'કાંટા લગા ગર્લ' શેફાલી જરીવાલાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, ચાહકોને પસંદ આવ્યો અભિનેત્રીનો બોલ્ડ લુક - Chel Chabilo Gujrati

‘કાંટા લગા ગર્લ’ શેફાલી જરીવાલાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, ચાહકોને પસંદ આવ્યો અભિનેત્રીનો બોલ્ડ લુક

ગુજરાતી અભિનેત્રીએ માલદીવ્યમાં જઈને દેખાડ્યો હુસ્નનો જાદુ, જોતા જ બેહોશ થઇ જશો

માલદીવ તો જાણે હવે સેલિબ્રિટીઓનું વેકેશન પોઇન્ટ બની ગયુ હોય તેમ લાગે છે. સેલેબ્સ માલદીવમાં વેકેશન મનાવવા પહોંચી જતા હોય છે, ત્યારે હાલ ઘણા સેલેબ્સ પોતાનું વેકેશન માલદીવમાં મનાવી રહ્યા છે. તેમાંથી જ એક છે “કાંટા લગા ગર્લ” શેફાલી જરીવાલા…

“બિગ બોસ 13″માં જોવા મળેલી “કાંટા લગા ગર્લ” શેફાલી જરીવાલા હાલ માલદીવમાં છે. શેફાલી માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેણે માલદીવથી કેટલીક તસવીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

શેફાલી જરીવાલા આ સમયે માલદીવમાં તેના પતિ પરાગ ત્યાગી સાથે વેકેશન એન્જોય કરી રહી છે. તેવામાં અભિનેત્રીએ તેની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર કહેર વરસાવી દીધો છે.

તમને જણાવી દઇએ કે, શેફાલી જરીવાલા જલ્દી જ “ખતરો કે ખિલાડી 11″માં જોવા મળી શકે છે. જો કે, હાલ તો તે માલદીવમાં છે. તેણે તેની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં શેફાલી એકદમ ચિલ મૂડમાં જોવા મળી રહી છે. તે સતત વેકેશનની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે.

આ તસવીરોમાં તે બ્લેક જોવા મળી રહી છે. ચાહકો પણ તેની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે. શેફાલીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. શેફાલીએ આ ઉપરાંત કેટલીક તસવીરો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કરી છે. જેમાં તે સ્વિમ શુટમાં જોવા મળી રહી છે.

શેફાલી આ તસવીરોમાં ખૂબ જ ખૂબસુરત અને બોલ્ડ જોવા મળી રહી છે. શેફાલી માલદીવમાં પતિ પરાગ ત્યાગી સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે. શેફાલી છેલ્લા દિવસોમાં મીકા સિંહ સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે કેટલાક આલબ્મ અને વેબ શોમાં વ્યસ્ત છે.શેફાલી છેલ્લે “બિગ બોસ 13″માં જોવા મળી હતી અને ત્યાર બાદથી તેણે કોઇ શો કર્યો નથી. આ પહેલા એવી ખબરો હતી કે તે “ભાભીજી ઘર પર હે” માં સૌમ્યા ટંડનને રિપ્લેસ કરશે પરંતુ એવુ થયુ નહિ.

Live 247 Media

disabled