રણવીરની સિંહની ઓનસ્ક્રીન પત્નીએ બીચ પર BLUE બિકીની પહેરીને દેખાડ્યો હુસ્નનો જલવો, ફિલ્મમાં તો બહુ દેખાતી હતી પણ અસલ જીવનમાં ઉફ્ફ્ફ... - Chel Chabilo Gujrati

રણવીરની સિંહની ઓનસ્ક્રીન પત્નીએ બીચ પર BLUE બિકીની પહેરીને દેખાડ્યો હુસ્નનો જલવો, ફિલ્મમાં તો બહુ દેખાતી હતી પણ અસલ જીવનમાં ઉફ્ફ્ફ…

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું નામ બનાવનારી અભિનેત્રી શાલિની પાંડે બોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચુકી છે.તાજેતરમાં જ રણવીર સિંહની રિલીઝ ફિલ્મ જયેશભાઇ જોરદારમાં શાલિનીએ રણવીરની પત્ની એટલે કે મુદ્રા પટેલનો કિરદાર નિભાવ્યો હતો. ફિલ્મમાં રણવીર સિંહ તો હાઈલાઈટ થયા જ હતા પણ શાલિનીની અદાકારીએ પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું, આવો તો જાણીએ કોણ છે શાલિની પાંડે?

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

શાલિનીનો જન્મ 23 સપ્ટેમ્બર 1993ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો.  શાલિનીએ એન્જીનીયરની ડિગ્રી  મેળવી છે. શાલિનીને બાળપણથી જ અભિનયનો શોખ હતો અને સ્કૂલના દિવસોથી તેણે એક્ટિંગ શીખવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે તે નાટકોમાં પણ ભાગ લેતી હતી, અને અભિનેત્રી બનવા માટે તે મુંબઈ આવી પહોંચી.

 

View this post on Instagram

 

A post shared by Victoria EDITZZ (@victoria__editzz)

શાલીનીના મિત્રોનું માનવું છે કે તે દરેક અભિનય ખુબ સારી રીતે નિભાવી શકે છે. તે જેટલી આધુનિક છે તેટલી જ પહેલાના વિચારોવાળી પણ છે, દરેક પ્રકારના રીતિ રિવાજમાં માને છે પણ તે મોર્ડન પણ છે. શાલિનીએ કારકિર્દીની શરૂઆત વર્ષ 2017માં વિજય દેવરકોંડા સાથેની રોમેન્ટિક ફિલ્મ અર્જુન રેડ્ડી દ્વારા કરી હતી. જેની હિન્દી રીમેક કબીર સિંહ છે.કબીર સિંહમાં કિયારા અડવાણી અને શાહિદ કપૂરે અભિનય કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Actress Fan’z Club (@actressfanz)

શાલિનીએ 2018માં હિન્દી ફિલ્મ મેરી નિમ્મોમાં કૅમિયોનો રોલ કર્યો હતો અને 2020માં ઓટિટિ પર રિલીઝ ફિલ્મ બમફાડમાં લીડ રોલ કર્યો હતો. ફિલ્મ જયેશભાઇ જોરદારમાં ગર્ભવતી દેખાડવામાં આવતી શાલીની અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને આકર્ષક છે. અને તેની ફેશન સ્ટાઇલ યુવતીઓ પણ ફોલો કરે છે.

જયેશભાઇ જોરદાર રીલિઝ થયા પછી શાલિની નવરાશની પળો વિતાવી રહી છે. શાલિની ઇન્સ્ટાગ્રામ  પર ખુબ સક્રિય રહે છે અને પોતાની દમદાર તસવીરો શેર કરતી રહે છે. શાલિનીને હરવા ફરવાનો પણ ખુબ શોખ છે અને તે અવાર નવાર ફરવા માટે દેશ વિદેશમાં જતી રહે છે. એવામાં ફિલ્મ રિલીઝ બાદ શાલિની માલદીવ વેકેશન માટે પહોંચી છે અને ત્યાંની તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Frameflix Live (@frameflix_live)

સામે આવેલી તસ્વીરોમાં શાલીનીનો અવતાર લોકોનો હોંશ ઉડાવી રહ્યો છે. શાલિનીએ તસ્વીરોમાં બ્લુ બ્રાલેટ અને બ્લુ પ્રિન્ટેડ પાયજામો પહેર્યો છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે. આ આઉટફિટ સાથે શાલિનીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને લાઈટ મેકઅપ કર્યો છે. શાલિની દરિયા કિનારે સમુદ્રનો લપ્ત ઉઠાવતી જોવા મળી રહી છે, સનસેટનો સુંદર નજારો પણ દેખાઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

શાલિનીએ નાની વિડીયો ક્લિપ પણ શેર કરી છે, જેમાં તે અલગ અલગ પોઝ આપી રહી છે. શાલિનીએ તસવીરો પર હેપ્પીએસ્ટ એટ ધ બીચ અને સન એન્ડ સેન્ડ કેપ્શન પણ આપ્યું છે.  શાલિનીએ તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે મન મૈ હે વિશ્વાસ અને ક્રાઇમ પેટ્રોલ ટીવી શોમાં પણ કામ કરી ચુકી છે.

yc.naresh

disabled