શમિતા શેટ્ટીની ગ્રાન્ડ બર્થ ડે પાર્ટીમાં સામેલ થઇ બિગબોસની ફોજ, શિલ્પા શેટ્ટી પણ બહેનનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા પરિવાર સાથે પહોંચી - Chel Chabilo Gujrati

શમિતા શેટ્ટીની ગ્રાન્ડ બર્થ ડે પાર્ટીમાં સામેલ થઇ બિગબોસની ફોજ, શિલ્પા શેટ્ટી પણ બહેનનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા પરિવાર સાથે પહોંચી

મોહબ્બતેની ફેમસ હિરોઈને જન્મદિવસ પર આ શું પહેરી લીધું? ન દેખાવાનું દેખાતા ટ્રોલરે આડે હાથ લીધી

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં જ તેની બહેન શમિતા શેટ્ટી સાથે જોવા મળી હતી. શિલ્પા શેટ્ટી ઓરેન્જ ડ્રેસમાં જોવા મળી હતી, તો શમિતા શેટ્ટીએ લાલ ડ્રેસ પહેર્યો હતો. બંને બહેનોએ તેમના વાળ ખુલ્લા રાખ્યા હતા અને ડ્રેસના મેચિંગ કલરની લિપસ્ટિક લગાવી હતી.શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા અને માતા સાથે બહેન શમિતા શેટ્ટીનો જન્મદિવસ ઉજવવા આવી હતી. શમિતા શેટ્ટીએ વર્લીની રેસ્ટોરન્ટની બહાર મીડિયાની હાજરીમાં પોતાના જન્મદિવસની કેક કાપી હતી.

 

View this post on Instagram

 

A post shared by India Forums (@indiaforums)

આ ચોકલેટ ફ્લેવરવાળી કેક કાપતા પહેલા શમિતા શેટ્ટીએ તેની બહેન સાથે ઘણા પોઝ આપ્યા હતા, હાલ તો આ બંને બહેનોની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. શમિતાના જન્મદિવસની પાર્ટીમાં, જીજુ રાજ કુન્દ્રા પણ પહોંચ્યા હતા અને આ સાથે સાથે બિગબોસના ઘણા કંટેસ્ટેંટ પણ જોવા મળ્યા હતા. શરૂઆતમાં શમિતાનો બોયફ્રેન્ડ રાકેશ બાપટ જે ખાસ મહેમાનો આવ્યા તેમાં ક્યાંય જોવા મળ્યો ન હતો.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Fashion (@pinkvillafashion)

જો કે, બાદમાં રાકેશ પણ અન્ય સેલેબ્સ સાથે પહોંચી ગયો હતો. ચાહકો શમિતા શેટ્ટી અને શિલ્પા શેટ્ટીને પ્રેમથી ટુનકી અને મુંકી કહે છે. કેક કટિંગ પહેલા જ્યારે શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી ફોટોશૂટ કરી રહ્યા હતા ત્યારે તેમને જોરદાર પવનનો સામનો કરવો પડ્યો હતો.. જોરદાર પવનને કારણે શિલ્પા શેટ્ટીનો ડ્રેસ ઉડવા લાગ્યો હતો જેને તેણે કોઈક રીતે સંભાળી લીધો હતો. શિલ્પા શેટ્ટીની બહેન 2 ફેબ્રુઆરીએ તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે.

