જીમની બહાર આર પાર દેખાય જાય એવા બોલ્ડ ડ્રેસમાં સ્પોટ થઇ કાંટા લગા વાળી હિરોઈન, મેકઅપ પણ નહોતો કર્યો અને - Chel Chabilo Gujrati

જીમની બહાર આર પાર દેખાય જાય એવા બોલ્ડ ડ્રેસમાં સ્પોટ થઇ કાંટા લગા વાળી હિરોઈન, મેકઅપ પણ નહોતો કર્યો અને

અભિનેત્રી શેફાલી જરીવાલા ઘણીવાર તેની બોલ્ડ તસવીરોને કારણે ઇન્ટરનેટ પર છવાયેલી રહેતી હોય છે. શેફાલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી રહે છે. શેફાલી જરીવાલાને હાલમાં જ પેપરાજી દ્વારા જીમ બહાર સ્પોટ કરવામાં આવી હતી. જીમ બહાર પેપરાજીએ તેની કેટલીક તસવીરો પણ ક્લિક કરી હતી, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ દરમિયાન શેફાલી નો મેકઅપ લુકમાં જોવા મળી હતી અને તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા. શેફાલી ટ્રાંસપરન્ટ ડ્રેસમાં જીમ પહોંચી હતી. આ વખતે તેનો લુક ઓલ બ્લેક હતો. તેણે શુઝ પણ બ્લેક પહેર્યા હતા અને આ દરમિયાન તેની સાથે બેગ અને વોટર બોટલ હતી. ચાહકો શેફાલીની પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઇએ કે, શેફાલી તેની ફિટનેસનું પૂરુ ધ્યાન રાખે છે. તે જીમમાં ઘણો પરસેવો વહાવે છે.

શેફાલી તેના બોલ્ડ લુક માટે પણ જાણીતી છે. તેણે “કાંટા લગા” ગીતથી ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી દીધી હતી. આ ગીતમાં તેનો ડાન્સ જબરદસ્ત હતો. તમને જણાવી દઇએ કે, શેફાલી વર્ષ 2002માં આવેલ “કાંટા લગા” ગીતથી મશહૂર થઇ હતી. તે બાદ તે તેના પતિ પરાગ સાથે “નચ બલિયે 5″માં જોવા મળી હતી. શેફાલી જરીવાલા “બિગબોસ 13″માં જોવા મળી હતી અને તે ખૂબ જ ચર્ચામાં પણ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, શેફાલી ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણિતું નામ છે. શેફાલીએ કારકિર્દીની શરૂઆત વર્ષ 2002માં કાંટા લગા મ્યુઝિક આલ્બમ દ્વારા કરી હતી. આ સોન્ગ પછી તે ખુબ ફેમસ બની ગઈ હતી પણ તેની કારકિર્દી ખાસ ચાલ ન હતી. વર્ષ 2004 માં તે મુજસે શાદી કરોગી ફિલ્મમાં જોવા મળી હતી અને તે અમુક રિયાલિટી શો અને એક કન્નડ ફિલ્મમાં પણ જોવા મળી હતી.

24 નવેમ્બર 1983 ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં જન્મેલી શેફાલી 38 વર્ષની છે. એન્જીનીયરનો અભ્યાસ કરનારી શેફાલીએ કાંટા લગા, કભી આર કભી પર અને ઘણા હિન્દી અને અંગ્રેજી આલ્બમ ગીતોમાં સારું એવું પ્રદર્શન કર્યું હતું. જો કે સૌથી વધારે લોકપ્રિયતા શેફાલીને કાંટા લગા સોન્ગ દ્વારા મળી હતી. એક ઇન્ટરવ્યૂમાં શેફાલીએ જણાવ્યું હતું કે કાંટા લગા આલ્બમ માટે તેને 7000 રૂપિયા ફી મળી હતી. આ વિડીયો પછી શેફાલી સાલમાન ખાન અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ મુજસે શાદી કરોગીમા બિજલીના કિરદારમાં પણ જોવા મળી હતી.

લાંબા સમય પછી શેફાલીએ બિગ બૉસ-13 માં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. બિગ બૉસના ઘરમાં શેફાલીએ મન ભરીને લોકોને એન્ટરટેન કર્યા હતા. બિગ બોસના ઘરમાં શેફાલીએ કબુલ્યું હતું કે તે એક સમયે સિદ્ધાર્થ શુક્લાની ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે અને એવું પણ કહ્યું હતું કે જો સિદ્ધાર્થ અને શહેનાઝના લગ્ન થશે તો તેને ખુબ જ ખુશી થશે, બંન્નેની જોડી ખુબ જ સુંદર લાગે છે.

વર્ષ 2005 માં શેફાલીએ સિંગર હરમીત ગુલઝાર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી અમુક કારણોને લીધે બંનેએ છૂટાછેડા લીધા હતા. જેના પછી એક કોમન ફ્રેન્ડ દ્વારા શેફાલીની મુલાકાત અભિનેતા પરાગ ત્યાગી સાથે થઇ હતી, બંન્નેએ નચ બલિયે-5માં ભાગ લીધો હતો અને તે સમયે જ પરાગે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, અને બંન્નેએ લગ્ન કરી લીધા. શેફાલી હાલના દિવસોમાં બોલિવુડથી દૂર પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે અને પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન રાખી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by PunjabKesari (@punjabkesari)

admins

disabled