પેન્ટ પહેર્યા વગર નીકળી પડી? 10 તસ્વીરોમાં શાહિદની ઘરવાળીએ બોલીવુડની હસીનાઓને શરમાવી દીધી - Chel Chabilo Gujrati

પેન્ટ પહેર્યા વગર નીકળી પડી? 10 તસ્વીરોમાં શાહિદની ઘરવાળીએ બોલીવુડની હસીનાઓને શરમાવી દીધી

ઓ મેડમ, પેન્ટ માલદીવ્સમાં ભૂલીને આવ્યા? કબીર સિંહના બૈરાની લોકોએ જબરી ફીરકી લીધી

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત અને બંને બાળકો સાથે વેકેશન મનાવી માાલદીવથી પરત ફર્યા છે. બંનેની આ દરમિયાનની એરપોર્ટની તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી  છે. આ દરમિયાન બધાની આંખો મીરાના હોટ લુક પર જ અટકી ગઇ. મુંબઇ એરપોર્ટ પર મીરાને માઇક્રો મીની શોર્ટ્સમાં સ્પોટ કરવામાં આવી. જેમાં તે ઘણી જ બોલ્ડ લાગી રહી હતી. ત્યાં શાહિદ પણ એકદમ રફ અને ટફ લુકમાં નજર આવ્યો હતો. મીરાએ તેના એરપોર્ટ લુક માટે કેઝ્યુઅલ લુક પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી.

મીરાનો કૂલ લુક વેકેશન વાઇબ આપતો જોવા મળ્યો હતો. હસીનાએ પોતાના માટે બ્લેક ડેનિમ શોર્ટ્સ પસંદ કર્યા હતા. મીરા આ માઇક્રો મિની શોર્ટ્સમાં તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ત્યાં, તેણે આ શોર્ટ્સ સાથે મેચિંગ સ્વેટશર્ટ પહેર્યું હતું, જે હૂડી સ્ટાઇલમાં હતું. મીરાએ પોતાનો લુક પૂરો કરવા માટે ગ્રે સ્નીકર્સ પહેર્યા હતા.

મીરાના હાથમાં સફેદ રંગની ટોટ બેગ લીધી હતી, જે ખૂબ જ સુંદર દેખાતી હતી. જો શાહિદના લુકની વાત કરીએ તો તેણે બ્લેક શર્ટ અને મેચિંગ જોગર્સ પહેર્યા હતા, જેની સાથે તેણે બ્લેક સ્નીકર્સ પહેર્યા હતા. આ લુક સાથે તેણે ગળામાં ચેન અને કાળા સનગ્લાસ પહેર્યા હતા.

શાહિદ અને મીરાની સાથે તેના બંને બાળકો પણ ખૂબ જ સુંદર લાગતા હતા. મિશાએ ગુલાબી અને સફેદ સ્વેટશર્ટ અને ફેસ માસ્ક સાથે બેબી પિંક પેન્ટ પહેર્યું હતું. તે જ સમયે શાહિદના ખોળામાં જોવા મળતા જૈને સફેદ આઉટફિટ કેરી કર્રયો હતો. આ દરમિયાન મીરા કપૂર દીકરી મીશાનો હાથ પકડીને જોવા મળી હતી. તો, શાહિદ કપૂર પુત્ર જૈન સાથે  દેખાયો. શાહિદ જૈન સાથે વાત કરતો અને લાડ કરતો જોવા મળ્યો હતો. મીરાના લુકની વાત કરીએ તો, તેનો આ લુક એકદમ શાનદાર લાગતો હતો. તેણે નો મેકઅપ લુક સાથે વાળને બનં કેરી કર્યા હતા.

શાહિદ અને મીરાનો એરપોર્ટ વાળો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં, મીરા પોતાની પુત્રી મીશાને પકડી ચાલી રહી છે જ્યારે તે એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ પોતાની કાર તરફ ચાલી રહી છે. તેઓએ સાથે એક હેન્ડબેગ પણ લીધી છે. વીડિયોમાં મીરાના શોર્ટ્સે બધાનું ધ્યાન ખેંચ્યું છે. મીરાના આ માઇક્રો મીની શોર્ટ્સને કારણે તેને કેટલાક યુઝર દ્વારા ટ્રોલ પણ કરવામં આવી હતી.

એક યુઝરે લખ્યું, ‘મીરાજીએ કપડાં સંપૂર્ણપણે પહેર્યા હોત … કેટલા ટૂંકા શોર્ટ્સ લાગે છે, કંઈ જ પહેરતા આવડતુ નથી..’  અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે શું પહેર્યું છે.’ એક બીજા યુઝરે લખ્યું, ‘વાહ, તેના કપડાં ધીમે ધીમે નાના થઈ રહ્યા છે.’ ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નને 7 વર્ષ વીતી ગયા છે. બંનેએ વર્ષ 2015માં લગ્ન કર્યાં. મીરા અને શાહિદના લગ્ન સમયે બંનેની ઉંમરનો તફાવત લોકો માટે ચર્ચાનો વિષય હતો. બંનેને બે બાળકો છે. એક દીકરી મીશા અને એક દીકરો જૈન.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Live 247 Media

disabled