મોહમ્મદ શામીની પત્ની હસીન જહાંએ શેર કર્યો બેડરૂમનો વીડિયો, યુઝર્સે કહ્યુ- એટલે જ તુ એકલી છે... - Chel Chabilo Gujrati

મોહમ્મદ શામીની પત્ની હસીન જહાંએ શેર કર્યો બેડરૂમનો વીડિયો, યુઝર્સે કહ્યુ- એટલે જ તુ એકલી છે…

‘ક્યારેક તો થોડીક શરમ કર’, શમીની પત્નીએ બેડ પર સૂતા-સૂતા એવું કર્યું કે વીડિયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શામીની પત્ની હસીન જહાં ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. હસીન એક અભિનેત્રી હોવાની સાથે સાથે મોડેલ અને ડાન્સર પણ રહી ચુકી છે. શામી અને હસીન વચ્ચેનો તણાવ તો જગ જાહેર બની ગયો છે. હસીન જહાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર સુંદર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જે ચાહકોને ખુબ જ પસંદ પણ આવે છે. હસીન જહાં દેખાવમાં ખુબ જ સુંદર છે, અને ઘણી જ પ્રખ્યાત પણ છે.  ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સારા બોલરમાંના એક મોહમ્મદ શામીની પત્ની હસીન જહાં ઘણીવાર ચર્ચામાં રહે છે.  હસીન જહાં ઘણીવાર તેની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર તે ચર્ચામાં આવી છે.

હસીને હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેને કારણે તે હાલ ચર્ચામાં છવાઇ ગઇ છે. હસીન જહાંએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે બેડ પર ઊંધી સૂૂતેલી જોવા મળી રહી છે. તે નોરા ફતેહીનું ગીત ગાઇ રહી છે. હસીન જહાંના આ વીડિયો પર કેટલાક યુઝર્સ અભદ્ર કમેન્ટ પણ કરી રહ્યા છે. કમેન્ટમાં વધારે લોકો તેને લઇને ખોટી વાત કહી રહ્યા છે.  હસીન જહાંનો આ વીડિયો જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

કેટલાક યુઝર્સે કોમેન્ટમાં શામીનું નામ પણ નાખ્યું છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘આ હરકતોને કારણે જ તુ એકલી છે. થોડીક શરમ કર. અન્ય યૂઝરે કોમેન્ટ કરી છે કે સારું થયું શામી ભાઇ છૂટા થઇ ગયા. જ્યારે ઘણા લોકોએ તેની પર સારી કોમેન્ટ પણ કરી છે. મોહમ્મદ શામી સાથે વિવાદને કારણે હસીન ઘણા સમયથી તેની દીકરી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંનેના હજી છૂટાછેડા થયા નથી.

ઉલ્લેખનીય છે કે હસીન જહાંએ બે લગ્ન કર્યા છે. વર્ષ 2002માં હસીનને એક દુકાનદાર સાથે પ્રેમ થઈ ગયો હતો, જેનું નામ શેખ સૈફુદ્દીન હતું. ત્યારે હસીન 10મા ધોરણમાં ભણતી હતી. હસીન જહાંએ પરિવારની વિરુદ્ધ જઈને તે જ વર્ષે સૈફુદ્દીન સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. હસીન અને સૈફુદ્દીનના વર્ષ 2010માં છૂટાછેડા થઈ ગયા હતા. હસીન અને સૈફુદ્દીનના 2 બાળકો છે, આ બાળકો તેમના પિતા સાથે રહે છે.

તમને જણાવી દઈએ કે શામીએ 6 જૂન 2014ના રોજ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. બંને 17 જુલાઇ 2015ના રોજ દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા. 2018માં મોહમ્મદ શામી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાં દ્વારા મારપીટ, બળાત્કાર, હત્યાનો પ્રયાસ અને ઘરેલુ હિંસા જેવા આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

Live 247 Media

disabled