21 વર્ષની દિગ્ગજ ખુબસુરત અભિનેત્રીની બર્થ ડે પર ઘરની બારીમાંથી લટકેલી મળી, પરિવારની હાલત કફોડી થઇ ગઈ - Chel Chabilo Gujrati

21 વર્ષની દિગ્ગજ ખુબસુરત અભિનેત્રીની બર્થ ડે પર ઘરની બારીમાંથી લટકેલી મળી, પરિવારની હાલત કફોડી થઇ ગઈ

છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતમાંથી એક બાદ એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ થોડા સમય પહેલા જાણિતા સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન થયુ હતુ. ત્યારે હવે વધુ એક મોડલ અને એક્ટ્રેસના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી અને મોડલ સહાના ગુરૂવારે રાત્રે મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસને માહિતી મળી કે મલયાલમ અભિનેત્રીનું રહસ્યમય રીતે મોત થયું છે. રિપોર્ટ અનુસાર સહાના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે તેના પતિ સજ્જાદને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે.

ઘટનાના દિવસે 22 વર્ષની સહાનાનો જન્મદિવસ હતો. પુત્રીના મોતથી તેના માતા-પિતા આઘાતમાં છે. સહાનાની માતાને હત્યાનો ડર હતો. તેમણે કહ્યું કે તેમની દીકરી ક્યારેય આત્મહત્યા નહીં કરે. તેણે પુત્રીના પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેણે તેની હત્યા કરી છે. સહાનાની માતાએ માતૃભૂમિ ન્યૂઝને કહ્યું, ‘મારી દીકરી ક્યારેય આત્મહત્યા ન કરે. તેની હત્યા કરવામાં આવી છે. તે વારંવાર મને ફરિયાદ કરતી કે તેનો પતિ તેને માર મારે છે અને તેને યોગ્ય ખોરાક પણ આપતો નથી. તે તેને ટોર્ચર કરતો હતો. તેની હત્યા કરવામાં આવી છે.

સહાનાના પરિવારને 13 મેની રાત્રે 1 વાગ્યે તેના મોતની ખબર પડી હતી. સહાનાની માતાએ સજ્જાદ પર આરોપ લગાવતા કહ્યું કે સજ્જાદ અને તેનો પરિવાર સહાનાને હેરાન કરતો હતો. સહાનાની માતાએ તેમને અલગ રહેવાની સલાહ આપી હતી, પરંતુ અલગ રહેવા છતાં સજ્જાદ સહાનાને પૈસા માટે હેરાન કરતો હતો. સહાનાની માતાએ કહ્યું કે સજ્જાદે તેની પુત્રીની હત્યા કરી છે. સહનાએ ઘણી જ્વેલરી એડમાં કામ કર્યું હતું અને તેના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા.

એક અઠવાડિયા પહેલા, સહાનાની માતાની સલાહ પર, બંને તેમના પરિવારથી અલગ થઈ ગયા અને ભાડાના મકાનમાં રહેવા ગયા. પાડોશીઓના કહેવા પ્રમાણે, સજ્જાદના બૂમોનો અવાજ આવ્યો, જ્યારે તે જોવા ગયો તો તેણે જોયું કે સહાના કંઈપણ રિએક્ટ નથી કરી રહી. પાડોશીઓના કહેવા પર સજ્જાદે પોલીસને જાણ કરી. તમને જણાવી દઈએ કે સજ્જાદ પહેલા કતારમાં કામ કરતો હતો અને ભારતમાં બેરોજગાર હતો. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’માં છપાયેલા અહેવાલ અનુસાર, સજ્જાદ સહાનાના જન્મદિવસ પર મોડા ઘરે આવ્યો હતો, જેના પર બંને વચ્ચે ઝઘડો થયો હતો.

દલીલબાજી બાદ સજ્જાદે સહાનાને બાથરૂમમાં મૃત હાલતમાં જોઇ. બાથરૂમમાંથી પ્લાસ્ટિકનો દોરો પણ મળી આવ્યો છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો…તાજેતરમાં જ શહાનાએ એક ફિલ્મમાં કામ કર્યું હતું. કહેવાય છે કે ફિલ્મમાં અભિનય માટે સહાનાને મળેલા પૈસાને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.ઘરના માલિકે જણાવ્યું કે, ‘મેં મદદ માટે સજ્જાદનો અવાજ સાંભળ્યો અને હું ઘર તરફ દોડી ગયો. ઘરમાં પ્રવેશતાની સાથે જ મેં જોયું કે તેની પત્ની તેના ખોળામાં પડી છે.

જ્યારે મેં તેને પૂછ્યું કે શું થયું છે તેણે કહ્યું કે તે જવાબ આપી રહી નથી. મેં તેને હોસ્પિટલ જવાનું કહ્યું. પછી અમે પોલીસને ફોન કર્યો અને તેઓ પાંચ મિનિટમાં પહોંચી ગયા.” સહાના કોઝિકોડમાં રહેતી હતી. થોડા સમય પહેલા શહાના ઘરેલુ હિંસા અંગે ફરિયાદ નોંધાવવા માંગતી હતી, પરંતુ સજ્જાદના મિત્રોના સમજાવટ પર તેણે ફરિયાદ નોંધાવી ન હતી.

Live 247 Media

disabled