ફેમસ હસીનાએ કર્યો ધડાકો, કહ્યું કે ખાને 5 મિનિટ સુધી મારા પ્રાઇવેટ પાર્ટને...મારી સાઈઝ ઉપર પણ....... - Chel Chabilo Gujrati

ફેમસ હસીનાએ કર્યો ધડાકો, કહ્યું કે ખાને 5 મિનિટ સુધી મારા પ્રાઇવેટ પાર્ટને…મારી સાઈઝ ઉપર પણ…….

ફિલ્મ નિર્માતા સાજીદ ખાન વિરુદ્ધ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. હાલ સાજીદ ખાન દુનિયાની વાતોથી દૂર બિગ બોસના ઘરમાં છે અને ત્યાં તે એક પ્રતિસ્પર્ધી તરીકે ભાગ લઇ રહ્યો છે, તો બીજી તરફ ઘણી બધી અભિનેત્રીઓ અને મોડલ હવે સાજીદ ખાન વિરુદ્ધ સામે આવી છે અને સાજીદ વિરુદ્ધ ઘણા ભાડા ગંભીર આરોપ પણ લગાવી ચુકી છે.

અત્યાર સુધી સાજીદ ખાન વિરુદ્ધ શર્લિન ચોપરા, રાની ચેટર્જી, કનિષ્કા સોની જેવી મોડલ અને અભિનેત્રીઓએ ગંભીર આરોપો લગાવ્યા છે. ત્યારે હવે કન્નડ, તમિલ, મલિયાલમ અને અન્ય દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી અને મોડલ શીલા પ્રિયા શેઠ દ્વારા પણ કેટલાક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

મોડલમાંથી અભિનેત્રી બનેલી શીલા પ્રિયા સેઠે એક મીડિયા હાઉસને કહ્યું કે “સાજિદ ખાને તેની સાથે ખરાબ વર્તન કર્યું. ” 14 વર્ષ પહેલા બનેલી ઘટનાને યાદ કરતા અભિનેત્રીએ કહ્યું, “હું પહેલીવાર વર્ષ 2008માં નિર્દેશક સાજિદ ખાનને મળી હતી. જ્યારે મેં તેમને તેમના આગામી પ્રોજેક્ટમાં મને કાસ્ટ કરવા માટે વિનંતી કરી, ત્યારે તેમની કેટલીક હરકતોથી હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ.”

શીલાએ આગળ જણાવ્યું હતું કે  “તે લગભગ પાંચ મિનિટ સુધી મારા પ્રાઈવેટ પાર્ટને જોતો રહ્યો અને કહ્યું કે તારે સર્જરી કરાવી લેવી જોઈએ કારણ કે તારા સ્તનો બોલિવૂડ માટે એટલા મોટા નથી. તેણે તો એમ પણ કહ્યું કે મારે મારા સ્તનોને મોટા કરવા માટે કેટલાક તેલનો ઉપયોગ કરવો જોઈએ. દરરોજ માલિશ કરો.” ત્યારે હવે આ મામલો પણ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે.

Uma Thakor

disabled