મહાભારતના અર્જુન અભિનેતા શહીર શેખે જોત જોતામાં પત્ની રુચિકાને કરી લીધી અચાનક જ લિપ કિસ, રુચિકા શરમથી લાલચોળ થવા લાગી - Chel Chabilo Gujrati

મહાભારતના અર્જુન અભિનેતા શહીર શેખે જોત જોતામાં પત્ની રુચિકાને કરી લીધી અચાનક જ લિપ કિસ, રુચિકા શરમથી લાલચોળ થવા લાગી

અભિનેતા શહીર શેખ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અને હેન્ડસમ અભિનેતામાના એક છે. શહીર હંમેશા પત્ની સાથે અવાર-નવાર પ્રેમ લૂંટાવતો જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી અને બોન્ડિંગ પણ દર્શકોને ખુબ પસંદ આવે છે. તેની હેન્ડસમનેસ પર યુવતીઓ પોતાનું દિલ હારી બેસે છે, જો કે શહીરનું દિલ પત્ની રુચિકા માટે ધડકે છે.

કપલે નવેમ્બર 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા અને 2021માં માતાપિતા બન્યા હતા. બંનેની ક્યૂટ  દીકરી છે જેનું નામ અનાયા છે. શહીરે મહાભારત, નવ્યા, ક્યાં મસ્ત લાઈફ હૈ, કુછ રંગ પ્યાર કે એસે ભી, પવિત્ર રિશ્તા-2 જેવા ટીવી શોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી છે.

બંને સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને એકબીજા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. એવામાં હાલમાં જ શહીરે પત્ની સાથેનો રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. શહીર પત્ની સાથે દેશ વિદેશમાં ફરવા માટે જાય છે અને રોમેન્ટિક સુંદર તસવીરો શેર કરે છે. એવામા આ વખતે પણ શહીર પત્ની સાથે વેકેશન પર ગયો છે.

વીડિયોમાં બંને રોમેન્ટિક અંદાજમાં એકબીજામાં ખોવાયેલા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ સમુદ્ર વચ્ચે એક યોટ પર બેસેલું છે, અને લહેરોનો આનંદ માણી રહ્યા છે. રૂચિકાએ આ સમયે બ્લેક સ્વિમસૂટ પહેર્યું છે અને સાથે જ સનગ્લાસ પણ પહેર્યા છે જયારે શહીર શર્ટ-પેન્ટમાં દેખાઈ રહ્યો છે.વીડિયોની શરૂઆત રુચિકાથી થાય છે જે એકદમ એટીટ્યુડની સાથે પોઝ આપી રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Shaheer Sheikh (@shaheernsheikh)

જેના બાદ શહીર પણ દેખાય છે અને જોત-જોતામાં તે પત્નીને લિપ કીસ કરી બેસે છે જેથી રુચિકા શરમથી લાલચોળ થઇ જાય છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘બારીશો મૈ’ ગીત વાગી રહ્યું છે અને શહીરે કેપ્શનમા લખ્યું કે,”સાચી કહાની”.ચાહકોએ કપલનો આ વીડિયો ખુબ પસંદ કર્યો છે અને ખુબ મકેન્ટ કરી રહ્યા છે. આ સિવાય શહીરની કો-સ્ટાર એરિકાએ પર વિડીયો પર કમેન્ટ કરી છે.

yc.naresh

disabled