠ યાદો આપવા બદલ આભાર. તમે મારા હૃદયનો ટુકડો તમારી સાથે લઈ ગયા છો. તમારી ઉણપ કોઈ ભરી શકશે નહિ. મમ્મા-પાપા, વિયાન અને સમિષા તને યાદ કરશે. મારી પ્રિય પ્રિંસેસ તારી આત્માને શાંતિ મળે.” શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટીએ પણ પ્રિંસેસના જવા પર શોક વ્યક્ત કર્યો છે.

શમિતાએ શિલ્પાના વીડિયો પર કમેન્ટ કરી- અમારી પ્રિન્સેસ, તમારી આત્માને શાંતિ મળે. પ્રિન્સેસના જવાથી શિલ્પાના ઘણા ચાહકો પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટીના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો આ દિવસોમાં તે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જોવા મળી રહી છે. આ રિયાલિટી શોમાં તેની સાથે કિરણ ખેર, મનોજ અને રેપર બાદશાહ જજની ભૂમિકા ભજવી રહ્યા છે. શિલ્પાએ ગયા વર્ષે ફિલ્મોમાં પણ કમબેક કર્યું છે. તે ફિલ્મ ‘હંગામા 2’માં જોવા મળી હતી. હવે તે જલ્દી જ ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળશે.

શિલ્પાની વાત કરીએ તો, તે પરિવારના સભ્યો સાથે અલીબાગમાં છે. રવિવારે તે તમામ સાથે ત્યાં ગઈ હતી. મંગળવારે બધાએ સાથે મળીને તેની દીકરી સમિષાનો જન્મદિવસ મનાવ્યો હતો. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. શિલ્પા શેટ્ટીની દીકરી સમીષાના જન્મદિવસ પર શમિતા શેટ્ટીનો બોયફ્રેન્ડ રાકેશ બાપત પણ હાજર રહ્યો હતો.

Live 247 Media

disabled