સોશિયલ મીડિયા પર તેને ખૂબ અભિનંદન મળી રહ્યા છે. અભિનેત્રીનો પરિવાર પણ તેના દિવસને વધુ ખાસ બનાવવામાં વ્યસ્ત છે. શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રા અને માતા સાથે બહેનનો બર્થ ડે સેલિબ્રેટ કરવા આવી હતી. આ દરમિયાન શમિતાએ પોતાની બહેન સાથે મીડિયાની સામે જબરદસ્ત પોઝ આપ્યા હતા અને પેપરાજી સાથે કેક પણ કાપી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. બર્થડે ગર્લ શમિતા શેટ્ટીએ રેડ કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે લાઇમલાઇટ લૂંટી ગઇ હતી. તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by @_bolly_wood_world

ડીપ નેક ડ્રેસમાં તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી. બંને બહેનો સિવાય રાજ ​​અને તેની માતાના ફોટા પણ મીડિયાના કેમેરામાં કેદ થયા હતા. મુંબઈની એક લક્ઝુરિયસ હોટલમાં તેના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શમિતા શેટ્ટીએ ખૂબસુરત ડ્રેસમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટીમાં સ્ટાર્સનો મેળો જામ્યો હતો. બહેન શિલ્પા શેટ્ટીથી લઈને જીજુ રાજ કુન્દ્રા અને રાખી સાવંતથી લઈને રશ્મિ દેસાઈ સુધી આ પાર્ટીનો ભાગ બન્યા હતા. રાખી સાવંતનો પતિ રિતેશ પણ આ પાર્ટીનો ભાગ બન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood_world (@bollywood_world05)

રાખી સાવંતે પેપરાજી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું ખૂબ જ ખુશ છું કે હું શમિતા શેટ્ટીના જન્મદિવસ માટે આવી છું. તેમને ખુબ ખુશીની શુભેચ્છા. મારા તરફથી શમિતાને આ સંદેશ છે કે અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ અને અમારા માટે તું બિગબોસ સીઝન 15ની વિજેતા છે. રાખી સાવંત તમને તમારા દિલથી બિગ બોસ 15 ની ટ્રોફી આપે છે. રાખી અહીં ડેનિમ શોર્ટ્સ અને મેચિંગ ટોપ અને જેકેટમાં પહોંચી હતી.બિગબોસ 15નો ભાગ રહી ચૂકેલી સ્પર્ધક રશ્મિ દેસાઈ પણ શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Fifafooz (@fifafoozofficial)

પાર્ટી પહેલા રશ્મિ દેસાઈએ રાજીવ આડતિયા સાથે પોઝ પણ આપ્યા હતા. જ્યારે રશ્મિ દેસાઈ સુંદર સફેદ ડ્રેસમાં આવી હતી, જ્યારે રાજીવ અનોખા શર્ટ અને પેન્ટમાં પાર્ટીનો ભાગ બનવા માટે પહોંચ્યા હતા. બિગબોસના ઘરમાં બંનેની જોડીને પસંદ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ડ્રેસ સંભાળતી જોવા મળી રહી છે.શિલ્પા શેટ્ટીના ઘણા ચાહકોએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.

એક યુઝરે લખ્યું,જો તમે આવા કપડામાં કમ્ફર્ટેબલ ન હોવ તો તે ન પહેરો. બંને બહેનોને પબ્લિસિટી કરવાનો ઘણો શોખ છે.’ તો સાથે જ ઘણા ફેન્સે પણ શિલ્પા શેટ્ટીના વખાણ કર્યા હતા. શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે આ દિવસોમાં રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ને જજ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by ishu (@official_shaikh1802)

તે છેલ્લે ફિલ્મ ‘હંગામા 2’માં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી બિગબોસ સીઝન 15નો ભાગ રહી ચુકી છે. બિગ બોસ ઓટીટીનો ભાગ રહેલ શમિતા શેટ્ટીનું પ્રદર્શન એટલું જોરદાર હતું કે તેને બિગબોસ સીઝન 15માં પણ બોલાવવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શમિતા શોમાં છેલ્લે સુધી ટકી રહી પરંતુ તે વિજેતા બની શકી નહિ. ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ બિગબોસ 15ની વિજેતા બની છે. તેજસ્વી અને કરણ કુન્દ્રાની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. તેજસ્વી તેના સહ-સ્પર્ધક પ્રતીક સહજપાલને હરાવીને વિજેતા બની છે.

 

Live 247 Media

disabled