લગ્નના 9 વર્ષ બાદ જયારે શિલ્પા શેટ્ટીએ કર્યો સલમાન ખાન સાથેના સંબંધનો ખુલાસો
શિલ્પા શેટ્ટીએ કર્યો ધડાકો કે મારે સલમાન ખાન સાથેના આવા આવા સંબંધ હતા
આપણે સૌ બોલીવુડમાં બગડતા સંબંધ વિષે તો જાણીએ છીએ. પછી તે અત્યારનો સમય હોય કે 90ના દાયકાનો. આજે પણ અફેર્સની ખબરોની ચર્ચા થતી રહે છે. 90ના દાયકામાં પોતાના ઠુમકાથી લાખો ફેન્સને દીવાના બનાવી ચુકેલી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની વાત કરવામાં આવે તો શિલ્પાનું નામ દિગ્ગ્જ સ્ટાર્સ સાથે જોડાઈ ગયું છે.
આ દરમિયાન કોઈ સાથે શિલ્પા સાથેના સંબંધને કબૂલ કર્યો તો કોઈ સાથે ચુપચાપ ડેટિંગ કરતી રહી પરંતુ લગ્નના ઘણા વર્ષો બાદ શિલ્પાએ મોટો ખુલાસો કર્યો હતો જે જાણીને તમે ચોંકી જશો. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ લગ્નના 9 વર્ષ બાદ બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન સાથેના સંબંધને લઈને ખુલાસો કર્યો હતો જણાવી દઈએ કે, તે સમયે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીના અફેરની ખબર ચર્ચામાં રહી. હતી
પરંતુ કોઈએ પણ આ ખબરો પર કોઈ રિએક્ટ નથી કર્યું. બતાવવામાં આવી રહ્યું છે કે, શિલ્પા અને સલમાન વચ્ચેનો પ્રેમ શુટીંગ દરમિયાન પાંગર્યો હતો. પરંતુ શિલ્પા અને સલમાન બંનેમાંથી કોઈએ આ અંગે ખુલાસો નથી કર્યો. પરંતુ હવે શિલ્પા શેટ્ટીએ જુના દિવસો યાદ કરીને સલમાનને લઈને ખુલાસો કર્યો હતો.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે, સલમાન ખાન વારંવાર તેના ઘરે જતો હતો અને ઘણી વાર રાતે પણ ત્યાં જ રોકાઈ જતો હતો. આ દરમિયાન સલમાન ખાન શિલ્પાના પિતા સાથે મસ્તી કરતો હતો. શિલ્પા શટ્ટીએ જણાવ્યું હતું કે,
સલમાન ખાન તેના ઘરે ક્યારે પણ આવી જતો હતો. અમે બધા મળીને મસ્તી કરતા હતા. સલમાન ખાન સાથેના સંબંધ પરિવાર જેવો થઇ ગયો હતો. સલમાન ખાન પિતા સાથે દારૂ પણ પીતો હતો તેથી પિતા સલમાન ખાનની વધુ નજીક આવી ગયા હતા.
ઇન્ટરવ્યૂમાં શિલ્પાએ જણાવ્યું હતું કે, તેના પિતાનું નિધન થયું ત્યારે સલમાન તેના ઘર પર જ આવ્યો હતો. સલમાન તે ટેબલ પર બેઠો હતો જ્યાં બંને દારૂ પિતા હતા. શિલ્પાએ જણાવ્યું હતું કે, સલમાનને પિતાનો સાથ બહુજ યાદ આવી રહ્યો છે. જે બાદ બંને વચ્ચે ઘણો સારો સંબંધ બની ગયો હતો. પરંતુ આ સંબંધ વધુ સમય સુધી ટક્યો ના હતો. આ બાદ બંને અલગ થઇ ગયા હતા.
ખબરો મુજબ, શિલ્પા શેટ્ટી સલમાન ખાન સાથેના સંબંધને લઈને ઘણી સિરિયસ હતી. શિલ્પાને એ વાતની ખબર પડી કે સલમાન સાથે તેનું કંઈ થશે તેમ નથી ત્યારે તેને સલમાનનો સાથ છોડી દીધો હતો. થોડા સમય બાદ શિલ્પા શેટ્ટીએ બ્રિટિશ ભારતીય બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. શિલ્પા અને રાજ તે સમયે ચર્ચામાં આવ્યા હતા જયારે બંનેએ મળીને આઇપીએલ ટિમ રાજસ્થાન રોયલ્સને ખરીદી હતી. બંનેના લગ્ન 2009માં થયા હતા. બંને આજ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે.